Dr Parag Sheth

Dr Parag Sheth Concentrate : Contribute : Communicate

Today suddenly Sonia Gandhi wakes up to take credit or MNREGA functioning well.This is in line with how Gandhi family ru...
08/06/2020

Today suddenly Sonia Gandhi wakes up to take credit or MNREGA functioning well.

This is in line with how Gandhi family runs after credit of everything good that happens:
Rahul given credit of Bhilwara model
Rajiv Gandhi given credit of Internet, Mobile and Computer
Nehru given credit of ISROs achievements in 2019

If Sonia Gandhi takes credit of MNREGA, can she evade blame for corruption in UPA years?

*But, on the MNREGA debate, here is how Modi Government transformed the scheme*

• *Reduction in leakages*
The Institute of Economic Growth, Delhi study on MGNREGA, headed by Manoj Panda in 2018, found only 0.5% Natural Resource Management (NRM) assets to be unsatisfactory. This is a proxy indicating sharp reduction in leakages.

• *Increased thrust on durable assets*
Major thrust on assets like farm ponds and dug wells that increase incomes.

• *Increased demand in individual beneficiary schemes*
Individual Beneficiary Schemes under MGNREGA which accounted for 21.4% of the total works in 2014-15, they account to 67.29% in 2019.

• *Complete transparency with the use of technology*
Complete transparency was given the highest priority with Aadhaar linking of accounts, near 100% electronic Fund Management System (eFMS), 100% IT/DBT and geo-tagging of assets. *Over 97% wage payments are now generated within 15 days and over 75% actually credited in the workers’ account within 15 days.*

• *Structural change to improve efficiency*
Changes were brought in the programme by making 60:40 wages to material ratio applicable at the district level instead of at gram panchayat level.

INDIAN COUNCIL OF MEDICAL RESEARCH DEPARTMENT OF HEALTH RESEARCHStrategy for COVID19 testing in India (Version 5, dated ...
18/05/2020

INDIAN COUNCIL OF MEDICAL RESEARCH DEPARTMENT OF HEALTH RESEARCH
Strategy for COVID19 testing in India (Version 5, dated 18/05/2020)
1. All symptomatic (ILI symptoms) individuals with history of international travel in the last 14 days.
2. All symptomatic (ILI symptoms) contacts of laboratory confirmed cases.
3. All symptomatic (ILI symptoms) health care workers / frontline workers involved in
containment and mitigation of COVID19.
4. All patients of Severe Acute Respiratory Infection (SARI).
5. Asymptomatic direct and high-risk contacts of a confirmed case to be tested once
between day 5 and day 10 of coming into contact.
6. All symptomatic ILI within hotspots/containment zones.
7. All hospitalised patients who develop ILI symptoms.
8. All symptomatic ILI among returnees and migrants within 7 days of illness.
9. No emergency procedure (including deliveries) should be delayed for lack of test.
However, sample can be sent for testing if indicated as above (1-8), simultaneously.
NB:
● ILI case is defined as one with acute respiratory infection with fever ≥ 38◦C AND cough.
● SARI case is defined as one with acute respiratory infection with fever ≥ 38◦C AND cough AND requiring hospitalization.
● All testing in the above categories is recommended by real time RT-PCR test only.
● All changes incorporated in these guidelines as compared to the previous version have been indicated in bold.

‪હરએક દ્વાર સ્તબ્ધ છે,હરએક ઘર છે ચૂપ‬‪શેરી ને ચોક આટલાં કોના વગર છે ચૂપ ‬‪આજે “રમેશ પારેખ”ની પુણ્ય તિથિ છે ‬
17/05/2020

‪હરએક દ્વાર સ્તબ્ધ છે,હરએક ઘર છે ચૂપ‬
‪શેરી ને ચોક આટલાં કોના વગર છે ચૂપ ‬

‪આજે “રમેશ પારેખ”ની પુણ્ય તિથિ છે ‬

*India takes Huge Strides in improving Ease Of Doing Business*The World Bank released its latest Doing Business Report (...
24/10/2019

*India takes Huge Strides in improving Ease Of Doing Business*

The World Bank released its latest Doing Business Report (DBR, 2020) today [i.e., 24th October 2019]. India has recorded a jump of 14 positions against its rank of 77 in 2019 to be placed now at 63rd rank among 190 countries assessed by the World Bank. India's leap of 14 ranks in the Ease of Doing Business ranking is significant considering that there has been continuous improvement since 2015 and for the third consecutive year India is amongst the top 10 improvers. As a result of continued efforts by the Government, India has improved its rank by 79 positions in last five years [2014-19].

India has improved its rank in 7 out of 10 indicators and has moved closer to international best practices (Distance to Frontier score). Significant improvements have been registered in ‘Resolving Insolvency’, 'Dealing with Construction Permits', ‘Registering Property’, ‘Trading across Boards’ and ‘Paying Taxes’ indicators. The changes in seven indicators where India improved its rank are as follows:

The important features of India's performance this year are:
• The World Bank has recognized India as one of the top 10 improvers for the third consecutive year.
• Recovery rate under resolving insolvency has improved significantly from 26.5% to 71.6%.
• The time taken for resolving insolvency has also come down significantly from 4.3 years to 1.6 years.
• India has reduced number of procedures in granting construction permits.
• India continues to maintain its first position among South Asian countries. It was 6th in 2014.

૧૦૮ ને આજે ૧૨ વર્ષ પૂરા૧ કરોડ લોકોની જિંદગી બચાવી આભાર નરેન્દ્રભાઇ 🙏
29/08/2019

૧૦૮ ને આજે ૧૨ વર્ષ પૂરા

૧ કરોડ લોકોની જિંદગી બચાવી

આભાર નરેન્દ્રભાઇ 🙏

28/07/2019

પ્રેસનોટ
તા. ૨૮.૦૭.૨૦૧૯
---------------
સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત તેઓ આજરોજ સાંજે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા.
---------------
શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાત આગમનની સાથે જ સૌ પ્રથમ સુરત ખાતે આવેલ પાંડેસરાની સેવાવસ્તીના એક સામાન્ય પરિવારના ઘરે જઇ તેમના ઘરના સદસ્યોને ભાજપાની ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની સાથે સાથે ‘‘સૌના વિશ્વાસ’’ની વિચારધારા સાથે જોડી ભાજપાના સદસ્ય બનાવ્યા.
---------------
શ્રી શિવરાજસિંહ ચૌહાણે ‘‘પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો’’ માટે ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું
---------------
દેશભરમાં ભાજપાના સંગઠન પર્વ - સદસ્યતા વૃધ્ધિ અભિયાન જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ ઉજવાઇ રહ્યુ છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની ‘રાષ્ટ્રપ્રથમ’ની સાથે સાથે વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે સૌ કોઈ ભાજપા સાથે જોડાઈ રહયા છે. – શ્રી શિવરાજસિંહ ચૌહાણ
---------------
કૉંગ્રેસના ડૂબતા વહાણમાંથી કૅપ્ટન સૌ પ્રથમ કુદી પડ્યા છે. કૉંગ્રેસની દેશ વિરોધી નીતિને કારણે દેશની જનતા કૉંગ્રેસને જાકારો આપી રહી છે. કોંગ્રેસ તેના પાપે ડૂબી રહી છે.
– શ્રી શિવરાજસિંહ ચૌહાણ
---------------
ભાજપા સાથે જોડાવું એટલે રાષ્ટ્ર સાથે જોડાવું. ભાજપામાં કાર્યકર્તા પદ માટે નહીં પરંતુ રાષ્ટ્રહિતને મુખ્ય લક્ષ્યમાં રાખી અવિરત પણે સેવાકાર્ય કરતો રહે છે. – શ્રી જીતુભાઇ વાઘાણી
---------------
ભાજપા માટે સત્તા એ જન સેવાનું માધ્યમ છે. ભાજપાનો અંતિમ લક્ષ્ય સત્તા નહીં પરંતુ સેવા છે. ભારતીય જનતા પાર્ટીના આ વિચાર સાથે જોડાવવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
– શ્રી જીતુભાઇ વાઘાણી
---------------
પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખકારી યાદી જણાવે છે કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત તેઓ આજરોજ સાંજે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, ભાજપા સંગઠન દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ.
​શ્રી શિવરાજસિંહ ચૌહાણે તેમના ગુજરાત આગમનની સાથે જ સૌ પ્રથમ સુરત ખાતે આવેલ પાંડેસરાની સેવાવસ્તીમાં જઇ એક સામાન્ય પરિવાર કે જેમનો દીકરો રીક્ષા ચાલક છે તેવા માધુરીબેન તિવારીના ઘરે જઇ ચા-પાણી કર્યા હતા. છેવાડાના માનવીના વિકાસ માટે સમાજની મુખ્યધારામાં જોડવાના ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની સાથે સાથે ‘‘સૌના વિશ્વાસ’’ના મંત્ર સાથે ભાજપાના મુખ્ય ઉદ્દેશને અનુરૂપ શ્રી શિવરાજસિંહજી ચૌહાણે આ સામાન્ય પરિવારને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સહ સંયોજક અને પૂર્વ ગૃહમંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઇ પંડ્યા તથા સુરત શહેર અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભજિયાવાળા સહિતના ભાજપાના આગેવાનો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​ત્યારબાદ શ્રી શિવરાજસિંહ ચૌહાણે ‘‘પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો’’ માટે ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
​ શ્રી શિવરાજસિંહ ચૌહાણે સાંજે ૭.૦૦ કલાકે મોઢ વણીક સમાજવાડી, લાલદરવાજા, સુરત શહેર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રતિષ્ઠિત અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યુ હતુ તથા જનસંઘના કાર્યકર્તાઓનું સન્માન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા શ્રી શિવરાજસિંહજીએ જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની જોડી રાષ્ટ્રીય સ્તરે દેશને નેતૃત્વ પુરુ પાડી સુરક્ષિત ભારત, વિકસિત ભારત, સશક્ત ભારત બનાવવા માટે સતત કાર્યરત છે. ભાજપાના સંગઠન પર્વ - સદસ્યતા વૃધ્ધિ અભિયાન જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ ઉજવાઇ રહ્યુ છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની ‘રાષ્ટ્રપ્રથમ’ની સાથે સાથે વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે સૌ કોઈ ભાજપા સાથે જોડાઈ રહયા છે. જ્યારે બીજી તરફ કૉંગ્રેસના ડૂબતા વહાણમાંથી કૅપ્ટન સૌ પ્રથમ કુદી પડ્યા છે. કૉંગ્રેસની દેશ વિરોધી નીતિને કારણે દેશની જનતા આજે કૉંગ્રેસને જાકારો આપી રહી છે. કોંગ્રેસ તેના પાપે ડૂબી રહી છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશની જનતા માટે કરેલ અનેક જનકલ્યાણકારી અને વિકાસલક્ષી પગલાંઓના પરિણામ સ્વરૂપ આજે પણ મધ્યપ્રદેશની જનતા શ્રી શિવરાજસિંહ ચૌહાણે કરેલ અથાગ પરિશ્રમને ભૂલી શકે તેમ નથી.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપા સાથે જોડાવું એટલે રાષ્ટ્ર સાથે જોડાવું. ભાજપામાં કાર્યકર્તા પદ માટે નહીં પરંતુ રાષ્ટ્રહિતને મુખ્ય લક્ષ્યમાં રાખી અવિરત પણે સેવાકાર્ય કરતો રહે છે. ભાજપા માટે સત્તા એ જન સેવાનું માધ્યમ છે. ભાજપાનો અંતિમ લક્ષ્ય સત્તા નહીં પરંતુ સેવા છે. ભારતીય જનતા પાર્ટીના આ વિચાર સાથે જોડાવવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહજી પરમાર, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પૂર્વ ગૃહમંત્રી અને સંગઠન પર્વના સહસંયોજક શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યા સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ અને સ્વયંભૂ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

20/07/2019

ગુજરાતના હિસ્સા મુજબનું પાણી ગુજરાત મેળવીને જ રહેશે : મુખ્યમંત્રીશ્રી......
નર્મદાના પાણી મુદ્દે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી-મંત્રીના નિવેદનોને રાજકીય બદઇરાદા પ્રેરિત, કોંગ્રેસની માનસિક હતાશા છતી કરનારા ગણાવતા શ્રી વિજયભાઈ રૂપાણી .....
-: શ્રી વિજયભાઈ રૂપાણી :-
-> મધ્યપ્રદેશના લોકોના હિત વિરુદ્ધ એક પણ કૃત્ય ગુજરાતે કર્યું નથી
->NCAના નિર્ણયો-ચુકાદાઓથી પાર ગયા નથી
-> ૨૫૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન ગુજરાત કરે જ છે તેના ૫૭ ટકા મધ્યપ્રદેશને મળે છે
-> નર્મદા જળ વહેંચણી ભાગીદાર રાજ્યોને ટ્રિબ્યુનલના ૧૯૭૯ના ચુકાદાને આધિન થાય છે - ૨૦૨૪ સુધી તેમાં કોઇ ફેરફાર કોઇ રાજ્ય ન કરી શકે
-> પાણીના મુદ્દે રાજકારણ કરતી કોંગ્રેસને સમગ્ર દેશના હિતને બાજુએ મુકવાનું શોભતું નથી .....
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદાના પાણી ગુજરાતને ન આપવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને નર્મદા વિકાસ મંત્રી બુધેલના નિવેદનોને અત્યંત કમનસીબ, માહિતીના અભાવવાળા અને રાજકીય બદઇરાદાથી પ્રેરિત ગણાવ્યાં છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના આવા નિવેદનો અંગે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ લોકસભાની ચૂંટણીઓમાં તેમની હારને પચાવી શકતો નથી એટલે હવે આવા હતાશાભર્યાં નિવેદનોથી દરેક વસ્તુને રાજકીય રીતે મૂલવવાનો પ્રયાસ કરવાની માનસિકતા છતી કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ પણ કોંગ્રેસની સરકારોએ નર્મદા મુદ્દે ગુજરાતને અનેક અન્યાય કર્યાં છે. સાત-સાત વર્ષ સુધી ડેમના દરવાજા મૂકવા ન દીધા, ડેમની ઊંચાઈ વધારવા ન દીધી અને ડેમ પૂર્ણ થવા ન દીધો. આમ પાણીના પ્રશ્ને કોંગ્રેસ રાજકારણ કરતી જ આવી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથજીને માહિતીના અભાવવાળા બાલિશ નિવેદનો ન કરવાની અને પાણી જેવા મહત્વના પ્રશ્ને રાજકારણ ન કરવાની સલાહ આપતા પાણી વહેંચણી અંગે હકીકતલક્ષી સ્પષ્ટતાઓ પણ પ્રચાર માધ્યમો સમક્ષ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કર્યું કે, નર્મદાના પાણીની વહેંચણી ચાર ભાગીદાર રાજ્યો વચ્ચે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ટ્રિબ્યુનલના ૧૯૭૯ના ચુકાદાના આધારે જ થઈ રહી છે અને તેમાં ફેરફાર કરવાનો કોઇ રાજ્યને અધિકાર નથી.

એટલું જ નહિં, NCAને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે પાણીની આ વહેંચણીમાં ૨૦૨૪ સુધી કોઇ ફેરફાર થઈ શકે નહીં.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ અંગેની પુનઃ વિચારણા માટે પણ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને ચારેય ભાગીદાર રાજ્યોના પ્રતિનિધિ, કેન્દ્ર સરકારના પ્રતિનિધિની સંયુક્ત બેઠક મળે અને તેમાં નિર્ણય થાય તેવી પણ સ્પષ્ટ જોગવાઇ છે, એટલે મધ્યપ્રદેશ પાણી નહીં છોડે તેવું સંપૂર્ણ બાલિશ નિવેદન છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત નર્મદા જળથી વીજ ઉત્પાદન કરતું નથી અને મધ્યપ્રદેશને સહન કરવું પડે છે તેવા મધ્યપ્રદેશના આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતાં.
તેમણે આ અંગે પણ હકીકતો સાથે જણાવ્યું કે નર્મદાના કેનાલ હેડ પાવર હાઉસથી ૨૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન ચાલુ જ છે અને ૫૭ ટકા હિસ્સો મધ્યપ્રદેશને મળે જ છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે સરદાર સરોવર ડેમથી જે વીજ ઉત્પાદન થાય તેનો ૧૬ ટકા હિસ્સો ગુજરાતનો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના તમામ ભાગીદાર રાજ્યોની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય કરવામાં આવેલા છે કે કોંક્રિટ ગ્રેવિટી ડેમને પૂરો ભરી તેનું તથા દરવાજાઓનું ટેસ્ટીંગ કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાતે આ નિર્ણય એકપક્ષીય નથી લીધો પરંતુ NCAને વિધિવત દરખાસ્ત કરી ભાગીદાર રાજ્યોની આ બેઠક યોજીને નિર્ણય લેવાયો છે.
તેમણે આ અંગે જણાવ્યું કે એક વખત ૧૩૧ મીટર કરતા વધુ લેવલ થાય ત્યારબાદ ૧૩૮.૬૭ મીટર સુધી ડેમ ધીરે ધીરે ભરવાનો થાય તો વધારાના પાણીથી પાવર હાઉસ ચલાવી શકાશે. ૧૩૮ મીટર ડેમ ભરાય અને ટેસ્ટિંગ થાય તે બધા જ રાજ્યોના હિતમાં છે એટલે ગુજરાતે આ લેવલનો આગ્રહ રાખ્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે ૪૦-૪૦ વર્ષથી ચારેય રાજ્યો સહકાર અને સારા વાતાવરણથી પાણી વહેંચણી સહિતના મુદ્દે કાર્યરત્ છે ત્યારે તેને ડહોળવાનો પ્રયાસ મધ્યપ્રદેશ ન કરે.
મુખ્યમંત્રીશ્રીએ વિસ્થાપિતોના વિષયે મધ્યપ્રદેશના મંત્રીના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે ગુજરાતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨૦૧૭થી અત્યાર સુધી તમામ કામગીરી પૂર્ણ કરી છે.
તેમણે મધ્યપ્રદેશ ૬ હજાર પરિવારોનું સ્થળાંતર નથી થયું તેમ જણાવે છે તેવા આક્ષેપના સંદર્ભમાં કહ્યું કે, ૧૨મી જુલાઈએ બોલાવેલી બેઠકમાં મધ્યપ્રદેશના કોઇ અધિકારીઓ હાજર રહ્યાં નહીં અને ફરી બોલાવેલી ૧૮ જુલાઈની બેઠકનો બહિષ્કાર કરી NCA સામે વિરોધ દર્શાવ્યો અને હવે વિસ્થાપિતોની વાતો કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ NCA-સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સ્વયં સ્પષ્ટ છે કે ૨૦૨૪ સુધી પાણી વહેંચણીમાં કોઇ ફેરફાર કોઇ જ સરકાર ન કરી શકે તેનો સંદર્ભ આપતા સ્પષ્ટપણે કહ્યું કે, માત્ર ને માત્ર રાજકીય બદઇરાદાઓથી મધ્યપ્રદેશ સરકાર પાણી નહીં આપવાના નિવેદનો કરે છે અને ગુજરાત કોંગ્રેસ પણ તેને સાથ આપે છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યપ્રદેશને ધમકીનો ભાષા પ્રયોગ શોભતો નથી તેવી ટિપ્પણી કરતા કહ્યું કે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી તથા સર્વોચ્ચ અદાલતના નિર્ણયને જનતાના હિત માટે આવકારીએ.
આ વખતે વરસાદ ખેંચાયો છે ત્યારે પાણીની જરૂરિયાત છે અને મધ્યપ્રદેશ નર્મદાના પાણીને મુદ્દે રાજકારણ કરે છે તે કમનસીબ છે એમ પણ તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું.

19/07/2019

પ્રેસનોટ-૦૧
તા. ૧૯.૦૭.૨૦૧૯
------------
આપણે સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘ સમયથી લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્યશીલ છે ત્યારે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપાના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
રશીયા, સાઉથ કોરિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબીયા દ્વારા તેના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી દ્વારા દિલ્હી ખાતે ‘‘ચેમ્પીયન ઓફ ધ અર્થ’’ સન્માનથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને નવાજવામાં આવ્યા છે. આ બધી બાબતો વિશ્વનો ભારત પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ભાજપા ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપાની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે.
- શ્રી જે.પી.નડ્ડાજી
------------
સર્વસમાવેષક નીતિઓ મહદ્ અંશે સમાજના દરેક સ્તરે પ્રસરે અને વિચારધારાનો વ્યાપ વધે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. સૌ સાથે મળીને પાર્ટીને યશસ્વી બનાવીએ. દેશ ખુશહાલ બને અને ગૌરવથી કહી શકીએ કે અમે ભારતીય છીએ. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા લોકોની જીવનશૈલી સુધારવા સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. વિશ્વના ઘણાખરા દેશોની જેટલી કુલ વસ્તી છે તેના કરતા વધુ લાભાર્થીઓને ‘‘આયુષ્યમાન ભારત’’ યોજનાનો લાભ મળવાનો છે. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોથી કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ કાર્યકર્તાઓના ઘડતર અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક ઉત્તમ અવસર છે. સમાજના દરેક વર્ગ સુધી સર્વસ્પર્શી અને સર્વવ્યાપક આ અભિયાન બને તે માટે આપણે સૌ કટિબધ્ધ થઇએ. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
ગુજરાતના આ બે દિવસીય પ્રવાસ દરમ્યાન ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને મળવાનું આયોજન ગુજરાતની ટીમ ભાજપા દ્વારા કરવામાં આવ્યુ છે તેના માટે હું સૌને ધન્યવાદ પાઠવું છું. - શ્રી જે.પી.નડ્ડાજી
------------
આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઇ પટેલ તથા ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભાજપાના ધારાસભ્યશ્રીઓની બેઠક યોજાઇ હતી.
ત્યારબાદ ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પ્રદેશકક્ષાની સંગઠનાત્મક બેઠકમાં તેમના પ્રેરક સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના આ બે દિવસીય પ્રવાસ દરમ્યાન ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને મળવાનું આયોજન ગુજરાતની ટીમ ભાજપા દ્વારા કરવામાં આવ્યુ છે તેના માટે હું સૌને ધન્યવાદ પાઠવું છું.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં ગુજરાત ભાજપાના જમીની સ્તર પર જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ઉપરાંત ભાજપાની નીતિરીતિને જમીની સ્તર પર કાર્યરત કરવાવાળી ટીમ પણ આજ છે. સાચા અર્થમાં સમગ્ર ગુજરાતમાં ભાજપાની વિચારધારા વ્યાપક રીતે પ્રસારનાર આ ગુજરાત ભાજપા ટીમને મળીને ખુબજ હર્ષની લાગણી અનુભવું છું.
શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, આપણે સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘના સમયની પરિસ્થિતિનો ચિતાર આપતા શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, આજથી ૪૦ વર્ષ પૂર્વ સતત હારવા છતા પણ આપણા કાર્યકર્તાઓ અવિરત પણે ચૂંટણીઓનો સામનો કરતા હતા. જનસંઘ અને દિપના નિશાન માટે લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઇજીની પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિ સમયે અનેક કાર્યકર્તાઓ ભાવુક બન્યા હતા. જેમાં કાર્યકર્તા અને ભાજપાનો અતૂટ લાગણીના સબંધ પ્રતિપાદિત થાય છે.
શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, ભાજપા આજે વિશ્વસ્તરે સૌથી મોટી રાજકિય પાર્ટી બની છે સાથે સાથે સૌથી વધુ રાજ્યોમાં સરકાર રૂપે કાર્યરત છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ હંમેશા કહે છે કે ભાજપાને સર્વોચ્ય સુધી પહોંચવાનું હજી બાકી છે. વર્તમાન સમયમાં યોગ્ય દિશામાં યોગ્ય કાર્ય કરવા માટે અને લોકોની ચિંતા કરતો પક્ષ ભાજપા બન્યો છે. આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક સ્તરે કરેલી ભારતની કાયાપલટ અને ભાજપામાં લોકોનો અતુટ વિશ્વાસ જેવા મુદ્દાઓ પર સંશોધનો કરવામાં આવશે.
શ્રી નડ્ડાજીએ ભાજપાની અંત્યોદયની વિચારધારાને વ્યાપક બનાવવાના નિર્ધાર સાથે જણાવ્યુ હતુ કે, ભાજપા ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપાની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે. આ બાબત કેન્દ્ર સરકારના હાલમાં જ રજુ થયેલા બજેટમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભારત ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનવા તરફ અવિરતપણે આગળ વધી રહ્યુ છે. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. આ તબક્કે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપાના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.
​આજે સમગ્ર દેશ પ્રત્યેક ઘટનાઓ, પ્રત્યેક પરિણામો અને પ્રત્યેક વિકાસકાર્યોને લક્ષ્યમાં લઇને ગુજરાત તરફ મીટ માંડીને બેઠો છે. સમગ્ર દેશના માર્ગદર્શક રાજ્ય તરીકેની ભૂમિકા ગુજરાત ભજવી રહ્યુ છે. ગત ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપાને મળેલ ભવ્ય વિજય બાદ ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપાને ઐતિહાસિક વિજય મળ્યો છે. સાથે સાથે વોટશેર પણ વધ્યો છે. આ સફળતાના સારથી આ સૌ કાર્યકર્તાઓ છો. ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોથી કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ કાર્યકર્તાઓના ઘડતર અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક ઉત્તમ અવસર છે. સમાજના દરેક વર્ગ સુધી સર્વસ્પર્શી અને સર્વવ્યાપક આ અભિયાન બને તે માટે આપણે સૌ કટિબધ્ધ થઇએ.
​શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અને લોકોને તેનાથી મળેલો સીધેસીધો લાભને કારણે ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપાને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે. પાર્ટી અને જનતા વચ્ચેનું માધ્યમ એટલે કાર્યકર્તા. સરકારની તમામ લોકોને સ્પર્શતી, લાભદાયી યોજનાઓ જનજન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું દાયિત્વ કાર્યકર્તાનું છે.
​શ્રી નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા લોકોની જીવનશૈલી સુધારવા સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. વિશ્વના ઘણાખરા દેશોની જેટલી કુલ વસ્તી છે તેના કરતા વધુ લાભાર્થીઓ ‘‘આયુષ્યમાન ભારત’’ યોજનાનો લાભ મળવાનો છે. આજે આયુષ્યમાન ભારત યોજનાની ગણના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમમાં થાય છે.
​શ્રી નડ્ડાએ ભારતની વૈશ્વિક સ્તરે બદલાયેલી છબીને ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે, રશીયા, સાઉથ કોરિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબીયા દ્વારા તેના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી દ્વારા દિલ્હી ખાતે ‘‘ચેમ્પીયન ઓફ ધ અર્થ’’ સન્માનથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને નવાજવામાં આવ્યા છે. આ બધી બાબતો વિશ્વનો ભારત પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે.
​શ્રી નડ્ડાજીએ અંતમાં જણાવ્યુ હતુ કે, સર્વસમાવેષક નીતિઓ મહદ્ અંશે સમાજના દરેક સ્તરે પ્રસરે અને વિચારધારાનો વ્યાપ વધે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. સૌ સાથે મળીને પાર્ટીને યશસ્વી બનાવીએ. દેશ ખુશહાલ બને અને ગૌરવથી કહી શકીએ કે અમે ભારતીય છીએ. ​
આ બેઠકમાં ભાજપા પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજકશ્રી, પ્રદેશ અગ્રણીશ્રીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખશ્રીઓ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

15/05/2019

પ્રેસનોટ
તા. ૧૫.૦૫.૨૦૧૯
------------
‘‘બંગાળ બચાવો - લોકતંત્ર બચાવો’’
------------
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાળમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના રોડ-શો ઉપર તૃણમૂલના કાર્યકરો દ્વારા થયેલા હિચકારા હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો.
------------
મમતા બેનરજીના ઈશારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપાના રોડ-શો અને ભાજપાના અનેક કાર્યકરો ઉપર હિચકારા હુમલાઓ કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે. – શ્રી આઈ.કે.જાડેજા
------------
કેળવણીકાર અને સમાજ સુધારક શ્રી ઈશ્વરચંદ વિદ્યાસાગરના પૂતળાને તોડીને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પર વજ્રાઘાત કર્યો છે. જેને પશ્ચિમ બંગાળની જનતા કદાપી માફ કરશે નહિ. - શ્રી આઈ.કે.જાડેજા
------------
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા શ્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં કાળો અધ્યાય લખાયો છે. – શ્રી કે.સી.પટેલ
------------
પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યાનુંસાર, આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાળના કોલકત્તામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થયેલા હિચકારા હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો.
આ ધરણા કાર્યક્રમમાં મીડિયા સાથેના સંવાદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહાનગર પ્રભારીશ્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભા - ૨૦૧૯ ચુંટણીપર્વ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રજાનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ ભાજપાને મળી રહ્યો છે તે જોઈને તમામ વિરોધપક્ષો હાર ભાળી ગયા છે. આવા જ સમયે પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના ઈશારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હિચકારો હુમલો કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે. આ હિચકારા હુમલાના વિરોધમાં ‘‘પશ્ચિમ બંગાળ બચાવો - લોકશાહી બચાવો’’ અને ‘‘દેશ બચાવો’’ ના નારા સાથે વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરોએ ઉપસ્થિત રહી લોકશાહીની આ કલંકરૂપ ઘટનાના વિરોધમાં ધરણા કર્યા હતા.
વધુમાં શ્રી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય ઈતિહાસના ધરોહર એવા કેળવણીકાર અને સમાજસુધારક શ્રી ઈશ્વરચંદ વિદ્યાસાગર કે જેમણે મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. આવા મહાપુરુષના પૂતળાને તોડીને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પર વજ્રાઘાત કર્યો છે. જેને પશ્ચિમ બંગાળની જનતા કદાપી માફ કરશે નહિ.
પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા શ્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોના આવા હીન કૃત્યથી દેશના ઈતિહાસમાં કાળો અધ્યાય લખાયો છે. જેને દેશની જનતા કદી માફ કરશે નહિ. આવનારી ૨૩ મે, ૨૦૧૯ લોકસભાની પરિણામોમાં પ્રજા તેમને તેનું સ્થાન બતાવી દેશે.
આ ધરણા કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ પંચાલ, મેયર શ્રીમતી બીજલબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અમુલભાઈ ભટ્ટ સહિત શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બોર્ડ/નિગમના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

03/05/2019

कोंग्रेस ने ग़रीब का सिर्फ़ तमाशा ही बनाया हैं

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Parag Sheth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Parag Sheth:

Share