30/12/2021
પાણી એ જીવન માટેના 6 આવશ્યક પોષક તત્વોમાંનું એક છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી બનેલો છે અને આપણે પાણી વગર માત્ર ત્રણથી પાંચ દિવસ જીવી શકીએ છીએ.
દરરોજ સવારે ખાલી પેટે પાણી પીવાની આદત હમેશાં શરીરને સ્વસ્થ રાખે છે. પાણી આપણા તમામ કોષો, ખાસ કરીને સ્નાયુ કોષોને મહત્વપૂર્ણ પોષક તત્વો પહોંચાડે છે.તે ઉપરાંત ખોરાકના પાચનમાં પણ મદદરૂપ થાય છે અને ત્વચાને પણ હાઇડ્રેટ કરે છે. તેથી શરીરને બેલેન્સ રાખવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પાણી ખુબ જ આવશ્યક તત્વ છે.
એઇમ્સ હોસ્પિટલ, અમરેલી.
ઈમરજન્સી સારવાર માટે કોલ કરો : 7610810827
0279222060