29/07/2026
શું NEWBORN ને વીંટવું((SWADDLING) ફરજિયાત છે ? જવાબ છે – ના."
બાળકને વીંટાળવું ફરજિયાત નથી. કેટલાક બાળકોને વીંટાળવાથી ગર્ભાશય જેવી હૂંફ અને સુરક્ષાની લાગણી મળે છે, તેઓ ઓછા ચમકે છે અને વધુ સારી રીતે ઊંઘે છે. જ્યારે કેટલાક બાળકોને વીંટાળવું બિલકુલ પસંદ પડતું નથી.
જો તમે બાળકને વીંટાળો, તો ધ્યાન રાખો:
ન વધારે ચુસ્ત, ન વધારે ઢીલું.
કમર અને પગ ઢીલા રહે જેથી પગ સહેલાઈથી હલી શકે.
બાળકને હંમેશા પીઠના બળે જ સુવડાવો.
બાળકનું મોઢું અને નાક ક્યારેય ઢાંકવા નહીં
અને જ્યારે બાળક ઊંધું ફરવાના સંકેત બતાવવા લાગે, ત્યારે વીંટાળવાનું બંધ કરી દો.?