Jamnagar dentist - Dr. Bharat Katarmal

Jamnagar dentist - Dr. Bharat Katarmal Dentistry

On occasion of Dussehra, something different wishes to friends and patients as my profession.May all your 32 teeth stay ...
18/10/2018

On occasion of Dussehra, something different wishes to friends and patients as my profession.
May all your 32 teeth stay strong and fight cavities, bad breadth and dental decay.
Let this bring you smiles and love.

પાયોરીયાથી કઈ રીતે બચશો?બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે. મોઢામાંથી વાસ આવે છે, પેઢા ફૂલેલા રહે છે, પેઢા નીચે ઉતરત...
23/07/2018

પાયોરીયાથી કઈ રીતે બચશો?

બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે. મોઢામાંથી વાસ આવે છે, પેઢા ફૂલેલા રહે છે, પેઢા નીચે ઉતરતા જાય છે, દાંત હલવા લાગ્યા છે, તો આ જરૂર પાયોરીયાના લક્ષણો હોઈ શકે છે. પાયોરિયા દાંતનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ છે.

સામાન્ય રીતે આ રોગ મોટી ઉંમરે ૩૫ થી ૪૦ વર્ષ પછી થાય છે. આ રોગ નાની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે.

આ પાયોરીયા શું છે? તે કયા કારણોસર થાય છે? તેના લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો અને પાયોરીયાને કારણે દાંત ગુમાવવા ન પડે તે માટે શું કરવું?

સરળ ગુજરાતી ભાષામાં જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..... અને જો આ માહિતી આપને મહત્વની લાગી હોય તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરશો
...આભાર......

Jamnagar dentist Dr. Bharat Katarmal dental and implant clinic at Jamnagar - An ISO 9001:2008 Certified dental clinic.

ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન, ગુજરાતીમાં.મોઢામાંથી ખરાબ વાસથી પરેશાન છો? જાણો તેના કારણો અને ઉપાયોશું લોકો તમારી સાથે વાત કરવા...
17/02/2018

ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન, ગુજરાતીમાં.

મોઢામાંથી ખરાબ વાસથી પરેશાન છો? જાણો તેના કારણો અને ઉપાયો

શું લોકો તમારી સાથે વાત કરવા મોંની વાસને કારણે નજીક આવતા અચકાય છે?

અહી આપને મોંઢામાંથી આવતી દુર્ગંધના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિષે ચર્ચા કરીશું. મોંઢામાંથી આવતી વાસથી લગ્નજીવન, ધંધાદારી કે સામાજીક સંપર્કોને અસર થતી હોવાથી ઘણા લોકો તેના વિષે ખુબ ચિંતાગ્રસ્ત હોય છે અને ખુબ જ શરમ અનુભવે છે. મોઢામાંથી આવતી વાસ ઉડ્ડયનશીલ સલ્ફર તત્વને કારણે હોય છે.

ઉચ્છવાસ ફેફસામાંથી ઉત્પન્ન થઇ શ્વાસનળીમાંથી થઈને નાક કે મોં દ્વારા બહાર નીકળે છે. તેથી ખરાબ વાસનું કારણ આમાંના કોઈ અંગને કારણે હોઈ શકે છે. ૮૦% કિસ્સામાં ખરાબ વાસનું કારણ દાંત કે મોંઢાના રોગોને કારણે હોય છે. જેમકે દાંતનો સડો અને પાયોરીયા.

દાંતની અનિયમિત અવ્યવસ્થિત સફાઈ વાસનું સૌથી મોટું કારણ છે. એ સિવાય દાંતનો સડો(કેવીટી) અને પાયોરીયાથી મોંઢામાં વાસ આવે છે. ધૂમ્રપાનથી તીવ્ર વાસ આવે છે.

આ સિવાય અન્ય કેટલાક વાસ આવવાના કારણો જેવા કે ફેફસામાં રસી, ફેફસાનું કેન્સર, સાયનસનો સોજો, શરદી, ટી.બી., ડાયાબીટીસ, હોજરીનું કેન્સર, લોહીનું કેન્સર, કમળો, નાકમાં મસા, ગળાનું ઇન્ફેકશન હોઈ શકે છે. કેટલાક ખોરાકથી પણ મોંમાં વાસ આવે છે જેમકે લસણ, ડુંગળી કે આલ્કોહોલ. મોંઢેથી શ્વાસ લેવાની ટેવથી પણ વાસ આવે છે. અન્ય કોઈ બીમારીને કારણે જો તાવ આવતો હોય તો પણ મોંમાંથી વાસ આવવી સામાન્ય છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમિયાન મોંમાંથી વાસ આવે છે.
ઉપાય: શ્વાસમાં આવતી દુર્ગંધની સારવાર તે કયા કારણોસર આવે છે, તેના પર આધાર રાખે છે. ૮૦% કિસ્સામાં વાસનું કારણ દાંત અને મોંઢાના રોગોને કારણે હોય છે. શ્વાસમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે

(૧) નિયમીત અને વ્યવસ્થિત દરેક વખતે જમ્યા બાદ બ્રશ વડે દાંતની સફાઈ કરો.
(૨) સારા ટૂથબ્રશ અને ટુથપેસ્ટ ઉપયોગ કરો.
(૩) મીઠાવાળા પાણીના કોગળા ઘણી રાહત આપે છે.
(૪) એન્ટીસેપ્ટીક માઉથવોશથી દુર્ગંધ દુર કરી શકાય છે.
(૫) દાંતમાં જો કેવીટી(સડો) થઇ ગયેલ હોય અને તેમાં ખોરાકના કણો ફસાઈ જતા હોય તો ફીલિંગ કરી શકાય.
(૬) સડી ગયેલા દાંતના મુળિયા જો હોય તો દુર કરાવો.
(૭) દાંત પર છારી કે પ્લાક જામી ગયેલ હોય તો સ્કેલીંગથી દુર કરવો.
(૮) પેઢામાં સોજો હોય, લોહી નીકળતું હોય એટલે કે પાયોરીયા જેવો રોગ હોય તો તેની સારવાર કરાવો.
(૯) જીભ પરથી નિયમિત ઉલ ઉતારો.
(૧૦) મોંમાંથી વાસ આવવાના અન્ય કારણો જેવા કે શરદી, સાયનસનો સોજો, ગળાનું ઇન્ફેકશન, ફેફસાનું ઇન્ફેકશન જેવા રોગ માટે જે તે ડોક્ટર પાસે યોગ્ય સારવાર લો.

નિયમિત દાંતની સફાઈ કરો અને દાંત-મોંઢાના રોગથી દુર રહો.

સુંદર અને સ્વસ્થ સ્મિત માટે, વધુ માહિતી જાણવા ક્લિક કરો .

http://www.drkatarmal.com/2015/01/dental-health-education-in-gujarati.html

Jamnagar dentist Dr. Bharat Katarmal dental and implant clinic at Jamnagar - An ISO 9001:2008 Certified dental clinic.

THANK YOU.Today we have completed 18 successful years of establishment of Dr. Bharat Katarmal Dental Clinic at Jamnagar....
06/02/2018

THANK YOU.

Today we have completed 18 successful years of establishment of Dr. Bharat Katarmal Dental Clinic at Jamnagar.

I am hearty very very thankful to my Family, Friends, Doctors, Patients, my students and everyone who are and will be part of this journey. I specially thank all my patients. It was just impossible without your trust and support.

Thank You Very Much.

http://www.drkatarmal.com/

શું તમે અથવા તમારા વડીલો ઢીલા ચોકઠાથી પરેશાન છો ?ઘણા લોકો માટે ચોકઠું , ખાસ કરીને નીચેનું ચોકઠું પહેરવું ત્રાસદાયક બની ર...
02/10/2017

શું તમે અથવા તમારા વડીલો ઢીલા ચોકઠાથી પરેશાન છો ?
ઘણા લોકો માટે ચોકઠું , ખાસ કરીને નીચેનું ચોકઠું પહેરવું ત્રાસદાયક બની રહે છે. ચોકઠું સરકી જવું, પેઢામાં ઈજા થવી, વારંવાર ચાંદા પડવા અને કયારેક તો ચોકઠું મોઢાંમાંથી બહાર પડી જવું.
પહેલા, મોટા ભાગના લોકો પોતાના ઢીલા ચોકઠાથી ટેવાઈ જતા. ઢીલું ચોકઠું ફાવતું ન હોય, મજા ન આવતી ,છતાં તેનાથી જેવું ખવાય , બોલાય કે હસાય, ચલાવી લેતા હતા.
પણ, હવે સમય બદલાયો છે.
જો તમને તમારા ચોકઠાંથી સંતોષ નથી?? ખુશ નથી??
અમારી પાસે તપાસ કરાવો....અમે તમને મદદ કરીશું કે ચોકઠું કેવી રીતે એક જ જગ્યા પર રહી શકે.
તમે નવા દાંત મેળવી શકો છો.. જેનાથી તમને સારો અનુભવ થશે..સારુ દેખાશે અને ચોકઠાં નુ કાર્ય વ્યવસ્થિત થશે....
અમે તમારા જડબામાં ટાઈટેનીયમના ઈમ્પ્લાન્ટ મૂકી આપીશું, આ ઈમ્પ્લાન્ટ એકદમ સલામત અને સફળતાપૂર્વક તમારા ચોકઠાને જડબા સાથે જકડી રાખશે.
હવે તમારે ઢીલા ચોકઠાથી વધારે પરેશાન થવાની જરૂર નથી. ઈમ્પ્લાન્ટ આધારિત ચોકઠાથી તમે તમારી જીંદગી વધારે સારી ગુણવત્તાયુક્ત માણી શકો છો. તમે ઈચ્છા મુજબ બધું ખાઈ શકો છો અને ખુલ્લા મને ચોકઠું પડી જવાના ભય વગર હસી શકો છો.
હવેથી, જામનગરમાં પણ ઈમ્પ્લાન્ટ આધારિત ચોકઠાની સારવાર સહેલાઈથી ઉપલબ્ધ રહેશે. ઈમ્પ્લાન્ટ આધારિત ચોકઠાંની વધારે માહિતી અને આયોજન માટે ફ્રી કેમ્પનું આયોજન કરેલ છે. ડૉ. ભરત કટારમલ, ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ અને ડૉ. મોનિકા ટાકોદરા, એમ.ડી.એસ. પ્રોસ્થોડોન્ટીસ્ટ તા. ૦૨-૧૦-૨૦૧૭ થી ૦૯-૧૦-૨૦૧૭ દરમિયાન ફ્રી માં માર્ગદર્શન અને આયોજન કરી આપશે.

ફોન પર અગાઉથી નામ નોંધાવવું જરૂરી રહેશે.
Are you or your parents tired from loose denture?
If you have dentures, especially ones for your lower teeth, you know that they can be a challenge. They might slip around, hurt and cause sores, and sometimes even fall out.
In the past people just had to make do with loose dentures. They had to accept that eating, talking, and laughing may no longer feel comfortable or secure.
But, times have changed.
If you are unhappy or uncomfortable with your dentures we encourage you to come in for a consultation to learn how we can help you upgrade to dentures that snap in place and stay secure.
You can have new teeth that look good, feel good, and function well. The treatment of implant supported denture is now regularly available at Jamnagar.
We do this by providing dental implants with attachments your dentures can snap on to. These implants are small titanium screws placed in the jaw that are safe and have an extremely high success rate.
Now no need to suffer more from loose denture. You can improve your quality of life with implant supported denture. You can eat anything you want and laugh freely and confidently without fear of denture fallout.
Now, the treatment of implant supported denture is easily available at Jamnagar. We have arranged free camp for more information and planning for implant supported denture. Dr. Bharat Katarmal, implantologist and Dr. Monika Takodara, MDS Prosthodontist are available for free guidance and planning during dt: 02-10-2017 to 09-10-2017.
It is necessary to take appointment for consultation.
http://www.drkatarmal.com

wish you all happy dashera
30/09/2017

wish you all happy dashera

શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?          બાળકને ગમતું હોય છે હમેશા આનંદદાયક કામ કે રમત. એકનું એક રમકડું કે એ...
19/05/2017

શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?

બાળકને ગમતું હોય છે હમેશા આનંદદાયક કામ કે રમત. એકનું એક રમકડું કે એકની એક રમત પણ એને કાયમ નથી ગમતી તો, સવાર સવારમાં, અડધી ઊંઘમાં અને એય પાછું સ્કુલે જવાનું મોડું થતું હોય ત્યારે દાંતને સાફ કરવાનું કંટાળાજનક કામ કેમ ગમે? અને એમાં પણ સાવ નાના ટેણીયા (૬ મહિના થી ૩ વર્ષ)ઓના દાંત સાફ કરવામાં સારા સારા માબાપને હતાશા આવી જાય છે. સાચી વાતને?
ચાલો કેટલીક ટ્રિક બતાવું, તમારો લાડલો કે લાડલી રમતારમતા બ્રશ કરતા થઇ જાય.

નીચેની લીંક પર ક્લિક કરો અને ગુજરાતી ભાષામાં વાંચો...

http://www.drkatarmal.com/2012/10/blog-post.html

Jamnagar dentist Dr. Bharat Katarmal dental and implant clinic at Jamnagar - An ISO 9001:2008 Certified dental clinic.

Happy Holi with Colorful Smile....
11/03/2017

Happy Holi with Colorful Smile....

Address

Jamnagar
361 001-08

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar dentist - Dr. Bharat Katarmal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Jamnagar dentist - Dr. Bharat Katarmal:

Shortcuts

Share