Dr. Hima Buddhdev Popat

Dr. Hima Buddhdev Popat M.D. Psychiatry

24/08/2026

“શું માનસિક દવાઓની આદત પડી જાય છે?”

દરેક psychiatric medicine addictive હોતી નથી!

મોટાભાગની એન્ટીડિપ્રેસન્ટ અને ઘણી માનસિક દવાઓ વ્યસનકારક નથી.
હા...
થોડી ખાસ દવાઓ એવી હોય છે જે મર્યાદિત સમય માટે અને કડક દેખરેખ હેઠળ આપવામાં આવે છે.
પણ એનો અર્થ એ નથી કે બધી જ દવાઓની લત લાગે.
સાચી દવા...
સાચી માત્રા...
અને નિયમિત ફોલોઅપ...
એ જ સલામત સારવાર છે.




17/08/2026

"એકવાર માનસિક દવા શરૂ કરી એટલે આખી જિંદગી લેવી પડે..."
"માનસિક દવાઓની લત લાગી જાય છે..."
"સાયકિયાટ્રિસ્ટ પાસે જાય એટલે માણસ પાગલ જ હશે..."
"માત્ર મન મજબૂત રાખો, દવાની જરૂર નથી..."

માનસિક બીમારીઓ અને દવાઓ વિશે તમે ઘણું સાંભળ્યું હશે...

આવો જાણીએ કે શું ખરેખર આ બધું સાચું છે? 'Myths No More’ શ્રેણી માં.
આ શ્રેણીમાં આપણે માનસિક બીમારી અને તેની દવાઓ વિશે ફેલાયેલી ગેરસમજો, અડધી સચ્ચાઈઓ અને અફવાઓને વિજ્ઞાનની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું.
કારણ કે... સાચી માહિતી જ સાચી સારવાર તરફનું પહેલું પગલું છે."




30/07/2026

“શું સ્ટ્રોંગ બાળકો ને પણ ડિપ્રેશન થઈ શકે છે??”

ડિપ્રેશન, ચિંતા (Anxiety) કે તણાવ માત્ર "નબળા મનના લોકો"ને જ નથી થતા.

માનસિક બીમારી પાછળ અનેક કારણો હોઈ શકે છે:
🧠 જૈવિક (Biological) – મગજના રસાયણોમાં થતા ફેરફારો
🧬 જિનેટિક (Genetics) – પરિવારનો વારસાગત પ્રભાવ
💭 મનોવૈજ્ઞાનિક (Psychological) – વ્યક્તિત્વ, જીવનના અનુભવો અને વિચારવાની રીત,childhood trauma
🤝 સામાજિક (Social) – સંબંધો, કામનો તણાવ, આર્થિક અથવા સામાજિક પરિસ્થિતિઓ

આત્મવિશ્વાસથી ભરેલા, સફળ અને મજબૂત દેખાતા લોકો પણ ડિપ્રેશન, એન્ઝાયટી અથવા ભારે તણાવનો સામનો કરતા હોઈ શકે છે.

18/07/2026

🔄 "શું તમને પણ વારંવાર ચેક કરવાની આદત છે?"
🔹 ઘરનું તાળું 4-5 વખત ચેક કરો છો?
🔹 વારંવાર હાથ ધોવા કે નાહવા માં ઘણો વધારે સમય લગાડવો
🔹 ગેસ બંધ છે કે નહીં, ફરી ફરી જોઈ લો છો?
🔹 મેસેજ મોકલ્યા પછી વારંવાર વાંચો છો
🔹ફોન, પર્સ, ચાવી… બધું સાથે છે ને?
એકવાર નહીં… બે-ત્રણ વાર… કે તેનાથી પણ વધુ…

જો હા… તો આ માત્ર "પરફેક્શન" નહીં,🎯
ક્યારેક આ OCDનો સંકેત પણ હોઈ શકે છે.

‼️ OCD એટલે શું?
OCD એટલે Obsessive Compulsive Disorder.

🧠 Obsessions એટલે મનમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ આવતા, વારંવાર આવતા વિચારો કે શંકાઓ.
🔄 Compulsions એટલે એ વિચાર કે ચિંતા ઓછી કરવા માટે વારંવાર કરવામાં આવતી ક્રિયાઓ.
ઉદાહરણ તરીકે...
✔️ વારંવાર તાળું ચેક કરવું.
✔️ હાથ વારંવાર ધોવા.
✔️ વસ્તુઓ એકદમ ચોક્કસ રીતે ગોઠવવાની ફરજિયાત લાગણી.
✔️ એક જ વાતની સતત ખાતરી માંગવી.

⚠️જો આ ટેવોમાં ઘણો સમય જતો હોય,
⚠️રોજિંદા જીવન, નોકરી કે સંબંધોમાં અસર થતી હોય,
⚠️અને તમે રોકવા માંગતા હોવા છતાં રોકી ન શકતા હો...
તો તે માત્ર ટેવ નહીં, OCD હોઈ શકે છે.

14/07/2026

🎯 Grounding Technique શું છે?
"Grounding એટલે તમારા મનને ડર અને વિચારોમાંથી બહાર કાઢીને 'અત્યારે અને અહીં' એટલે કે વર્તમાન ક્ષણમાં પાછું લાવવું."

✅ સૌથી સરળ પદ્ધતિ – 5-4-3-2-1 Technique:
👀 5 – પાંચ વસ્તુઓ જુઓ
"રૂમમાં આસપાસ જુઓ અને પાંચ અલગ-અલગ વસ્તુઓના નામ મનમાં કહો."
✋ 4 – ચાર વસ્તુઓને સ્પર્શ કરો
"જેમ કે ખુરશી, કપડાં, ટેબલ અથવા દિવાલ.
તેનો સ્પર્શ કેવો લાગે છે તે ધ્યાનથી અનુભવો."
👂 3 – ત્રણ અવાજો સાંભળો
"પંખાનો અવાજ, પક્ષીઓનો અવાજ, લોકોની વાતચીત...
માત્ર સાંભળો."
👃 2 – બે સુગંધ ઓળખો
"ચાની સુગંધ, પરફ્યુમ, સાબુ અથવા આસપાસની કોઈ પણ સુગંધ."
👅 1 – એક સ્વાદ પર ધ્યાન આપો
"મોઢામાં જે સ્વાદ છે તેના પર ધ્યાન આપો...
અથવા પાણીનો એક ઘૂંટડો પીવો અને તેનો સ્વાદ અનુભવો."

Grounding Technique તમારી પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તમારા મનને ફરી વર્તમાનમાં લાવે છે અને ગભરાટની તીવ્રતા ઘટાડવામાં મદદ કરે છે.

11/07/2026

"પેનિક એટેક આવે ત્યારે શું કરવું?"

✅ 1. ધીમા અને ઊંડા શ્વાસ લો
નાકથી ધીમે શ્વાસ લો
અને મોઢાથી ધીમે બહાર છોડો.
આ પ્રક્રિયા 5–10 વખત કરો.

✅ 2. પોતાની જાતને સમજાવો
આ પેનિક એટેક છે.
થોડા સમયમાં આ શાંત થઈ જશે.
હું સુરક્ષિત છું.

✅ 3. આસપાસની વસ્તુઓ પર ધ્યાન આપો
રૂમમાં 5 વસ્તુઓ જુઓ...
4 વસ્તુઓને સ્પર્શ કરો...
3 અવાજો સાંભળો...
આ તમારા મનને વર્તમાનમાં પાછું લાવે છે.

✅ 4. કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો
જો નજીકમાં કોઈ હોય,
તો તેમને કહો કે તમને પેનિક એટેક આવી રહ્યો છે.
માત્ર કોઈની હાજરી પણ તમને શાંત કરવામાં મદદ કરી શકે છે.

✅ 5. વારંવાર થાય તો સારવાર લો
જો પેનિક એટેક વારંવાર આવે,
અથવા તેના ડરના કારણે બહાર જવાનું ટાળવા લાગો...
તો Psychiatrist ની સલાહ લો.

પેનિક એટેક ડરામણો લાગે છે,
પણ જીવલેણ નથી.
ડરશો નહીં...
સમજો, શાંત રહો અને જરૂર પડે તો સારવાર લો.

28/06/2026

"પેનિક એટેક” એ અચાનક આવતો તીવ્ર ડર અથવા ગભરાટનો હુમલો છે.જે સામાન્ય રીતે થોડી મિનિટોમાં તેની ટોચ પર પહોંચે છે.

પેનિક એટેક પોતે જીવલેણ નથી.
તે સારવારથી સુધારી શકાય તેવી માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે.
યોગ્ય માર્ગદર્શન, થેરાપી અને જરૂર પડે તો દવાઓથી સુધારો શક્ય છે.

10/06/2026
11/05/2026

🧠 માનસિક બીમારી હંમેશા અચાનક નથી આવતી…
તે પહેલાં આપણું મન કેટલાક “Warning Signals” આપે છે… 🚨
⚠️ સતત ઉદાસ રહેવું
⚠️ નાની વાતે વધારે ગુસ્સો આવવો
⚠️ ઊંઘ અને ભૂખમાં બદલાવ
⚠️ નેગેટિવ વિચારો તથા નિરાશા
⚠️ વધુ ચિંતા, ડર અથવા શંકા
⚠️ કામમાં મન ન લાગવું
⚠️ યાદશક્તિ તેમજ ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ

સમયસર ઓળખ અને સારવાર જીવન બદલી શકે છે. 💙
“મન ની પીડા છુપાવશો નહીં…
વાત કરો, સહારો લો, સારવાર લો.” 🌿

02/04/2026

સારી ઊંઘ શરીર જેટલી જ મન માટે પણ જરૂરી છે.

✨ માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ કેમ જરૂરી?
• 🧠 ધ્યાન અને યાદશક્તિ વધે
• 🌈 મૂડ સ્થિર રહે
• 🔋 તણાવ અને ચિંતા ઘટે
• 🛡️ ડિપ્રેશન સામે રક્ષણ આપે
• 🤝 સંબંધો અને કામમાં સંતુલન લાવે

😴 ઊંઘની ઉણપ થાક, ચીડચીડાપણું, મૂડમાં ફેરફાર અને માનસિક બીમારીઓનો જોખમ વધારી શકે છે.

💤 દરરોજ યોગ્ય સમયે 7–9 કલાક આરામદાયક ઊંઘ લેવી મન અને શરીર બંને માટે શ્રેષ્ઠ છે.

Address

Junagadh
362001

Telephone

+916356027137

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Hima Buddhdev Popat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category