પ.પુ બાપજી કથિત ભાગવત એમના સુત્રો

  • Home
  • India
  • Bhavnagar
  • પ.પુ બાપજી કથિત ભાગવત એમના સુત્રો

પ.પુ બાપજી કથિત ભાગવત  એમના સુત્રો ગૌ સેવા

*શ્રીરામચરિતમાનસ ૩**..ગોસ્વામી તુલસીદાસજીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર**સંવત ૧૫૮૩, જેઠ સુદ ૧૩, ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક ...
15/10/2024

*શ્રીરામચરિતમાનસ ૩*

*..ગોસ્વામી તુલસીદાસજીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર*

*સંવત ૧૫૮૩, જેઠ સુદ ૧૩, ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો* અને તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા.

*એક વાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ.*
*....પાછળ પાછળ તુલસીદાસ પણ ત્યાં જઈ પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું કે*
*🌹(⁠✧✧'મારા આ હાડમાસના શરીરમાં જેટલી તમારી આશક્તિ છે, એનાથી અડધી જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોય.'✧⁠✧)*

*તુલસીદાસજીને આ શબ્દ લાગી ગયા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા.*

*(✧✧ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરીને સાધુવેશ ગ્રહણ કર્યો.✧✧)*

પછી તીર્થાટન કરતાં તેઓ કાશી પહોંચ્યા. માન સરોવરની પાસે તેમને કાકભુશુંડીજીના દર્શન થયા.

*કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું. જેણે તેમને હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી.*

*હનુમાનજીએ કહ્યું, 'તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે',* આથી તુલસીદાસજી ચિત્રકૂટની તરફ ચાલી નીકળ્યા.

*ચિત્રકૂટ પહોંચીને રામઘટ ઉપર તેમને પોતાનું આસન જમાવ્યું.* એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. *માર્ગમાં તેમને શ્રીરામના દર્શન થયા. તેમણે જોયું કે બે ઘણા જ સુંદર રાજકુમાર ઘોડાઓ ઉપર સવાર થઈને ધનુષ્યબાણ લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી એમને જોઈને મુગ્ધ થઈ ગયા, પરંતુ એમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજીએ આવીને એમને સગળો ભેદ બતાવ્યો ત્યારે તે ઘણો પસ્તાવો કરવા લાગ્યા.* હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરી દર્શન થશે.

*સંવત ૧૬૦૭ ની મૌની અમાવસ્યા, બુધવારના દિવસે એમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રગટ થયા. તેમણે બાળકરૂપમાં તુલસીદાસજીને કહ્યું-' બાબા! અમને ચંદન આપો.'* હનુમાનજીએ વિચાર્યું, તેઓ આ વખતે પણ ભ્રમમાં ના રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દુહો કહ્યો -

*ચિત્રકૂટ કે ઘાટ પર*
*ભઈ સંતન કી ભિર |*
*તુલસીદાસ ચંદન ઘીસેં*
*તિલક લેત રઘુબીર ||*

*✧તુલસીદાસજી એ અદભુત શોભાને નિહાળીને શરીરનું ભાન ભૂલી ગયા. ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાડ્યું અને અંતર્ધાન થઈ ગયા.✧*

Address

Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when પ.પુ બાપજી કથિત ભાગવત એમના સુત્રો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share