LILVA VADI SHALA NO.2

  • Home
  • LILVA VADI SHALA NO.2

LILVA VADI SHALA NO.2 શિસ્ત,સંસ્કાર,શિક્ષણ

16/09/2025

બાળકોની ખુશીથી વિશેષ બીજું શું હોય? 😊

આજે શાળાના ભૂલકાઓની ખાસ ફરમાઈશ પૂરી કરવાનો દિવસ હતો! બાળકોની ડિમાન્ડ હતી કે શાળામાં જ સૌની સાથે મેગ્ગી બનાવવામાં આવે અને સાથે મળીને ખાવાની મજા માણવામાં આવે.

બસ, પછી શું હતું! રાઈ અને તેલના તડકા સાથે, ભરપૂર વેજીટેબલ્સ નાખીને તૈયાર થયેલી ગરમાગરમ મેગ્ગીની સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને આનંદ જોઈને ખરેખર ખૂબ જ સંતોષ થયો.

આ નાનકડા આયોજનમાં અમારા "માસ્ટર માઈન્ડ કારીગર" એ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોની આવી નાની-નાની ખુશીઓ જ જીવનને યાદગાર બનાવે છે.

#શાળાનીયાદો #બાળકોનીખુશી #મેગ્ગીટાઈમ #ખાસફરમાઈશ #જીવનનોઆનંદ

લીલવા વાડી શાળા નં. ૨માં શિક્ષકદિનની ઉજવણી!​આજે અમારી શાળાના બાળવાટિકાથી ધોરણ ૫ના બાળકોએ શિક્ષકદિનની ઉજવણી કરી. બાળકોએ શ...
04/09/2025

લીલવા વાડી શાળા નં. ૨માં શિક્ષકદિનની ઉજવણી!

​આજે અમારી શાળાના બાળવાટિકાથી ધોરણ ૫ના બાળકોએ શિક્ષકદિનની ઉજવણી કરી. બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવીને આ દિવસને ખાસ બનાવ્યો.
​આજે શાળાના બાળ આચાર્ય તરીકે જયાબેન અને ઉપાચાર્ય તરીકે સેજલબેને જવાબદારી સંભાળી. એમણે શાળાના આચાર્ય શ્રી કેતનભાઈના માર્ગદર્શન હેઠળ આખો દિવસ શાળાનું સંચાલન કર્યું.
​તમામ બાળકોને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન!

શાળાના તમામ બાળકોને નિપુણ ભારત કિટનું વિતરણ કરવામાં આવ્યું.
22/06/2025

શાળાના તમામ બાળકોને નિપુણ ભારત કિટનું વિતરણ કરવામાં આવ્યું.

તા.21 જૂન 2025   શાળામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી..
22/06/2025

તા.21 જૂન 2025 શાળામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી..

લીલવા વાડી શાળા નં 2 માંથી વિદાય લઈ રહેલા ધોરણ 5ના બાળકો તરફથી યાદગીરી રૂપે શાળાને રાધાકૃષ્ણનો ફોટો ભેટમાં...તેમજ બાળકોન...
03/05/2025

લીલવા વાડી શાળા નં 2 માંથી વિદાય લઈ રહેલા ધોરણ 5ના બાળકો તરફથી યાદગીરી રૂપે શાળાને રાધાકૃષ્ણનો ફોટો ભેટમાં...તેમજ બાળકોને શાળાના આચાર્ય કેતનભાઈ રાણવા તરફથી મિલ્ટનની પાણીની બોટલ આપવામાં આવી. તેમજ શાળાની બચત બેન્કમાં તેઓ બચત કરેલ નાણા તેઓને પરત કરવામાં આવ્યા....

મારા બાલુડાઓ તમે કાયમ માટે દિલમાં રહેશો.....સંધ્યા,સંજના,રિદ્ધિ,વિપુલ...........love you and miss you all my bachcha ..

આજરોજ શ્રી લીલવા વાડી શાળા નં-2 માં ધોરણ 5 ના બાળકોનો દિક્ષાંત સમારોહ અને તેજસ્વી બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.દ...
01/05/2025

આજરોજ શ્રી લીલવા વાડી શાળા નં-2 માં ધોરણ 5 ના બાળકોનો દિક્ષાંત સમારોહ અને તેજસ્વી બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.દરેક ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ બાળકોને શિલ્ડ,મેડલ તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.તેમજ શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને પણ શિલ્ડ અને ઇનામો આપવામાં આવ્યા...આ શાળામાંથી ધોરણ 5 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે જનાર બાળકોને શાળાના આચાર્ય રાણવા કેતનભાઈ તરફથી વિદાયપત્ર અને ભેટ આપવામાં આવી.તેમજ ધોરણ 5 ના બાળકો તરફથી શાળાને સ્મૃતિભેટ આપવામાં આવી....શાળામાં જ રસોઈ બનાવી,તમામ બાળકો,શિક્ષક અને વાલીઓએ સાથે ચટણી-ભજીયા,ટોપરા પાક, ચેવડો તથા છાશનું ભોજન લીધું.....આ કાર્યક્રમમાં પણ દર વખતની જેમ વાલીઓનો ખૂબ જ સાથ સહકાર મળ્યો....હાજર રહેનાર તમામ વાલીઓનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર......

બાળદેવો ભવ....

લીલવા વાડી શાળા નં 2 માં માર્ચ 2025 માસમાં 100% હાજરી આપનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
09/04/2025

લીલવા વાડી શાળા નં 2 માં માર્ચ 2025 માસમાં 100% હાજરી આપનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ CET પરીક્ષામાં અમારી શાળા શ્રી લીલવા વાડી શાળા નં 2 ના ધોરણ 5ના ચાર બાળકોમાંથી પ્રથમ ...
09/04/2025

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ CET પરીક્ષામાં અમારી શાળા શ્રી લીલવા વાડી શાળા નં 2 ના ધોરણ 5ના ચાર બાળકોમાંથી પ્રથમ રાઉન્ડમાં બે બાળકોનો મેરિટમાં સમાવેશ થતાં શાળા પરિવાર વતી બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન....

Address

CHANDRAVADA

361325

Opening Hours

Monday 10:30 - 17:00
Tuesday 10:30 - 17:00
Wednesday 10:30 - 17:00
Thursday 10:30 - 17:00
Friday 10:30 - 17:00
Saturday 07:30 - 23:30

Website

Alerts

Be the first to know and let us send you an email when LILVA VADI SHALA NO.2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your practice to be the top-listed Clinic?

Share