23/05/2020
રાશી નાં નામ તથા તેનાં નામ અક્ષર
રાશિ ૧૨ બાર છે તેનાં નામ નીચે મુજબ છે તથા તેનાં નામ અક્ષર પણ નીચે આપેલા છે એટલે કે બાળકની કઈ રાશિ છે અને તેનું નામકરણ ક્યા અક્ષરો ઉપરથી કરવું જોઈએ તે નીચે મુજબ આપેલું છે.અહીં રાશિને ૧ ૨ ૩ ૪ ૫ ક્રમશઃ ૧૨ સુધી નંબર એટલે કે અંક આપેલા છે.આગળ જ્યારે આપણે જન્મ કુંડળી જોતાં કે બનાવતાં શીખીશું,ત્યારે આ બાર રાશિ શબ્દોમાં લખીએ તો ઘણી જ ઓછી જગ્યા બચે છે,જેથી રાશિને ૧૨ અંકો થી દર્શાવવામાં આવે છે તે આપણે આગળ વિધિવત શીખીશું.
૧) મેષ અ,લ,ઈ
૨) વૃષભ-બ,વ,ઉ
૩) મિથુન-ક,છ,ઘ
૪) કર્ક-ડ,હ
૫) સિંહ-મ,ટ
૬) કન્યા-પ,ઠ
૭) તુલા-ર,ત
૮) વૃશ્ચિક-ન,ય
૯) ધન-ભ,ધ,ફ,ઢ
૧૦) મકર-ખ,જ,જ્ઞ
૧૧) કુંભ-ગ,સ,ષ,શ
૧૨) મીન-દ,ચ,ઝ,થ
નક્ષત્ર તથા તેનાં નામાક્ષર તથા તેનાં દેવ.
નક્ષત્ર કુલ ૨૮ છે જેનાં નામ નીચે મુજબ છે.
અશ્વિની-અશ્વિનીકુમાર
ભરણી-યમ
કૃતિકા-અગ્નિ
રોહિણી-બ્રહ્મા
મૃગશીર્ષ-સોમ/ચંદ્ર
આર્દ્રા-શિવ
પુનર્વસુ-અદિતિ
પુષ્ય-બૃહસ્પતિ
આશ્લેષા-સર્પ
મઘા-પિતૃ દેવ
પૂર્વાફાલ્ગુની-ભગ
ઉત્તરાફાલ્ગુની-અર્યમા
હસ્ત-સૂર્ય
ચિત્રા-ત્વષ્ટા
સ્વાતિ-વાયુ
વિશાખા- ઇન્દ્રાગ્નિ
અનુરાધા- મિત્ર
જ્યેષ્ઠા-ઇન્દ્ર
મૂળ-નિઋતિ
પૂર્વ-ષાઢા-જળ
ઉત્તરાષાઢા-વિશ્વ દેવ
અભિજીત-બ્રહ્મા
શ્રવણ-વિષ્ણુ
ધનિષ્ઠા-વસુ
શતભિષા-વરૂણ
પૂર્વા ભાદ્રપદ-અજૈકપાદ
ઉત્તરા ભાદ્રપદ-અહિબુૅધ્ન
રેવતી-પૂષાદેવ
નોંધ-અભિજીત નક્ષત્ર સિવાય મુખ્ય ૨૭ નક્ષત્ર ધ્યાન માં લેવામાં આવે છે.
યોગ-યોગ ૨૭ છે તેનાં નામ નીચે મુજબ છે.
(૧)વિષ્કુંભ (૧૦) ગંડ. (૧૯) પરિઘ
(૨)પ્રીતિ. (૧૧) વૃદ્ધિ. (૨૦) શિવ
(૩)આયુષ્યમાન(૧૨) ધ્રુવ (૨૧) સિદ્ધ
(૪)સૌભાગ્ય (૧૩) વ્યાઘાત (૨૨) સાધ્ય
(૫) શોભન (૧૪) હર્ષણ (૨૩) શુભ
(૬) અતિગંડ (૧૫) વજ્રશ(૨૪) શુક્લ
(૭) સુકર્મા (૧૬) સિધ્ધિ (૨૫) બ્રહ્મ
(૮) ધૃતિ (૧૭) વ્યતિપાત (૨૬) એંદ્ર
(૯) શૂળ (૧૮) વરીઆન (૨૭) વૈધૃતિ