12/08/2026
"સાહેબ, અઠવાડિયામાં બે-ત્રણ વાર તો મારે ઇન્જેક્શન અને બાટલા ચડાવવા દવાખાને દોડવું જ પડતું... ખાલી ગેસ નહિ, મને તો એમ થાતું કે હમણાં હાર્ટ એટેક આવી જશે અને હું મરી જઈશ."
મિત્રો, આ શબ્દો છે રાપરથી આવેલા શંકરભાઈના. જ્યારે તેઓ મારી સામે આવીને બેઠા, ત્યારે એમની આંખોમાં મેં એક લાચારી જોઈ હતી. એક એવું દર્દ જે માત્ર શરીરમાં નહિ, પણ એમના મનમાં ઘર કરી ગયું હતું.
તમે વિચાર તો કરો, એક માણસ રોજ સવારે ઉઠે અને નાસ્તાને બદલે ૬ થી ૭ ટીકડીઓ ગળવી પડે! શંકરભાઈની આ રોજિંદી નરક જેવી હાલત હતી. મસાનું ઓપરેશન કરાવ્યું અને ત્યારથી એમને જે ગેસ અને એસીડીટીની તકલીફ શરુ થઇ, એણે એમનું જીવવું હરામ કરી નાખ્યું હતું.
એમને સાદો ગેસ નહોતો, એમને 'ઊંધો ગેસ' ચડતો હતો. જમ્યા પછી પેટમાં અને છાતીમાં એવો તો 'ગોટો' વળી જાય કે શ્વાસ લેવો પણ ભારે પડે. છાતીમાં એટલો દુખાવો અને ગભરામણ થાય કે એમને બીક લાગતી કે આ ગેસ છે કે હાર્ટ એટેક? ક્યારેક તો અડધી રાત્રે પણ એમને એમ થાતું કે જીવ જતો રહેશે.
સૌથી વધારે પીડા તો એ વાતની હતી કે ભૂખ લાગે પણ ખાઈ ન શકાય. જમવા બેસે એટલે એવું લાગે કે પેટમાં પથ્થર ભરેલા છે. પાચન તો થાતું જ નહિ, બસ પેટ ભારે ને ભારે રહેતું. ઘણીવાર તો એ ગભરામણ ઓછી કરવા માટે એમને જાતે કરીને ઉલટી કરવી પડતી, ત્યારે જઈને માંડ થોડી શાંતિ મળતી. શું આને જિંદગી કહેવાય?
એ બિચારા ઇલાજ માટે ક્યાં નથી ભટક્યા? પાટણ ગયા, રાધનપુર ગયા, અલગ અલગ ડોકટરો બદલ્યા. ૩૦,૦૦૦ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો પણ પરિણામ શૂન્ય! ઉપરથી જે અંગ્રેજી દવાઓ લેતા એ એમને શરીરમાં એટલી 'ગરમ' પડતી કે દવા પીવે ને તરત રિએક્શન આવે અને સીધું બાટલા ચડાવવા હોસ્પિટલ ભાગવું પડતું. એક સાજા થવા માટેની દવા બીજી મુસીબત ઉભી કરતી હતી.
શંકરભાઈ જયારે આપણે ત્યાં સંજીવની હોસ્પિટલમાં આવ્યા ત્યારે મેં જોયું કે આ કોઈ માનસિક વહેમ નથી, પણ આયુર્વેદમાં જેને 'ઉદાવર્ત' કહેવાય છે એ તકલીફ છે. ગેસ નીચે જવાને બદલે ઉપર ચડે છે. અમે એમને શુદ્ધ આયુર્વેદિક દવા અને પંચકર્મ સારવાર શરુ કરી. અને ચમત્કાર જુઓ!
જે માણસ રોજ ૭ ગોળીઓ ખાતો હતો, એની બધી જ એલોપેથી ગોળીઓ માત્ર ૧૪ દિવસમાં બંધ થઇ ગઈ! જેમને અઠવાડિયે બે વાર બાટલા ચડાવવા પડતા, એમને ૩ મહિનાની સારવારમાં એકપણ ઇન્જેક્શન લેવાની જરૂર નથી પડી.
અમારી દવા એમને જરાય ગરમ ન પડી. ઉલટાનું પંચકર્મ પછી તો એમને શરીરમાં એવી સ્ફૂર્તિ આવી ગઈ કે જાણે નવું શરીર મળી ગયું હોય. આજે શંકરભાઈ ૧૦૦ એ ૧૦૦ ટકા સ્વસ્થ છે. એ છાતીનો ભાર, એ એટેકનો ડર, એ ઉલટીઓ... બધું જ ગાયબ થઇ ગયું છે. હવે એમને સંતોષ છે અને ચહેરા પર શાંતિ છે.
મિત્રો, જો તમે પણ શંકરભાઈની જેમ ગેસના ગોટા અને દવાની ગરમીથી કંટાળી ગયા હોવ, તો નિરાશ ન થતા. સાચું નિદાન અને આપણું આયુર્વેદ તમને ૧૦૦% સાજા કરી શકે છે.
ડો . વિશાલ પંડયા ( M.D.Ayurved ) મો - 94844 94574
વૉટ્સએપ - 93277 52537
આ વાત ખાલી શંકરભાઈની નથી, પણ એવા હજારો લોકોની છે જે રોજ ગેસ અને એસીડીટીની મુસીબત મૂંગા મોઢે સહન કરે છે. આ મેસેજ એવા દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો જે દવાઓ ખાઈને થાકી ગયા છે. કદાચ તમારું એક શેર કોઈકના જીવનમાંથી દર્દ હંમેશ માટે દૂર કરી શકે છે.
આ વીડિયો પૂરો જોવા માટે નીચે કૉમેન્ટ માં લિંક આપી છે તે ક્લિક કરો
⭐️⭐️⭐️⭐️⭐️