Shashvat ayurveda

Shashvat ayurveda Live a long and helthy life by ayurveda.....

22/08/2018

કાકડી
તબિયત કરે ફાંકડી

બીટ
શરીરને રાખે ફિટ

ગાજર
તંદુરસ્તી હાજર

મગ
સારા ચાલે પગ

મેગી
ખરાબ કરે લેંગી

ઘઉં
વજન વધારે બહુ

ભાત
બુદ્ધિને આપે સાથ

સૂકા મરચા
કરાવે વધારે ખર્ચા

દહીં
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

ખજૂર
શક્તિ હાજરાહજૂર

દાડમ
કરે મડદાંને બેઠું તેવી શક્તિ

જાંબુ
જીવન કરે નિરોગીને લાબું

જામફળ
એટલે મજાનું ફળ

નારીયેળ
એટલે ધરતીમાતાનું ધાવણ

દૂધી
કરે લોહીની શુદ્ધિ

કારેલા
ના ઉતરવાદે
ડાયાબિટીસના રેલા

તલ ને દેશી ગોળ
આરોગ્યને મળે બળ

કાચું
એટલું સાચુને રંધાયેલું
એટલું ગંધાયેલું

લાલ ટમેટા
જેવા થવું હોય તો લાલ.
ટમેટા ખાજો

આદુ
નો જાદુ

ડબલફિલ્ટર તેલ
કરાવે બીમારીના ખેલ

મધ
દુઃખોનો કરે વધ

ગુટખા
બીમારીના ઝટકા

શરાબ
જીવન કરે ખરાબ

દારૂ
રૂપિયા બગાડવાનું બારું

શિયાળામાં ખાય બાજરી
ત્યાં આરોગ્યની હાજરી

ઈંડુ
તબિયતનું મીંડું

દેશી ગોળ ને ચણા
શક્તિ વધારે ઘણા

બપોરે ખાધા પછી છાસ
પછી થાય હાશ

હરડે
બધા રોગને મરડે

ત્રિફળાની ફાકી
રોગ જાય થાકી

સંચળ
શરીર રાખે ચંચળ

મકાઈના રોટલા
શક્તિના પોટલા

ભજીયા
કરે પેટના કજિયા

રોજ ખાય પકોડી
હાલત થાય કફોડી

પાઉને પીઝા
બીમારીના વિઝા

દેશી ગોળનો શીરો
આરોગ્યનો હીરો

*સર્વે સન્તુ નિરામયા*

11/07/2018
Heart Diseases મુખ્ય કારણ વિષાદ...હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર...
26/02/2018

Heart Diseases મુખ્ય કારણ વિષાદ...
હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બન્યા.દિલ ઉપર ઘણી જ ફિલ્મો થી માંડી ગીતો ગવાઈ ચુક્યા છે કેમકે દિલ હૈ કી માનતા નહિ.હદય એક સ્વાયત્ત (Autonomus) અવયવ છે.જેમ હાલ આંતરડા ને પોતાને એક મગજ હોય છે એ દિશામાં શોધો થઇ રહી છે એમ વર્ષો થી હદય ને પોતાની એક સ્વતંત્ર કાર્યપ્રણાલી છે એ સિદ્ધ થઇ ચુક્યું છે. જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી... જે હદય આખા શરીર માં પમ્પીંગ કરી લોહી પહોંચાડે પરંતુ જયારે તેને જ કામ કરવા લોહી પહોંચાડતી નળીઓ કોરોનરી આર્ટરીઝમાં જ્યારેખામી સર્જાય ત્યારે બ્લોકેજ,ફેઇલ્યોર,એરેસ્ટ,માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે.ચોક્કસ ભાગ માં લોહી પહોંચતું બંધ થવાથી તે ભાગ ના કોષો મૃત-જડ થતા જાય તેને માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન કહે છે.તે વધવાથી કે બ્લોકેજ મુખ્ય નળી માં હોય તો અચાનક હદય બંધ પડી જાય છે...
આયુર્વેદ માં હજારો વર્ષ પહેલા શરીર માં મુખ્ય ત્રણ મર્મો નું વર્ણન કરેલું છે.મર્મ એટલે વાઈટલ પાર્ટ કે જેમાં પ્રાણ રહે છે.જે છે હદય,બસ્તિ(કીડની સહીત બ્લેડર) અને મસ્તિષ્ક.આજે પણ આ ત્રણ ભાગ ના રોગો કે આ ત્રણ ભાગ ના ઓપરેશન માં પ્રાણ નો ખતરો ખાસ રહેલો હોય છે.જાડો હોય એને હદય રોગ વધુ થાય,ચરબી વાળા ને વધુ થાય એવું સાંભળ્યું હતું તો આ પાતળા બાંધા ના લોકો ને પણ થાય છે એનું શું?? ચાલો કારણો તપાસીએ...
૧.ચિંતા: સતત માણસ ને કોરી ખાનારી કોઈક ને કોઈક ચિંતા, કોઈક વાત નો સતત ભય,ત્રાસ વગેરે કારણો થી શરીર ના હદય માં રહેલું ઓજ તત્વ ઘટે છે અને હુમલો થઇ શકે.શરીર નું ઓજ કે ઓરા માપવાના કેમેરા પણ આવી ચુક્યા છે. ખુશ વ્યક્તિ અને દુઃખી ની ઓરા અભણ પણ અલગ તારવી શકે છે.અચાનક મન પર આઘાત થવાથી પણ હુમલા ના કિસ્સા બને છે.જેમ જેમ વિકાસ અને સાધનો વધતા જાય છે તેમ તેમ લોકો ની અપેક્ષાઓ વધતી જાય છે.અધીરાઈ અને ચડસાચડસી ની દૌડ અને દેખાદેખી માં પાછળ રહી જવાથી હદય જાણે વિંધાય છે.આ આઘાતો હુમલા તરફ દોરી જાય છે.
૨.ખોટા ઉપચારો: કોઈક પણ રોગ થાય તરત દબાવી દેવો,વધારે પડતી પાવર વાળી દવાઓ,દુઃખાવા ની દવાઓ, વિટામીન ના ફાંકડા,વારેતહેવારે શોખ ખાતર કરાવતા ઓપરેશન હદય ને ચોક્કસ નુકસાન પહોંચાડે છે.રોજ પેટ સાફ કરતા ભારે દવાઓ લેવાથી પણ હાર્ટએટેક આવી શકે કોક વાર હરડે પણ શરીર માંથી સ્નેહ ઓછો કરી વાયુ વધારી એટેક લાવી શકે.જાતે દવાઓ માટે જ ના લેવી.મેડીકલેઈમ મળતો ભલે હોય નાના નાના રોગો માં દાખલ થઈ દવાઓ ઓપરેશન કરાવવા નુકસાનકરી જ શકે
૩.તેલ/ઘી વિવેક : સાવ તેલ ઘી બંધ કરી કોરે કોરું લુખ્ખું ખાવાથી એટેક આવી શકે. સમજ્યા વગર ના ડાયેટ પ્લાનો,ઝીરો ફિગર ની પળોજણ તે માટે ની દવાઓ, ફિગર જાળવી રાખવા ખાવું અને પછી ઉલટીઓ કરવી,ખાલી પ્રોટીન પાવડર પી કસરતો કરે રાખવી વગેરે નુકસાન કારક ખરું જ.
ચરબી બે પ્રકાર ની છે: ૧. સંતૃપ્ત જે સામાન્ય કે તેથી ઓછા તાપમાને થીજેલી હોય. પનીર,ચીઝ,મોટા ભાગના તેલ,વનસ્પતિ ઘી.જે હાર્ટ માટે નુકસાન કારક છે.
૨.અસંતૃપ્ત ચરબી : દેશી ગાયનું ઘી, કોપરેલ, તલનું તેલ જે હાર્ટ માટે નુકસાન કારક નથી
હાલ સફોલા નામે કરડી નું તેલ અને સુરજ મુખી ના તેલ ખાવાની સલાહો અપાય છે.પરંતુ આ આયુર્વેદ ની દ્રષ્ટિ એ ખાસ મદદરૂપ નથી તેના બદલે દેશી ઘી ની ચોપડેલી રોટલી ખાવી સારી
૪. વ્યસન: તમાકુ લોહી નળીઓ ને કડક અને સ્થિતિસ્થાપકતા વગર ની બનાવી દે છે.ઓજ ને ઘટાડી હદય ને કોરું કરી ચોક્કસ હુમલો લાવે છે. વધુ પડતું દારુ નું સેવન પણ હુમલો લાવી શકે પરંતુ ડોક્ટર ની સલાહ થી યોગ્ય માત્રા માં દ્રાક્ષાસવ કે બ્રાંડી સારા ગણાય છે.
૫.કમ ખાવ,ગમ ખાવ : ઠાંસી ઠાંસી ને જમવું અને ફેશન ખાતર પંજાબી,માંસ ની વાનગીઓ ખાવી એ હદય રોગ તરફ દોરી જાય.સૂપ,સ્ટાર્ટર,ભારે ખોરાક ને છેલ્લે આઈસક્રીમ ખાવાથી ખોરાક પચતો નથી.હદય અકળામણ અનુભવે છે.જેમ આપને અકળામણ માંથી બહાર આવવા આળસ ખાઈ ફ્રેશ થઈએ એમ હાર્ટ પણ અકળાય ત્યારે દુઃખાવા રૂપે આળસ કાઢે છે જેને એન્જાઈના કહે છે...
૬.જાતીય સંબંધો : અતિશય જાતીય આવેગ કે ઉત્કટતા પૂર્વક સંબંધ બાંધવા, નશીલા દ્રવ્યો ની કિક લઇ સંબંધ બાંધવા કે અજાણ્યા પાર્ટનર જોડે સંબંધ બાંધવાથી હદય પર ભાર ખુબ આવે છે.અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી વખતે ઘણા ને હુમલો આવ્યો હોવાના કિસ્સા પણ બનતા હોય છે.જેમ નાક ખોલવાની દવા અમુક સમય પછી આડ અસર રૂપે પોતે જ નાક બંધ કરે એમ જાતીયતા વધારતી દવાઓ હદય રોગ નો હુમલો ચોક્કસ કરે જ છે.
શું ધ્યાને લેવું??
૧. વાસ્તવિકતા નો સ્વીકાર કરી તણાવમુક્ત જીવન જીવો. હદય ખોલવા માટે અંગત કોઈક રાખો.બધું મૂકી સપ્તાહ માં એક વાર ધ્યાન કરી પ્રફુલ્લિત વાતાવરણ માં રહેવું...યોગ,આસનો શીખવા
૨.બેઠાડું જીવન મૂકી વ્યાયામ કરવા, ચાલવું દોડવું જરૂરી.ખાસ પોતાનું કામ પોતે કરવું.નજીક જવાના કામ માટે વાહન ન વાપરવું
૩.જીભ પર કાબુ રાખવો.જાણ હોવા છતાં ખાનાર ને હાથે કરી આફત નોતરનાર માટે બ્રહ્મા પણ કાઈ કરી શકતા નથી.વ્યસન પણ મુકવા.ચાલુ કરવા દવા લીધી હતી?તો બંધ કરવા દવા ની શી જરૂર? મન થી મક્કમ બની તમાકુ,સિગારેટ,દારૂ મુકવા. ખોટી દલીલો ના કરવી.તમે પોતે નહિ તો તમારા સંતાન પણ આનો તમારા જીન્સ થકી ભોગ બનશે એ સનાતન સત્ય છે.ગર્ભાવસ્થા માં પુરતું પોષણ ન લેનાર કે વ્યસન કરનાર માં ના સંતાનો ને ચોક્કસ હદયરોગ થાય છે.
૪.એક ઝાટકે કામ પૂરું કરવાની ટેવ,અધીરાઈ,ખોટી ઉતાવળ,હું જ પરફેક્ટ,સતત પ્રેશર માં કે ટાર્ગેટ ની દોડધામ માં ના રહેવું.
૫.કુદરતી વેગો રોકશો નહિ.ઝાડો-પેશાબ,ઊંઘ,રુદન આદિ ને રોકી ના રાખો.રડો તો મન મૂકી ધન ધનાઈ ને રડો.દિલ દઈ રડો.રોકેલો આવેગ ક્યારેક તો ઉથલો મારે જ છે.જબ વી મેટ ની કરીનાની જેમ નકામી વસ્તુઓ ને જીદગી માંથી ફ્લશ કરી નાખો.હદય માં સંઘરી રાખવાથી ચિંતા વધે એના કરતા અઠ્ઠે મારે ડાયલોગ સાથે જિંદગી જીવો.થોડા જાડી ચામડી ના બની જાવ...
૬.ખુબ ચાવી ચાવી ને ખાવ,બે ભોજન ના ટાઈમ વચ્ચે કાઈ ના ખાવ.ભૂખ થી થોડું ઓછું ખાવ.સમયે કકડી ને ભૂખ લાગે, પાકેલું ફળ ખરે એમ ૩-૫ મિનીટ માં મળ નીકળી જાય ને ગાદલા માં પડતા વ્હેંત ઊંઘ આવે તો તમારા સપનેય હદય રોગ નહિ જ આવે.
૭.નકામાં રિપોર્ટો,વારંવાર તપાસો એક્ષરે સોનોગ્રાફી થી બચો.કારણ વગર હળદર પણ ના ફાકો.૪૦ વર્ષ પછી દર વરસે એક પંચકર્મ કરવી શરીર ની શુદ્ધિ કરો આ એક પ્રકાર ની બોડી સર્વિસ જ છે.સાચું પંચકર્મ કોને કહેવાય તે જાણી લો.અઠવાડિયે એકાદ નકોરડો ઉપવાસ કરો ઈન્ટરનેટ,મોબાઈલ,ટીવી વગરનો ખાસ નકોરડો..
૮.છેલ્લે એક જ્યોતિષ ની વાત.હું ખાસ માનતો નથી પણ કોઈ માનતું હોય એના માટે. ઉત્તર દિશા માં સુવાથી હુમલા ની શક્યતા વધે છે .પાટડા કે બીમ નીચે ના સુવું.ઇશાન ખૂણા માં કે પૂર્વ માં સુવું.તાંબા ના વાસણો વધુ વાપરવા.રુદ્રાક્ષ ધારણ કરવો. આ શાસ્ત્ર હ્મ્બક નથી જ ચોક્કસ ગણતરી થી રચાયેલું હોઈ આ ઉમેર્યું છે.ઉનાળો આવે છે પાકેલી કેરીઓ,લીંબુ ના સરબતો ખાસ પીજો હદય માટે સારા છે.
જાણકારી બધી રાખવી,ડોકટરો ને પ્રશ્નો નો મારો ચલાવી થકવી દેવા,ઈમરજન્સી પિલ્સ ખિસ્સા માં રાખવી.૧૦૮ એપ્લીકેશન ડાઉનલોડ કરી લેવી.આગોતરા આયોજનો ક્યારેય ઈમરજન્સી લાવતા નથી.

THE SIGNIFICANCE OF MAHASHIVRATRIThe fourteenth day of every lunar month or the day before the new moon is known as Shiv...
13/02/2018

THE SIGNIFICANCE OF MAHASHIVRATRI

The fourteenth day of every lunar month or the day before the new moon is known as Shivratri. Among all the twelve Shivratris that occur in a calendar year, Mahashivratri, the one that occurs in February-March is of the most spiritual significance. On this night, the northern hemisphere of the planet is positioned in such a way that there is a natural upsurge of energy in a human being. This is a day when nature is pushing one towards one’s spiritual peak. It is to make use of this, that in this tradition, we establish a certain festival which is night-long. One of the fundamentals of this night-long festival is to ensure that – to allow this natural upsurge of energies to find their way – you remain with your spine vertical – you stay awake.

Mahashivratri is very significant for people who are on the spiritual path. It is also very significant for people who are in family situations, and also for the ambitious in the world. People who live in family situations observe Mahashivratri as Shiva’s wedding anniversary. Those with worldly ambitions see that day as the day Shiva conquered all his enemies.

But, for the ascetics, it is the day he became one with Mount Kailash. He became like a mountain – absolutely still. In the yogic tradition, Shiva is not worshipped as a God, but considered as the Adi Guru, the first Guru from whom the knowledge originated. After many millennia in meditation, one day he became absolutely still. That day is Mahashivratri. All movement in him stopped and he became utterly still, so ascetics see Mahashivratri as the night of stillness.

Legends apart, why this day and night are held in such importance in the yogic traditions is because of the possibilities it presents to a spiritual seeker. Modern science has gone through many phases and arrived at a point today where they are out to prove to you that everything that you know as life, everything that you know as matter and existence, everything that you know as the cosmos and galaxies, is just one energy which manifests itself in millions of ways.

This scientific fact is an experiential reality in every yogi. The word “yogi” means one who has realized the oneness of the Existence. When I say “yoga,” I am not referring to any one particular practice or system. All longing to know the unbounded, all longing to know the oneness in the Existence is yoga. The night of Mahashivratri offers a person an opportunity to experience this.

Shivratri, is the darkest day of the month. Celebrating Shivratri on a monthly basis, and the particular day, Mahashivratri, almost seems like celebration of darkness. Any logical mind would resist darkness and naturally opt for light. But the word “Shiva” literally means “that which is not.” “That which is,” is existence and creation. “That which is not” is Shiva. “That which is not” means, if you open your eyes and look around, if your vision is for small things, you will see lots of creation. If your vision is really looking for big things, you will see the biggest presence in the existence is a vast emptiness. A few spots which we call galaxies are generally much noticed, but the vast emptiness that holds them does not come into everybody’s notice. This vastness, this unbounded emptiness, is what is referred to as Shiva. Today, modern science also proves that everything comes from nothing and goes back to nothing. It is in this context that Shiva, the vast emptiness or nothingness, is referred to as the great lord, or Mahadeva.

Every religion, every culture on this planet has always been talking about the omnipresent, all-pervading nature of the divine. If we look at it, the only thing that can be truly all-pervading, the only thing that can be everywhere is darkness, nothingness, or emptiness. Generally, when people are seeking well-being, we talk of the divine as light. When people are no longer seeking well-being, when they are looking beyond their life in terms of dissolving, if the object of their worship and their sadhana is dissolution, then we always refer to the divine as darkness.

Light is a brief happening in your mind. Light is not eternal, it is always a limited possibility because it happens and it ends. The greatest source of light that we know on this planet is the sun. Even the sun’s light, you could stop it with your hand and leave a shadow of darkness behind.

But darkness is all-enveloping, everywhere. The immature minds in the world have always described darkness as the devil. But when you describe the divine as all-pervading, you are obviously referring to the divine as darkness, because only darkness is all-pervading. It is everywhere. It does not need any support from anything. Light always comes from a source that is burning itself out. It has a beginning and an end. It is always from a limited source. Darkness has no source. It is a source unto itself. It is all-pervading, everywhere, omnipresent. So when we say Shiva, it is this vast emptiness of existence. It is in the lap of this vast emptiness that all creation has happened. It is that lap of emptiness that we refer to as the Shiva.

In Indian culture, all the ancient prayers were not about saving yourself, protecting yourself or doing better in life. All the ancient prayers have always been “Oh lord, destroy me so that I can become like yourself.”

So when we say Shivratri, which is the darkest night of the month, it is an opportunity for one to dissolve their limitedness, to experience the unboundedness of the source of creation which is the seed in every human being. Mahashivratri is an opportunity and a possibility to bring yourself to that experience of the vast emptiness within every human being, which is the source of all creation.

On the one hand, Shiva is known as the destroyer. On the other, he is known as the most compassionate. He is also known to be the greatest of the givers. The yogic lore is rife with many stories about Shiva’s compassion. The ways of expression of his compassion have been incredible and astonishing at the same time. So Mahashivratri is a special night for receiving too.

It is our wish and blessing that you must not pass this night without knowing at least a moment of the vastness of this emptiness that we call as Shiva. Let this night not just be a night of wakefulness, let this night be a night of awakening...

05/01/2018

જેમ એક ચુટકી સિંદુરની કીમત રમેશબાબુને ન’તી ખબર એમ એક ટીપું તેલ ની કીમત આજની રસોડા ની કરીનાઓને નથી ખબર. આજકાલ બસ એક ટીપું ઓઈલ નાખી વાનગી બનાવવી એ એક ફેશન થઇ ગઈ છે, પાતળી પરમાર બનવાની હોડો જામી છે, ટ્રેક પર દોડી પ્રસ્વેદ બિંદુઓથી નીતરતી લલનાઓ ખુશ્બુ ગુજરાતણ કી ફેલાવી ને. જીમો(Gymનું બહુવચન) ને તરબતર મદમસ્ત રાખે છે. પણ કદરદાન અને મહેરબાન શું સાચે તમે ઓબેઝ છો? શું આ ઊછળકુદ અને ડાયેટો જરૂરી છે? ડીયર આંટીઝ ઇતના દૌડકે ક્યા દિલ્હી જાઓગી?? ઝરા સુન તો લો…

આયુર્વેદમાં કહ્યું છે કે ચાલતી કે દૌડતી વખતે “ચલ સ્ફિક ઉદર સ્તન” અર્થાત નિતંબ, ફાંદઅને ઉરોજ વગેરે ઉપાંગો ચાલતી કે દૌડતી વખતે હલતા હલતા હોય તો તમે મેદોરોગ ના રોગી છો, જો નહીં તો બોસ મૂકી તો આ જીમ ને ડાયેટ ખાખરા. તમે એના માટે બન્યા જ નથી. આ શરીરનો શુદ્ધ મેદ છે, તમારું બેંક બેલેન્સ છે. અમુક અંગો ઉપાંગોમાં મેદ જરૂરી છે, પહેલા વજનદાર મહિલાઓ શેઠાણીમાં ખપતી અને સુડોળ ભરેલી શીંગ જેવા શરીરો સૌન્દર્ય માં ખપતા. સમજ્યું શું ને કર્યું શું? આંખનું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ ઝીરો ફિગરે કર્યો છે. પોષણનું કામ સ્તનની ચરબી અને ગર્ભાશયના રક્ષણનું કામ ઉદરસ્થ ચરબી આંશિક રીતે કરે છે. હા અહી એક બીજી વાત સમજવા જેવી છે કે ઘણી મહિલાઓને માત્ર હાથ ના બાવડાં વધવા, માત્ર પેડુનો ભાગ ફૂલી જવો કે માત્ર નિતંબ નો ભાગ વધવો વગેરે જોવા મળે છે. સ્ત્રીઓમાં માસિક દરમિયાન ખાવાપીવામાં ધ્યાન ન રાખવાથી પેડુ વગેરેમાં ચરબી ભરાઈ આ ભાગો ફૂલી જાય છે. માસિક વખતે ન પચે એવા ભારે કે દૂધના ખોરાક લેવાથી પચતા નથી અને તેનું ચરબી માં રૂપાંતર થાય છે. આ વખતે શરીરમાં અને લોહીમાં ખાટો ભાગ વધી જતો હોવાથી આવા ખોરાક ન લેવા અને આરામ કરવો સારો.

પ્રસુતિ પછી પણ ગર્ભાશય શુદ્ધ થાય તેવા ઉકાળા ત્રણ મહિના લેવા, છ મહિના સુધી રોજ માલીશ-શેક લેવા અને સુંઠની રાબ પીવાથી થાયરોઈડ જેવા રોગો કે મેદભરાતો નથી. વળી આવુંજ પાલન માસિક બંધ થયા પછી મેનોપોઝમાં કરવાનું રહે છે જો એમ કરવામાં આવે તો ક્યારેય મેનોપોઝ પછી વજન વધતું નથી. આયુર્વેદમાં શરીરમાં જેટલા પણ છિદ્રો છે ત્યાં બધે જ સ્નેહ-તેલ ધારણ કરવાનું કહ્યું છે. કેમકે શરીર માં બળ આપવું, ધારણ કરવું અને શરીરને ટકાવવું બધા કામ કરનારી ધાતુઓ સ્નેહ સમાન દ્રવ્યો થી જ બનેલી છે. સંદેશાઓની આપ લે કરતી નર્વસ સીસ્ટમ કે શરીરના અંતઃસ્ત્રાવો કે પછી શરીરના કોષ થી માંડીને મોટામાં મોટા અંગો સુધી બધે જ તેલ જ તેલ છે. હાડકાં મગજની અંદર તો સાંધા ની બહાર ની કેપ્સુલ બધે જ તેલ, જ્યાં તેલ ઘટ્યું ત્યાં કકળાટ ચાલુ. એ દાંપત્યજીવન હોય, ધંધો હોય કે તમારો સાંધો હોય કટ કટ અવાજ ચાલુ અને આવા તેલયુક્ત શરીરને જીવન માં એક ટીપું તેલની વાનગીઓ થી શું થવાનું? તેલ-ઘી ન ખાવાથી કોરા પડી ગયેલા હદય ધમનીઓમાં પણ કાઠીન્ય આવી હાર્ટએટેક આવી શકે. જૂના જમાનામાં માંડવે ઘી પીવા સ્પર્ધા થતી, ઘી પીનારા સ્પેશિયાલિસ્ટ ભડવીરો ને જાને જોડાતા, લચપચતા લાડુ 50-100 એક બેઠકે તમણની દાળના સબડકા સાથે પેટુડે પધરાવતા ભૂદેવો મોટી ફાંદ લઇ 80-100 વરસ એમ નેમ ખેંચી નાંખતા.

બસ કોક ના રવાડે આ શિયાળે ન ચડશો, શરીરની તાકાત વધે એવી કસરત કરો એવો તેલ યુક્ત ખોરાક લો, એટલો જ સંભોગ કરો કે એ સંબંધ પણ તૈલી રહેતાં ટકી રહે. શરીરને કામ કરવા કેટલી ગરમી જોઈએ એના માટે ઉષ્ણાંક નક્કી કરેલા છે. હિન્દુસ્તાન જેવા ગરમ દેશમાં ઊંઘ, હળવી કસરત, રોજિંદુ કામ, નોકરી અને આરામ બધાને ગણતા આશરે 2500 થી 4000 જેટલો રોજનો ઉષ્ણાંક બેસે છે અને એ મુજબના ખોરાક માટે 60 મિલી જેટલા રોજીંદા તેલ અથવાતો ઘી લેવાના થાય છે, તો જ શરીરનું સાચું સંગઠન થાય આમાં એક ટીપાં તેલની શું વિસાત? પણ હવે તો પતિઓને પોલીઓના ટીપાં પીવડાવતી હોય એમ એક બે ટીપામાં વાનગીઓ વઘારતી ગૃહિણીઓ ક્યાંક હાર્ટએટેક, ઓસ્ટીઓઆર્થ્રારાઈટીસ, સોજા, નામર્દાઈ, ચામડીના રોગો માટે તમે પારણું બાંધી રહ્યા છો એ ના ભૂલશો. વિટામીનો ઓગાળવા માટે અને શરીરનું જીવાણું સામે રક્ષણ કરવા આ તેલરુપી સ્નેહ જ કટપ્પા બની કુદી પડે છે એને અવગણવો ભારે પડી શકે. જો વ્યન્ધ્યત્વના કારણો તપાસવા માં આવે તો ૮૦% માં જીવન અને શરીર બંન્નેમાં તેલ એટલેકે સ્નેહ નો અભાવ જોવા મળશે. તો આ સ્નેહમાં ગાય નું ઘી/માખણ અને તલનું તેલ બેસ્ટ.

શરીરે ચોળો, ખાવ પીવો બસ પચાવવાની તાકાત રાખો. બાકી મળતા બજારુ તેલો જે કોલેસ્ટેરોલ ઓછું કરવા વપરાય છે તે બધા થી ચામડી ના રોગો અને આંખ ના રોગો થાય છે. અળસીના તેલ હોય કે કસુંબી (Xફોલા) બધા પિત્ત વધારનારા સાબિત થાય છે. અમુક તેલમાં કરેલા મિશ્રણો થી જળોદર અને લકવા જેવા રોગો મહામારીના રૂપમાં ફેલાયા હોવાનું જાણવા મળેલ છે. વળી એક પ્રયોગ માં 270 સેગ્રે. પર ઉકાળેલા તેલ ઉંદર ને આપતા તેમનું વજન તો વધેલ પરંતુ તેમને કેન્સર અને લીવર ની બીમારી થયેલ એવા રીપોર્ટ પણ વાંચવા મળ્યા છે. તો આવા તેલોમાં બનાવેલ ચટાકા ખાવાનું પણ બંધ કરવું જોઈએ.

ચાર્વાક કહે છે “યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત” સુખે થી જીવો યાર.દેવું કરીને પણ ઘી પીવો. આ હાંફતી જિંદગીમાં ભગવાને શ્વાસ પણ ગણી ને આપ્યા છે, અત્યા થી વાપરી નાખશો ને કોક દી શ્વાસની પણ નોટબંધી આવી તો શું કરશો? જો થોડું ઘણું પણ વજન વધ્યું છે તો ભૂખ્યા પેટે ચાલી ને ઉતારો. યાદ રહે જમ્યા પછી ચાલવાથી વજન વધે છે. તેના થી ચરબી બળતી નથી. 640 મિલી પાણી ને ઉકાળી 80 મિલિ રહે ત્યાં સુધી બાળી નાખો તેમાં બે ચપટી સુંઠ નાખી પીવો. રોજ પેટ સાફ રાખો ને આખો શિયાળો ઉકાળી ને આઠમો ભાગ બાળી નાખેલું પાણી જ પીવો.

કસરતમાં બેસ્ટ એટલે સૂર્ય નમસ્કાર. તેને શરીરની તાકાત મુજબ રોજ કરો. વજન ઘટે શરીર સુડોળ બને ને મેદ તો ઓગળે ઓગળે ને ઓગળે જ. ઈંટનું બારીક ચૂર્ણ અને જવનું ચૂર્ણ બનાવી નિતંબ જેવા વધુ ચરબીમય ભાગો ઉપર સહેજ તલના તેલનો હાથ લગાવી રુંવાડાની ઉલટી દિશામાં ઘસો બહેનો, તમારો મેદ ચોક્કસ ઓગળશે. અવન, ફ્રીઝ, બારીક લોટના વપરાશ ઘટાડો અને જવની રોટલી અને ધાન્યો શેકી તેની વેજીટેબલ ખીચડી બનાવી ખાવ. ભૂખ્યા રહેવા કરતા પેટ ભરાઈ જાય પણ લુખ્ખાં હોય તેવા ધાન્યો ખાઈ વજન કમ કરો પણ આડેધડ ઉપવાસ, જીમ અને ડાયેટ કરવાથી બકરું કાઢતા ઊંટ પેસી ના જાય તે જોજો.

તો બસ આ શિયાળે બધી બાબતોમાં કોક ના રવાડે ન ચઢતા… ને પેલું એક ટીપું ઓઈલ કુકિંગ ને તિલાંજલિ આપી દેજો બસ…

05/01/2018
01/01/2018

वात पित्त कफ़ के शमन से,
सप्तधातुओं के शरीर में गमन से,
थोड़ा मधुर थोड़ा अमल थोड़ा लवण से,
नया साल मुबारक हो आपको अमन से।।
कटु तिक्त कषाय जिंदगी में आपकी न प्रधान हों
जिंदगी के सारे षट्चक्रों का आपको ज्ञान हो,
अपनी जिंदगी की सहिंता पे आपको मान हो,
आने वाले साल में आपका लक्ष्मी सहित सम्मान हो,
ज्ञान कर्म इंद्रियों मन एवं आत्मा का संयोग हो,
आने वाले साल में ना आपको न्य रोग हो,
ना आये कभी आपकी जिंदगी में आंधी तूफान तेज़ धुप
पंचमहाभूतों की भांति रहे आपका स्वर्रूप ,
जिंदगी में प्यार आपको हर रोज हो
नये साल में बढ़ते क्रम में आपका ओजः हो,
जिंदगी के विकारों पे आपकी जीत हो
हर बच्चे की नौकरी में सीट हो
आनेवाले साल में आप जिये पूरी शान से
दुनिया आपको जाने गुणगान से
नये साल आपके स्वागत करें पूरी शान से।।
2018 की हार्दिक शुभः कामनाएं......💐💐💐☺

02/12/2017

આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

“બસ સાહેબ, આ વખતે તો આખું પંચકર્મ કરાવી નાંખવું છે….પૈસા બૈસા ની કાઈ ચિંતા નથી, આપણને કહી દો બસ કેટલા દિવસ થશે????”

“૧૩૦ દિવસ….”

તરત જ પેલાનું મોઢું દીવેલ પીધા જેવું થઇ ગયું….

આયુર્વેદ વિષે લોકોની જેટલી જીજ્ઞાસા વધી છે તેટલા પ્રમાણ માં તેના વિષે સમજ ઉભી થઇ નથી એ બાબત નું ભારોભાર દુ:ખ છે. પંચકર્મ એ કોઈ ગોદરેજ હેર ડાઈ નથી કે “બસ કાટા,ઘોલા ઔર લગા લિયા”

સામાન્ય લોકોના મનમાં તો બસ એમ જ છે કે માથે તેલ ની ધાર રેડે કે આખાય શરીરે જુદી જુદી મુદ્રા ઓ માં તેલ ની માલીશ કરે એ જ પંચકર્મ! તો મિત્રો જાણી લ્યો કે પંચકર્મ નું આ રૂપ તો માત્ર ટાઈટેનિક ની હિમશિલા નું ટોપકું જ છે. આજકાલ વ્યાપારીયુગ માં પશ્ચિમ ના દેશો માં સ્પા ના સ્વરૂપ માં પંચકર્મ નો દુષ્પ્રચાર વકરતો જાય છે પણ ફાઈવ સ્ટાર હોટેલો અને હેલ્થ રિસોર્ટસે જાતે જ “ફઈબા” બનીને આ પૂર્વકર્મ ને જ પંચકર્મ નું નામ આપી દીધું છે અને આજ કાલ એની ફેશન ઉપડી છે. લોકો જેમ “આંધળાઓ હાથી ને વળગે” એમ એને એક આનંદ નું નવું માધ્યમ ગણી “સ્ટેટસ સિમ્બોલ” તરીકે અપનાવવા લાગ્યા છે. હા હા ભાઈ કરી લ્યો ને એમાં ક્યાં આડ અસર થવાની છે!!!! હકીકત માં તો આ કેન્દ્રો માં પંચકર્મ નાં નામે જે કાઈ પીરસવામાં આવે છે તે તો શાસ્ત્રોક્ત પંચકર્મ પહેલા કરવા માં આવતું પૂર્વકર્મ છે. તેના પછી પ્રધાનકર્મ અને પશ્ચાતકર્મ બાકી જ રહી જાય છે.

પંચકર્મ એ આયુર્વેદ ના આઠ અંગ- કાય ચિકીત્સા, બાલ ચિકીત્સા, ગ્રહ ચિકીત્સા, ઉધ્વાન્ગ ચિકિત્સા(શાલાક્ય), શલ્ય ચિકિત્સા, દન્ષ્ટ્રા ચિકિત્સા, રસાયણ ચિકિત્સા અને વાજીકરણ ચિકિત્સા પૈકી કાયચિકીત્સા નો મુખ્ય ભાગ છે. આયુર્વેદ રોગ ને દાબી દેવામાં માનતો નથી કિન્તુ તેનું શમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે. રોગ ને દાબી દેવાથી ફરી ફરી ને વરસો સુધી હુમલા થાય. એક રોગ માંથી અનેક રોગ થાય એવી કામચલાઉ સારવાર આયુર્વેદ માં ક્યાય જોવા મળતી નથી. ભૂખ્યું બાળક રડતું હોય તો તેનો ઉપાય તેને ધવરાવવું કે ખવડાવવું એ જ હોઈ શકે, નહીં કે મારીને-ધમકાવીને છાનું રાખી દેવું અથવા તેનો રડવાનો અવાજ કાન થી દુર કરવા ઘર માં પૂરી દેવું કે મોં એ ડૂચો મારવો. આયુર્વેદ ના મતે રોગોનું કારણ જીવાણુઓ નહિ પરંતુ શરીર ના બંધારણ રૂપ ત્રિદોષ ની જ વિષમતા છે.

ચુલા માં ખુબ જ રાખ ભરાઈ જવાના કારણે તાપ બરાબર ના જળવાય ત્યારે સતત બળતણ નાંખવાથી કે ફૂંક માર્યા કરવાથી કાઈ વળતું નથી, પરંતુ બધો જ કચરો બહાર કાઢી નવેસર થી અંગારા મુકી ને તેને ક્રમશઃ ધીમે ધીમે સળગાવવો પડતો હોય છે.તેવું જ રોગનું છે.શરીર માં ભરાઈ ગયેલા વિકૃત દોષો ને ઓગાળીને પંચકર્મ થી બહાર કાઢવામાં આવે છે.પછી ધીમે ધીમે જઠરાગ્ની નું બળ વધારીને રોગોનું સ્વયં શમન કરવામાં આવે છે.

પંચકર્મ મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે “પાંચ પ્રકાર ની ચિકિત્સા.” આ પાંચ પ્રકાર ની જટીલ ચિકિત્સાઓ વ્યક્તિની પ્રકૃતિ, દોષનું બળ, દોષની અસમતુલા, ઉંમર, પાચનક્ષમતા, રોગનું બળ, ઋતુ, દેશ, કાળ, રોગપ્રતિકારક શક્તિ તથા બીજા ઘણા પરિબળો ઉપર આધારિત છે. જ્યારે શરીર માં વાત-પિત્ત-કફ ની અસમતુલા થાય છે ત્યારે તે જઠરાગ્નીને અસર કરે છે અને તેથી પાચન થયા વગર પડ્યો રહેલો કાચો ઉત્સર્ગ પદાર્થ પેદા થાય છે જેને આયુર્વેદીય પરિભાષા માં “આમ” કહે છે. મોડર્ન સાયન્સ મુજબ તેને “ફ્રી રેડિકલ્સ” સાથે સરખાવી શકાય જે અનેક રોગોના કારણ રૂપ તથા ઝેર સ્વરૂપ હોઈ શરીર ની બહાર બને તેટલો વહેલો કાઢી નાખવો જરૂરી બની જાય છે.

આયુર્વેદ મુજબ આપણુ શરીર ત્રણ માધ્યમ થી ઉત્સર્ગ પદાર્થ અને ઝેર બહાર કાઢે છે, મોં,ગુદા અને ત્વચા ના છિદ્રો. વિકૃત થયેલા દોષો ને પૂર્વકર્મ ની મદદ થી ઓગાળીને પાચનતંત્રમાં લાવવામાં આવે છે પછી પંચકર્મની મદદથી શરીરમાંથી ગમે તે એક માર્ગે બહાર કાઢવામાં આવે છે. જેનાથી રોગ તો મટે જ છે પરંતુ શરીર અગાઉ ની માફક સ્ફૂર્તિ વાળું અને નવયુવાન બને છે. હવે પંચકર્મ અંતર્ગત આવતી જુદી જુદી પાંચ ચિકિત્સા અંગે જોઈશું……

વમન: શરીર માં વધેલા કફ દોષ ને મોં દ્વારા બહાર કાઢી નાખવાની ચિકિત્સા ને વમન કહે છે. વધી ગયેલા કફ થી હોજરીમાં અગ્નિ મંદ પડી જાય છે જે અનેક રોગનું કારણ બને છે જેથી વમન થી શરીર નું શુધ્ધિકરણ થાય છે. પહેલા ૩ થી 7 દિવસ દવાયુક્ત ઘી પીવડાવવામાં આવે છે જ્યારે દર્દી ની ત્વચા મુલાયમ અને તૈલી થઇ જાય તથા શરીર અને મળ માંથી તૈલી વાસ આવવવાની શરુ થઇ જાય તે દિવસ થી ઘી બંધ કરી એ દિવસે સાંજે દર્દી ને ભારે, ગળ્યો તેમજ ચીકણો આહાર આપવામાં આવે છે જેથી વધુ માં વધુ કફ પેદા થાય. બીજા દિવસે સવારે માલીશ-શેક કરી, પેટ ભરીને શેરડી નો રસ કે દૂધ પાવામાં આવે છે. ત્યાર બાદ વમન માટેની દવા પાવાથી ઉલટી દ્વારા બધો જ કફ બહાર નીકળી જાય છે. સોરાયસીસ,ચામડી નાં રોગો, જૂની શરદી-શ્વાસ અને પેટ ના હઠીલા રોગો માં વમન જરૂરી છે. સ્વસ્થ વ્યક્તિમાં વસંત ઋતુમાં વમન કરાવી શકાય છે.વમન એ ગફલત થી સાદ્ય પ્રાણ હર ચિકિત્સા હોઈ અનુભવી પંચકર્મ વૈદ્યના સીધા નિરિક્ષણ હેઠળ થવી જરૂરી છે.

વિરેચન: વધી ગયેલા પિત્તને ગુદા ના માર્ગે થી બહાર કાઢવા વિરેચન કરાવાય છે. સામાન્ય ભાષા માં તેને રેચ કે જુલાબ થી સમજી શકાય છે. પિત્તપ્રધાન વ્યક્તીઓ માં પિત્ત યકૃત,સ્વાદુપિંડ અને નાના આંતરડા માં જમા થાય છે. તેનાથી ચામડીના રોગો, તાવ, એસીડીટી વગેરે થાય છે. વિરેચનથી આ વિકૃત પિત્ત ઓગળીને ગુદા ના માર્ગે થી બહાર નીકળી જાય છે. ત્યારબાદ નવું શુદ્ધ પિત્ત બનવાનું શરુ થઇ જવાથી રોગનું નિવારણ થાય છે. વિરેચનમાં વમનની માફક જ ઘી પાવામાં આવે છે. ત્યારબાદ ૩ દિવસ માલીશ-શેક કરી પછીના દિવસે વિરેચન ઔષધ પાવા માં આવે છે. યોગ્ય પ્રમાણમાં પિત્ત નીકળી ગયા બાદ દર્દી ને આરામ આપવામાં આવે છે. વમન અને વિરેચન બન્ને પતી ગયા પછી ૩ થી ૭ દિવસ સુધી દર્દીના પાચકાગ્ની ને સુધારવા આહાર-વિહાર ની પરેજી નું પાલન કરવું જરૂરી હોય છે, જેને સંસર્જનક્રમ કહે છે. પાચનતંત્રના, પિત્તના , લોહીના બગાડના તમામ રોગોમાં તથા ધાતુના રોગોમાં વિરેચન ધાર્યું પરિણામ આપે છે. સ્વસ્થ વ્યક્તિ માં શરદ ઋતુમાં વિરેચન કરાવી શકાય છે.

બસ્તિ: મેડિકેટેડ તેલ કે તેલ-મધ યુક્ત ઉકાળાઓ ને દર્દી ના આંતરડા માં ગુદા દ્વારા ચડાવીને આખાય શરીરના રાજા વાયુને જીતવાની ચિકિત્સાને બસ્તિ કહે છે. બસ્તિ કર્યા પછી પ્રવાહી આંતરડામાં નિશ્ચિત સમય સુધી રહેવું જોઈએ તથા વાયુ અને મળ સાથે બહાર આવવું જોઈએ તો જ તે સારું પરિણામ આપે છે. બસ્તિથી આંતરડામાં સ્રાવનું પ્રમાણ વધી જવાથી ખોરાકનું પાચન સારું થાય છે અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. લકવો, સાયટીકા, સોજા, કમરનો દુખાવો, હરસ-મસા, જાતીય રોગો, સ્ત્રી રોગો, વ્યંધત્વ, આંતરડાના ચાંદા વગેરેમાં બસ્તિ ઉપયોગી થાય છે. નિરૂહ, અનુવાસન, ઉત્તર બસ્તિ, માત્રાબસ્તિ વગેરે બસ્તિ ના જુદા જુદા પ્રકાર છે.

નસ્ય: ગળાની હાંસડીથી ઉપરના ભાગના તમામ રોગોને દૂર કરવા નાકમાં ઔષધ યુક્ત તેલ-ઘીના ટીપા પાડવાની કે ચૂર્ણની ફૂંક મારવાની ક્રિયાને નસ્ય કહે છે. નાકમાં ચેતાતંતુના ઘણા છેડા ખુલતા હોઈ નાક ને મગજ નું મુખ્ય દ્વાર કહેવાય છે. નાકમાં નાખેલી દવાની સીધી અસર મગજ ઉપર થાય છે. વળી નાક એ શ્વસનતંત્રનું મુખ્ય અંગ હોવાથી શ્વસનતંત્ર ના બધા જ રોગોમાં નસ્ય ઉપયોગી છે. નસ્યથી નાકની અંદરની ચામડી પર જામેલ મ્યુકસ દુર થાય છે અને મગજની ચેનલો સાફ થઇ મગજના કોષો ઉત્તેજીત થાય છે. પરિણામે સમગ્ર ચેતાતંત્ર ઉપર કાબુ મેળવી શકાય છે. દર્દીના માથા, ચહેરા, ગરદન પર હુંફાળા તેલની માલીશ અને ઔષધીઓના વરાળીયા શેક પછી નસ્ય કરવામાં આવે છે જેથી સ્થાનિક પરિભ્રમણ વધી જવાથી ઔષધની મગજ ઉપર અસર જલ્દી થાય છે. નસ્યથી નાકમાં ગયેલી દવા મગજના જોવાના, સાંભળવાના, સ્વાદ અને ગંધ પારખવાના અને બોલવાના કેન્દ્રો ઉપર અસર કરે છે અને ત્યાંથી આગળ ચેતાતંતુઓ માં જઈ જામેલા કફને બહાર કાઢે છે.

આ દવા નાક ની આંતર ત્વચા માં શોષાઈને છેક કરોડરજ્જુ સુધી પ્રસરી જાય છે, આથી ઇન્દ્રિયોની શક્તિ વધારવા તથા બેભાન વ્યક્તિને ભાનમાં લાવવા નસ્ય ચમત્કારિક પરિણામ આપે છે. માથાનો દુઃખાવો, આધાશીશી, સાયનસ, આંચકી, કાનની બહેરાશ, અનિન્દ્રા, વાળના રોગો, કંપવાત, તનાવમાં નસ્ય અકસીર છે.

રક્તમોક્ષણ: બગડી ગયેલા લોહીને શરીરમાંથી વિશિષ્ટ યંત્રો કે જળોથી દુર કરવાની ક્રિયાને રક્તમોક્ષણ કહે છે. ત્રિદોષના બગડવાથી ઉત્પન્ન “આમ” લોહીમાં ભળવાથી લોહી વિકૃત થાય છે જેનાથી લોહીનું દબાણ વધી જાય છે તથા જુદા-જુદા રક્ત સંબંધી રોગો થાય છે. સુશ્રુત મહર્ષિએ શોધેલી આ ક્રિયા કદાચ જુનવાણી લાગે પરંતુ એકવાર રક્તમોક્ષણ થઇ જાય પછી દર્દી ઝડપથી સાજો થવા લાગે છે. આ ક્રિયામાં વપરાતી જળો એ પાણીમાં રહેતો એક જીવ છે તે સામાન્ય રીતે ૨૦ થી ૪૦ મિલી દુષિત લોહી પીવે છે પછી તેને છૂટી કરી રક્ત કાઢી લઇ છોડી દેવામાં આવે છે. આ સિવાય સિરીંજ અને તુંબડીથી પણ રક્તમોક્ષણ કરવામાં આવે છે. ચામડીના રોગો, સફેદ ડાઘ, શીળસ, હાઈ બી.પી., ખીલ, એલર્જી વગેરેમાં આ પદ્ધતિ અસરકારક ફાયદો આપે છે.

એક સાથે બધા જ પંચકર્મો કરાવવા ઘણા જ અઘરા છે. જો કોઈ વ્યક્તિનો રોગ ૫-૧૦ વર્ષ જુનો હોય અને તે રોગ માત્ર ૧૦-૧૫ દિવસ ની પંચકર્મ સારવારથી સંપૂર્ણ મટી જાય તેવી આશા રાખે તો તે શક્ય નથી. આ માટે પંચકર્મ સારવાર વારંવાર તથા થાક્યા વગર નિયમિત રીતે કરવી પડે છે એ સિવાય મટાડવાનો આગ્રહ ભૂલ ભરેલો છે.

વૈજ્ઞાનિક પરીક્ષણોથી સિદ્ધ થયું છે કે ચરબીમાં ઓગળીને લાંબા સમય સુધી શરીરમાં રહેનારા 14 જેટલા મેજર ટોકસીક અને કાર્સીનોજેનીક કેમિકલ્સ, હેવી મેટલ્સ, પેસ્ટીસાઇડ તથા અન્ય હાનીકારક પ્રદુષણજન્ય કેમિકલ્સથી પંચકર્મ શરીરને રક્ષા કવચ પૂરું પાડે છે. ટોક્સિક તત્વ લીપીડ પેરોક્સાઈડનું લેવલ ઘટાડી કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. પ્લેટલેટની જમાવટનો રેશિયો ઘટાડી લીમ્ફેટીક કન્જેશનને અટકાવે છે અને ડાયસ્ટોલીક પ્રેશરને નોર્મલ કરે છે. રોગો કે વૃધ્ધાવસ્થા તરફ દોરી જતા ફ્રી રેડિકલ્સને ઘટાડી શરીરમાં ઓક્સીજનનું આવા-ગમનનું પ્રમાણ વધારે છે. શરીરમાંથી 70% હાનીકારક ઝેરી તત્વોને બહાર કાઢે છે તથા 80% પ્રમાણમાં અન્ય લોકો કરતા રોગ થવાનું કે ઇન્ફેકશન લાગવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. પંચકર્મમાં વપરાતા ઘી અને તેલ માં લાઈનોલીક એસીડ રહેલુ હોય છે. લાઈનોલીક એસીડ એ શરીર માં કોષો ની દીવાલ ના મુખ્ય બંધારણીય લીપીડ તરીકે વપરાયેલ હોઈ હાનીકારક તત્વોને ઘી અને તેલમાં ઓગાળીને સરળતા થી બહાર કાઢવામાં મદદ મળે છે. આ ઉપરાંત ચિરયૌવન અને ધાતુ પોષણ એ પંચકર્મની બાય પ્રોડક્ટ છે.

આજે મોંઘી દવાઓ જ સારી તથા અજાણી દવાઓ જ અસર કરે તેવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. ચૂર્ણો, ઉકાળા અને ગોળીઓ આ જમાનામાં ન ચાલે , ઈન્જેકશનો કે ઓપરેશનો જ છેલ્લા માં છેલ્લો અને સારા માં સારો માર્ગ છે એવી ખાંડ ફાકનારાઓના મોં પર પંચકર્મ એ જોરદાર લપડાક સમાન છે. આયુર્વેદએ હજારો વર્ષોના અનુભવથી રચાયેલ સાયન્સ છે. હજારો વર્ષો પસાર થયા છતાં તેમાનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઉલટાણું સત્યની કસોટીમાં દિન પ્રતિદિન તે વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.

પંચકર્મ ને અપનાવીએ……..

31/10/2017

અગીયારસનો ઉપવાસ અને આ વર્ષના મેડિસિનના નોબેલ પ્રાઈઝને શું સંબંધ છે?

આ વર્ષનું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ જાપાનના વૈજ્ઞાનિક ડો. યોશીનોરી ઓસુમીને તેમના સંશોધન ઓટોફાગી (Autophagy) માટે મળેલ છે.

ઓટોફાગી એટલે “કોષીય રીસાયકલીંગ સીસ્ટમ”, અર્થાત “કોષ દ્વારા પોતાની જાતનું જ ભક્ષણ.” વધુ વિગતથી કહીએ તો મનુષ્યના શરીરના કોષો પોતાના શરીરના જ ક્ષતિગ્રસ્ત કોષો અને વધારાના પ્રોટીનનું ભક્ષણ કરે તે પ્રક્રિયા. ઓટોફાગી એ કુદરતી પ્રક્રિયા છે અને તે ભૂખમરાની પરીસ્થિતિમાં કામ કરે છે. આ સંશોધન મુજબ જો ઓટોફાગીની પ્રક્રિયા નિયમિત રીતે ના થાય તો મનુષ્યના શરીરમાં ક્ષતિગ્રસ્ત કોષોનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે શરીરમાં અનેક રોગો પેદા થાય છે. ઉપરાંત કેન્સર થતું અટકાવવા માટે અને કેન્સર સામે લડવા માટે તેમજ બેક્ટેરિયા અને વાયરસથી ક્ષતિગ્રસ્ત થયેલા કોષોને દૂર કરવા માટે ઓટોફાગીની પ્રક્રિયા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.

હવે આપણે આત્મચિંતન કરીએ કે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રોના આદેશ મારફત આપણને દર અગિયારસે એટલે કે દર ૧૫ દિવસે એકવાર ઉપવાસ કરવાની ભલામણ કરેલ છે. આપણામાંના ઘણા લોકો ધાર્મિક માન્યતા અનુસાર તેનું પાલન કરે જ છે, પરંતુ તેમને પણ આ ઉપવાસની ભલામણ પાછળના શારીરિક અને આરોગ્ય વિષયક ફાયદાઓની પર્યાપ્ત જાણકારી નથી. પરંતુ જયારે આધુનિક વિજ્ઞાન અને પરદેશી વૈજ્ઞાનિકો કંઇક નવું સંશોધન કરે છે અને આ નવા સિદ્ધાંતો આપણાં શાસ્ત્રોમાં હજારો વર્ષ પૂર્વે વર્ણવેલા હોય એવું સાબિત થાય છે, ત્યારે આપણને આપણી સંસ્કૃતિનું મહત્વ સમજાય છે.

આજે વિજ્ઞાન કહે છે કે થોડા થોડા દિવસે ઉપવાસ કરવાથી ઓટોફાગીની પ્રક્રિયા મારફત આપણું શરીર ખરાબ થયેલ કોષો અને વધારાના પ્રોટીનના કોષોનું ભક્ષણ કરીને તેનો ઉપયોગ કરી નાખે છે, જેથી રોગ થવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ તો શરીરની દુરસ્તી સાથે મનની પણ ઉન્નતિ થાય તે માટે ઉપવાસ દરમ્યાન જપ, ભજન, ધ્યાન, પ્રાર્થના વિગેરેની ભલામણ પણ કરેલ છે, જેનાથી મન શાંત થવાથી ઓટોફાગીની પ્રક્રિયા વધુ સારી રીતે થઇ શકે છે. આમ શારીરિક તંદુરસ્તીની સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થાય તેવી અદભૂત ભલામણ કરનાર આપણા મહાન ઋષિઓના ઊંચા ડહાપણ અને મન તથા શરીરના વિજ્ઞાનની સચોટ સમજણ માટે આપણે શીશ ઝૂકાવી પ્રણામ કરવા જ ઘટે છે.

આપણો ભવ્ય ભૂતકાળ આપણે ભૂલી ગયા છીએ, પરંતુ જયારે વિદેશી વિદ્વાનો એમાંથી કંઇક સારાં તત્વો શોધી કાઢે છે ત્યારે આપણને તેની મહત્તા સમજાય છે*
ખરેખર હવે આપણે “ભારતવર્ષ” ને ફરી સમજવાની જરૂર છે.

Address

In Front Of Saptarushi Society, Between Shahpur Chokdi ((gift Circle )and Reliance Chokdi, Opp. NID, Kudasan
Gandhinagar

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 7am - 5pm

Telephone

+918866559549

Alerts

Be the first to know and let us send you an email when Shashvat ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share