Shreeji Skin & Hair Clinic

Shreeji Skin & Hair Clinic infection



23/08/2026

શું તમારી ચામડીની સારવાર વારંવાર અધૂરી રહી જાય છે?
તેનું કારણ માત્ર દવા નહીં, પરંતુ Uncontrolled Diabetes પણ હોઈ શકે છે.
ઉચ્ચ બ્લડ શુગરને કારણે: ✔️ દાદ અને ફંગલ ઇન્ફેક્શન વારંવાર થઈ શકે છે. ✔️ ઘા મોડા ભરાય છે. ✔️ સારવારનો પ્રતિભાવ ધીમો પડી શકે છે.
જો તમને ડાયાબિટીસ છે અને વારંવાર ચામડીની સમસ્યાઓ થાય છે, તો સ્કિનની સારવાર સાથે બ્લડ શુગરનું નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે.
🏥 શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક
📍 કલિકુંડ – ધોળકા
📞 99743 91014





HealthySkin
DiabetesCare
ShreejiSkinClinic
Dholka
GujaratiHealth
SkinHealth
PreventInfection

16/08/2026

⚠️ લેબલ વગરની ગોરી થવાની ક્રીમ તમારી ત્વચા માટે જોખમી બની શકે છે.

માત્ર સસ્તી છે અથવા કોઈએ વખાણી છે એટલે તેનો ઉપયોગ ન કરો.

✔️ હંમેશા લેબલ વાંચો.
✔️ વિશ્વસનીય કંપનીની પ્રોડક્ટ પસંદ કરો.
✔️ તમારી ત્વચા પ્રમાણે યોગ્ય સારવાર માટે ત્વચા નિષ્ણાતની સલાહ લો.

કેટલીક બિન-લેબલ અથવા અજાણી પ્રોડક્ટમાં નુકસાનકારક ઘટકો અથવા સ્ટેરોઇડ હોઈ શકે છે, જે લાંબા ગાળે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

FaceCare HealthySkin ShreejiSkinClinic Dholka SkinAwareness

14/08/2026

ચામડીના દરેક રોગ માટે માત્ર "ખટાશ" જવાબદાર નથી.
આજની જીવનશૈલીમાં Stress, ચિંતા અને ઊંઘનો અભાવ પણ ઘણા સ્કિન અને વાળના રોગોને વધારી શકે છે.
ત્વચાની સારવાર સાથે મનની શાંતિ અને પૂરતી ઊંઘ પણ એટલી જ મહત્વની છે.






AcneCare
SkinDoctor
Dermatologist
ShreejiSkinClinic
Dholka

"ખટાશ નહીં... હવે STRESS પણ ચામડીના રોગોનું મોટું કારણ!"

05/08/2026

દાદ (Fungal Infection) ની સારવારમાં સૌથી મહત્વનું છે — સાચું નિદાન અને યોગ્ય દવાઓ.
આ વિડિયોમાં અમારા દર્દી પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. દરેક દર્દીનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ યોગ્ય સારવાર અને જરૂરી સમય સુધી દવા ચાલુ રાખવાથી સારા પરિણામ મળી શકે છે.
🙏 તાજેતરના ધોળકા પૂર દરમિયાન આપ સૌએ અમને જે પ્રેમ, સહકાર અને વિશ્વાસ આપ્યો તેના માટે દિલથી આભાર.
🏥 શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક
📍 શ્રીજી આર્કેડ, સરસ્વતી સ્કૂલની સામે, કલિકુંડ, ધોળકા
📞 99743 91014






Dholka
Kalikund
PatientTestimonial
HealthySkin
DholkaFlood
FloodRecovery
StandWithDholka
GujaratFlood
Healthcare
TrustedCare

02/08/2026

🌊 ધોળકામાં આવેલા ઐતિહાસિક પૂરે અનેક પરિવારો અને વ્યવસાયોને અસર પહોંચાડી.
શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક પણ તેમાંથી બાકાત રહી શકી નહીં. ક્લિનિકમાં પાણી ભરાવાને કારણે કેટલીક અદ્યતન ડર્મેટોલોજી મશીનોને નુકસાન થયું છે અને હાલમાં તેમની ટેકનિકલ તપાસ તથા સર્વિસ ચાલી રહી છે.
આથી Laser Hair Removal, Tattoo Removal, PRP, Carbon Laser, Hydra Facial, OxyGlow Facial અને અન્ય કોસ્મેટિક પ્રોસીજર આગામી 1 અઠવાડિયા પછી ફરી શરૂ થશે.
✅ સ્કિન અને વાળના તમામ OPD દર્દીઓની તપાસ તથા દવાની સારવાર રાબેતા મુજબ ચાલુ છે.
આ મુશ્કેલ સમયમાં આપ સૌએ આપેલો પ્રેમ, સહકાર અને વિશ્વાસ અમારું સૌથી મોટું બળ છે. ❤️
અમે ફરીથી વધુ મજબૂતી સાથે તમારી સેવા માટે તૈયાર છીએ.
📍 શ્રીજી આર્કેડ, સરસ્વતી સ્કૂલની સામે, કલિકુંડ, ધોળકા
📞 99743 91014






GujaratFlood
FloodRecovery
ShreejiSkinClinic
Dholka
HealthcareRecovery
SkinDoctor
Dermatology
CommunitySupport
StrongerTogether
RebuildingHope

01/08/2026

ધોળકામાં આવેલા ભારે પૂરને કારણે અમારી ક્લિનિકમાં પાણી ભરાઈ ગયું.
ઘણી દવાઓ, સાધનો અને જરૂરી સામગ્રીને નુકસાન થયું.
વર્ષોની મહેનત એક જ દિવસમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ.
પરંતુ દર્દીઓની સેવા પ્રત્યેનો અમારો વિશ્વાસ અને સંકલ્પ આજે પણ એટલો જ મજબૂત છે.
તમામ શુભેચ્છકો, મિત્રો અને દર્દીઓના સહકાર બદલ દિલથી આભાર.
હવે શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક ફરીથી નિયમિત રીતે કાર્યરત છે અને તમારી સેવા માટે તૈયાર છે.

❤️ "સેવાનો સંકલ્પ અડગ છે."
🏥 શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક
📍 શ્રીજી આર્કેડ, સરસ્વતી સ્કૂલની સામે, કલિકુંડ-ધોળકા
📞 99743 91014






SkinDoctor
Dermatology
GujaratFlood
CommunitySupport
StrongerTogether

31/07/2026

📍 Shreeji Skin & Hair Clinic
🏥 પ્રથમ માળ, શ્રીજી આર્કેડ, સરસ્વતી સ્કૂલ સામે, કલિકુંડ-ધોળકા
📞 99743 91014
Series Name:
"કયું Serum તમારા Skin માટે?

27/07/2026
20/07/2026

વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે એક નાનકડો પ્રયાસ... ❤️

શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક, કાલીકુંડ - ધોળકા ખાતે

👴👵 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલ દર્દીઓ માટે સ્કિન અને હેરની નિઃશુલ્ક તપાસ.

જો વડીલોને નીચે મુજબની સમસ્યા હોય તો જરૂર લાભ લો:

✅ ખંજવાળ
✅ દાદ
✅ સફેદ ડાઘ
✅ ચામડીની એલર્જી
✅ વાળ ખરવા
✅ ન ભરાતા ઘા
✅ નખની સમસ્યાઓ

📍 શ્રીજી સ્કીન એન્ડ હેર ક્લિનિક
કાલીકુંડ, ધોળકા

📞 99743 91014

નોંધ: આ ઓફર માત્ર ડૉક્ટરની કન્સલ્ટેશન (તપાસ) માટે છે. દવાઓ અને અન્ય સારવાર અલગથી રહેશે.





Address

Shreeji Arcade, Kalikund
Dholka

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji Skin & Hair Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category