Apple Institute of Child Health

Call Directions Website Contact the practice

Apple Institute of Child Health A Pediatric multi-specialty Hospital with largest and most qualified team of Doctors in Ahmedabad

“મારું બાળક કોઈની સાથે વાત જ કરતું નથી...”ઘરે આખો દિવસ મસ્તીથી વાતો કરતું હોય, પણ બહાર કોઈ પૂછે તો મમ્મી પાછળ સંતાઈ જાય....
02/10/2026

“મારું બાળક કોઈની સાથે વાત જ કરતું નથી...”

ઘરે આખો દિવસ મસ્તીથી વાતો કરતું હોય, પણ બહાર કોઈ પૂછે તો મમ્મી પાછળ સંતાઈ જાય. 😄

આવું ઘણા બાળકોમાં જોવા મળે છે.

એનો અર્થ એ નથી કે બાળકમાં કંઈ ખોટું છે. કેટલાક બાળકોને નવા લોકો, નવી જગ્યા કે નવી પરિસ્થિતિ સાથે comfortable થવામાં થોડો સમય લાગે છે.

એટલે બાળકને વારંવાર “બોલને”, “હેલો કર”, “જવાબ આપ” કહીને દબાણ કરવાને બદલે, તેને ધીમે ધીમે વાતચીતની તક આપવી વધુ મદદરૂપ બની શકે છે. ❤️

નાની વાતથી શરૂઆત કરો.
ઓળખીતા લોકો સાથે વાત કરવા દો.
સાથે રમવા દો.
અને સૌથી મહત્વનું, સમય આપો.

દરેક બાળકનો સ્વભાવ અલગ હોય છે. 🌱

📌 તમારું બાળક પણ મહેમાનો આવે ત્યારે અચાનક એકદમ શાંત થઈ જાય છે? 😄

👇 કોમેન્ટમાં કહો.

એપલ બાળકોની હોસ્પિટલ 💚

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળઉછેર #બાળવિકાસ #બાળકોનીસંભાળ #પેરેન્ટિંગટિપ્સ #ગુજરાતીપેરેન્ટ્સ #અમદાવાદપેરેન્ટ્સ #બાળઆરોગ્ય

Happy Gandhi Jayanti from Apple Children Hospital! 🇮🇳Mahatma Gandhi taught us that kindness, honesty and compassion can ...
02/10/2026

Happy Gandhi Jayanti from Apple Children Hospital! 🇮🇳

Mahatma Gandhi taught us that kindness, honesty and compassion can make a lasting difference in the world. ❤️

This Gandhi Jayanti, let us pass these values on to our children through our everyday actions. A kind word, a helping hand and respect for others can help build a brighter future for the next generation. 🌱

At Apple Children Hospital, Ahmedabad, we believe that caring for children goes beyond their health. It is also about nurturing a healthier, kinder and happier future.

✨ Let’s raise a generation that leads with kindness!

Wishing everyone a peaceful and meaningful Gandhi Jayanti.

📍 Apple Children Hospital, Parimal Garden, Ahmedabad
📞 Emergency: +91 99250 11663
📞 Appointments: +91 99138 11663

બાળકને તાવ આવ્યો એટલે તરત એન્ટિબાયોટિક? 🌡️💊ઘણા માતા-પિતાને તાવ એટલે એન્ટિબાયોટિક એવું લાગે છે. પરંતુ દરેક તાવમાં એન્ટિબા...
28/09/2026

બાળકને તાવ આવ્યો એટલે તરત એન્ટિબાયોટિક? 🌡️💊

ઘણા માતા-પિતાને તાવ એટલે એન્ટિબાયોટિક એવું લાગે છે. પરંતુ દરેક તાવમાં એન્ટિબાયોટિક જરૂરી નથી.

બાળકોમાં તાવ ઘણી વખત વાયરલ ઇન્ફેક્શનને કારણે આવે છે, અને વાયરલ ઇન્ફેક્શન પર એન્ટિબાયોટિક કામ કરતી નથી.

એન્ટિબાયોટિકની જરૂર છે કે નહીં, તે તાવના કારણ અને બાળકની સ્થિતિને આધારે ડૉક્ટર નક્કી કરે છે.

એટલે બાળકને તાવ આવે ત્યારે પોતાની રીતે જૂની કે બચેલી એન્ટિબાયોટિક શરૂ કરવાને બદલે, બાળકની સ્થિતિ ધ્યાનથી જુઓ અને જરૂર પડે ત્યારે બાળરોગ નિષ્ણાતની સલાહ લો.

યાદ રાખો: તાવ આવ્યો એટલે એન્ટિબાયોટિક નહીં. કારણ જાણવું વધુ મહત્વનું છે. ❤️

આ માહિતી બીજા કોઈ માતા-પિતા માટે ઉપયોગી થઈ શકે, તો તેમને પણ શેર કરજો.

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળકનાતાવ #તાવ #એન્ટિબાયોટિક #બાળરોગ #બાળકનીતબિયત #બાળકોનીતબિયત

“મમ્મી... કંટાળો આવે છે!” 😩આ વાક્ય આજકાલ લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે છે.બાળકને કંટાળો આવે એટલે તરત મોબાઇલ કે ટીવી આપી દે...
22/09/2026

“મમ્મી... કંટાળો આવે છે!” 😩

આ વાક્ય આજકાલ લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે છે.

બાળકને કંટાળો આવે એટલે તરત મોબાઇલ કે ટીવી આપી દેવું સૌથી સરળ રસ્તો લાગે છે. 📱

પણ ખરેખર, દરેક વખતે બાળકને વ્યસ્ત રાખવાની જરૂર નથી હોતી.

થોડો કંટાળો બાળકને પોતાની રીતે રમવા, વિચારવા, નવી વસ્તુઓ બનાવવા અને પોતાની કલ્પનાશક્તિ વાપરવાની તક આપે છે. 🎨🧩

આગલી વખતે બાળક કહે, “મને કંટાળો આવે છે”, ત્યારે તરત મોબાઇલ આપવાને બદલે એને થોડો સમય પોતે કંઈક શોધવા દો. ❤️

કદાચ એમાંથી જ એની કોઈ નવી રમત શરૂ થશે!

📌 આ પોસ્ટ એવા માતા-પિતા સાથે શેર કરો જેમના ઘરે પણ આ વાક્ય રોજ સંભળાય છે. 😄

એપલ બાળકોની હોસ્પિટલ 💚

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળઉછેર #બાળકોનીસંભાળ #બાળપણ #પેરેન્ટિંગટિપ્સ #ગુજરાતીપેરેન્ટ્સ #અમદાવાદપેરેન્ટ્સ #બાળઆરોગ્ય #બાળવિકાસ #સ્ક્રીનટાઈમ

બાળકનું વજન વધારે છે એટલે તેને પૂરતું પોષણ મળે છે? 🤔જરૂરી નથી.કેટલાક બાળકો કેલરી તો વધારે લેતા હોય છે, પરંતુ શરીરને જરૂર...
15/09/2026

બાળકનું વજન વધારે છે એટલે તેને પૂરતું પોષણ મળે છે? 🤔

જરૂરી નથી.

કેટલાક બાળકો કેલરી તો વધારે લેતા હોય છે, પરંતુ શરીરને જરૂરી પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન D અને બીજા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી.

આના કારણે બાળકમાં થાક, વારંવાર બીમાર પડવું, ફિક્કાપણું, ધીમો વિકાસ અથવા ખાવામાં નખરા જેવી બાબતો જોવા મળી શકે છે.

એટલે બાળકના સ્વાસ્થ્ય માટે માત્ર વજન નહીં, પરંતુ પોષણ અને વિકાસ બંને પર ધ્યાન આપવું જરૂરી છે. ❤️

👉 આ કેરોસેલમાં એવા 5 સંકેતો વિશે જાણો, જેને માતા-પિતાએ અવગણવા ન જોઈએ.

📌 પોસ્ટ સેવ કરો અને બીજા માતા-પિતા સાથે શેર કરો.

બાળકના વજન, વિકાસ અથવા ખાવાની ટેવ અંગે ચિંતા હોય તો બાળરોગ નિષ્ણાતની સલાહ લો.

એપલ બાળકોની હોસ્પિટલ 💚

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળકોનુંપોષણ #બાળઆરોગ્ય #બાળકોનોવિકાસ #બાળકોનુંવજન #બાળઉછેર #બાળકોનીસંભાળ

ગણેશ ચતુર્થી એટલે ભક્તિ, ખુશી અને પરિવાર સાથેની સુંદર પળો. 🐘❤️ગણેશજીના આશીર્વાદથી દરેક બાળક હંમેશા સ્વસ્થ, ખુશ અને હસતું...
14/09/2026

ગણેશ ચતુર્થી એટલે ભક્તિ, ખુશી અને પરિવાર સાથેની સુંદર પળો. 🐘❤️

ગણેશજીના આશીર્વાદથી દરેક બાળક હંમેશા સ્વસ્થ, ખુશ અને હસતું રહે, એવી પ્રાર્થના. 🌸🙏

આપ સૌને અને આપના પરિવારને
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ! 💚

ગણપતિ બાપ્પા મોરિયા! 🐘✨

📍 એપલ બાળકોની હોસ્પિટલ, પરિમલ ગાર્ડન, અમદાવાદ

#ગણેશચતુર્થી #ગણપતિબાપ્પામોરિયા #ગણેશજી #બાળકૃષ્ણ? #બાળઆરોગ્ય #સ્વસ્થબાળપણ #એપલબાળકોનીહોસ્પિટલ

બાળકનું વજન વધારે છે એટલે તે સંપૂર્ણ સ્વસ્થ છે? 🤔જરૂરી નથી.બાળકનું વજન વધારે હોવા છતાં પણ તેના શરીરને જરૂરી પ્રોટીન, આયર...
10/09/2026

બાળકનું વજન વધારે છે એટલે તે સંપૂર્ણ સ્વસ્થ છે? 🤔

જરૂરી નથી.

બાળકનું વજન વધારે હોવા છતાં પણ તેના શરીરને જરૂરી પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન D અને અન્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન મળતા હોઈ શકે છે.

ઘણી વાર બાળક કેલરી તો વધારે લે છે, પરંતુ જરૂરી પોષણ ઓછું મળે છે.

એટલે બાળકના સ્વાસ્થ્યને સમજવા માટે માત્ર વજન નહીં, પણ તે શું ખાય છે, કેવી રીતે વધે છે અને તેનો વિકાસ કેવો છે એ પણ મહત્વનું છે. ❤️

📌 આ પોસ્ટ સેવ કરો અને અન્ય માતા-પિતા સાથે શેર કરો.

બાળકના વજન, વિકાસ અથવા ખાવાની ટેવ અંગે ચિંતા હોય તો બાળરોગ નિષ્ણાતની સલાહ લો.

એપલ બાળકોની હોસ્પિટલ 💚

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળઆરોગ્ય #બાળકોનુંપોષણ #બાળકોનુંવજન #બાળઉછેર #બાળકોનીસંભાળ

રાખડીનો દોરો નાનો હોય છે, પણ તેની સાથે જોડાયેલી લાગણી બહુ મોટી હોય છે. ❤️ભાઈ-બહેનની નાની નાની નોકઝોક, સાથે રમવું, એકબીજા...
28/08/2026

રાખડીનો દોરો નાનો હોય છે, પણ તેની સાથે જોડાયેલી લાગણી બહુ મોટી હોય છે. ❤️

ભાઈ-બહેનની નાની નાની નોકઝોક, સાથે રમવું, એકબીજાની ફરિયાદ કરવી અને ફરી થોડી જ વારમાં સાથે હસી પડવું...

આ જ તો બાળપણની સૌથી સુંદર યાદો છે. 🥰

આ રક્ષાબંધન પર દરેક ભાઈ-બહેનનો પ્રેમ અને આ સુંદર સંબંધ હંમેશા આવો જ મજબૂત રહે એવી શુભેચ્છા.

🎀 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!

એપલ બાળકોની હોસ્પિટલ તરફથી 💚

#રક્ષાબંધન #રક્ષાબંધનનીશુભકામનાઓ #બાળપણ #બાળઆરોગ્ય #એપલબાળકોનીહોસ્પિટલ

બાળકોમાં ફ્લૂના લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા લાગી શકે છે. તેથી માતા-પિતા માટે એ સમજવું મહત્વનું છે કે બાળક...
27/08/2026

બાળકોમાં ફ્લૂના લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા લાગી શકે છે. તેથી માતા-પિતા માટે એ સમજવું મહત્વનું છે કે બાળકની તબિયતમાં કયા ફેરફારો પર ધ્યાન આપવું અને ક્યારે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી.

આ પોસ્ટને Save 📌 કરી રાખો અને અન્ય માતા-પિતા સાથે Share ↗️ કરો, જેથી જરૂરી સમયે આ માહિતી કામ લાગી શકે.

તમારા બાળકમાં ફ્લૂ જેવા લક્ષણો હોય અથવા તબિયતને લઈને કોઈ ચિંતા હોય, તો સમયસર બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ❤️

📍 એપલ બાળકોની હોસ્પિટલ
પરિમલ ગાર્ડન, અમદાવાદ

#બાળકોમાંફ્લૂ #બાળકોમાંH1N1 #બાળકોનુંસ્વાસ્થ્ય #બાળરોગનિષ્ણાત #એપલબાળકોનીહોસ્પિટલ

“મારું બાળક ખાવામાં બહુ નાટક કરે છે!” 😅આ વાત લગભગ દરેક માતા-પિતાએ ક્યારેક તો કહી જ હશે.બાળકને જમાડવા માટે ચોકલેટ આપવી, મ...
25/08/2026

“મારું બાળક ખાવામાં બહુ નાટક કરે છે!” 😅

આ વાત લગભગ દરેક માતા-પિતાએ ક્યારેક તો કહી જ હશે.

બાળકને જમાડવા માટે ચોકલેટ આપવી, મોબાઇલ ચાલુ કરવો કે મનગમતું કંઈક આપીને જમાડવું શરૂઆતમાં સરળ લાગે છે.

પણ ધીમે ધીમે બાળક ના મન માં જમવાનો સમય એટલે મોબાઇલ અથવા કંઈક ખાસ મળવાનો સમય બની જાય છે.

એટલે પ્રયત્ન કરો કે જમવાનો સમય સરળ અને શાંત રહે. ❤️

🍚 સાથે બેસીને જમો
📵 જમતી વખતે મોબાઇલ બાજુ પર રાખો
🥗 બાળકને અલગ-અલગ ખોરાક ચાખવાની તક આપો
😊 ખાવા માટે જબરદસ્તી ન કરો

દરેક બાળકની ખાવાની ટેવ અલગ હોય છે. થોડું ઓછું ખાય એટલે તરત ચિંતા કરવાની જરૂર નથી.

તમારા ઘરે બાળકને જમાડવું કેટલું મુશ્કેલ છે? 😄

👇 કોમેન્ટમાં સાચું કહો!

📍 એપલ બાળકોની હોસ્પિટલ, અમદાવાદ
સ્વસ્થ બાળપણ માટે તમારી સાથે.

#એપલબાળકોનીહોસ્પિટલ #બાળઆરોગ્ય #બાળકોનીસંભાળ #અમદાવાદ

Address

Dev Complex, 4th Floor, Ambavadi
Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Apple Institute of Child Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Apple Institute of Child Health:

Shortcuts

Share