25/05/2018
🌀 ચક્રોને શુદ્ધ કરો 🌀
રોગ,આર્થિક સમસ્યા દૂર કરો
આપણાં શરીરમાં હજારો ઉર્જા ચક્રો આવેલા છે. તેમાંથી 7 મુખ્ય છે.
આ ઉર્જા ચક્રો ડિસ્ટર્બ થવાથી વિવિધ પ્રકારના શારીરિક રોગ થાય છે...
માનસિક રોગ થાય છે... આર્થિક સમસ્યાઓ ઉદ્દભવે છે... જીવન ડામાડોળ થઈ જાય છે... આવી સ્થિતિમાં તમે દવા, ઔષધિ, જાપ, તપ, પૂજા, પાઠ, યજ્ઞ, જ્યોતિષ વગેરે ઉપાય અજમાવો છો પરંતુ સફળતા નથી મળતી કેમકે રોગ, અશાંતિ કે આર્થિક સમસ્યાનું કારણ હોય છે શરીરની અંદર અને તમે ઉપાય શોધો છો બહાર..!!
આવો, 7 મુખ્ય ચક્રોના સ્થાન અને તેને લીધે ઉદભવતા રોગ તથા અન્ય સમસ્યાઓ અને તેના ઉપાય વિશે થોડું જાણીએ.
બધાજ 7 મુખ્ય ઉર્જા ચક્રો કરોડરજ્જુની વચ્ચે આવેલી સુષુમ્ણા નાડી ની વચ્ચે ખાસ સ્થાનો પર આવેલા છે.
🌀 ●મૂલાધાર ચક્ર●🌀
ગુણ-શક્તિ
કરોડરજ્જુ ના સૌથી નીચેના હાડકાની નીચેના બિંદુ પર આવેલું છે. રંગ લાલ છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી હાડકા અને સ્નાયુ સંબંધિત રોગ, કેલ્શિમ ઓછું થવું, સાંધાના રોગ, રુમેટોઇડ આર્થરાઈટીસ, યુરિક એસિડ વધવું, પાઈલ્સ, ફિશર, ઘૂંટણ ઘસાઈ જવા તથા કેન્સર જેવા રોગ થાય છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, લાલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ હિલિંગ વડે મૂલાધાર ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: "હું શક્તિ સ્વરૂપ આત્મા છું."
🌀 ●સ્વાધિષ્ઠાન ચક્ર●🌀
ગુણ-પવિત્રતા
પ્રજનન અંગ/reproductive organ ની ઠીક પાછળ આવેલું છે. રંગ નારંગી છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી નિઃસંતાનતા સંબંધિત સમસ્યાઓ, શુક્રાણુઓની કમી, વારંવાર એબોર્શન, બાળકનો વિકાસ ના થવો, અનિયમિત માસિક, પ્રોસ્ટેટ, કિડની ફેલ્યુઅર, પથરી, ચામડી અને વાળ ના રોગ, લોહી ના રોગ થાય છે.
આત્મવિશ્વાસ નો અભાવ ઉતપન્ન થાય છે જેથી બિઝનેસ/જોબમાં પીછેહઠ થાય છે.
આત્મવિશ્વાસ નો અભાવ ઉત્પન્ન
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, નારંગી પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ હિલિંગ વડે સ્વાધિષ્ઠાન ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: "હું પવિત્ર આત્મા છું."
🌀 ●મણિપુર ચક્ર●
ગુણ-સુખ
નાભિની ઠીક પાછળ આવેલું છે. રંગ પીળો છે.
ડિસ્ટર્બ થવાથી લીવર ના રોગ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એસીડીટી, ગેસ, અલ્સર, અપચો, આંતરડામાં સુજન, કિડનીના રોગ, કમર દર્દ, સ્લીપડીસ્ક જેવા રોગ થાય છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, પીળા રંગના ક્રિસ્ટલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ હિલિંગ વડે મૂલાધાર ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: હું સુખ સ્વરૂપ આત્મા છું."
☑ मणिपुर चक्र को शुद्ध करके उसे हीलिंग देनें की विधि YouTube swami milan चेनल पर ""प्राणिक हीलिंग और शरीर संतुलन"" वीडियो में दी गई है। इसे फॉलो करके हज़ारो लोगों ने सुस्वास्थ्य प्राप्त किया है।
🌀 ●અનાહત ચક્ર●🌀
ગુણ-પ્રેમ
છાતીની મધ્યમાં આવેલું છે. રંગ લીલો છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી હૃદય તથા ફેફસા સંબંધિત રોગ, હાર્ટ એટેક, હૃદયને લોહી ઓછું પહોંચવું, કોરોનરી આર્ટરી ડીસીઝ, બ્લોકેજ, મનમાં મુંજારો થવો, મને કોઈ પ્રેમ નથી કરતું તેવી ભાવના વગેરે સમસ્યાઓ ઉદ્દભવે છે.
અનાહત ચક્ર બ્લોક થવાથી પતિ પત્ની તથા અન્ય સંબંધો માં પ્રેમ, લાગણી, હુંફનો અભાવ વર્તાય છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, લીલા રંગના ક્રિસ્ટલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ હિલિંગ વડે અનાહત ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: હું પ્રેમ સ્વરૂપ આત્મા છું."
🌀 ●વિશુદ્ધિ ચક્ર● 🌀
ગુણ-શાંતિ
ગળાની વચ્ચે આવેલું છે. રંગ વાદળી છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી થાઇરોઇડ, સ્વરપેટી, અન્નનળી, શ્વાસનળી વગેરેના રોગ તથા પોતાની વાત કહી ન શકવી, અભિવ્યક્તિ નો અભાવ વગેરે સમસ્યા ઉદ્દભવે છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, વાદળી રંગના ક્રિસ્ટલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ (અથવા સ્પર્શ) હિલિંગ વડે વિશુદ્ધિ ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો:"હું શાંત સ્વરૂપ આત્મા છું."
🌀 ●આજ્ઞા ચક્ર●🌀
ગુણ-જ્ઞાન
બે ભ્રમરોની વચ્ચે કપાળ ની મધ્યમાં પીનીયલ ગ્રંથી સ્વરૂપે આવેલું છે. જેને ત્રીજું નેત્ર કહે છે.
રંગ ઘેરો નીલો છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી, મગજના રોગ, સિરદર્દ, માઈગ્રેન, ચેતાતંત્ર, આંખ, કાન, નાક, સાયનસ, દાંત વગેરેના રોગ તથા અજ્ઞાનતા, ઓછી યાદશક્તિ, ઓછી એકાગ્રતા, અભ્યાસમાં મન ન લાગવું, અનિંદ્રા, ઇન્દ્રિયોની સુપ્ત અવસ્થા વગેરે સમસ્યાઓ ઉદ્દભવે છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, ક્લિયર ક્રિસ્ટલ અથવા નીલા રંગના ક્રિસ્ટલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ (કે થર્ડ આઈ પર સ્પર્શ વડે) હિલિંગ વડે આજ્ઞા ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: "હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું."
🌀 ●સહસ્ત્રાર ચક્ર●🌀
ગુણ- આનંદ
મસ્તક ની ઉપર (બ્રહ્મરંધર ની ઉપરના બિંદુ પર) આવેલું છે.
રંગ જાંબલી છે.
આ ચક્ર ડિસ્ટર્બ થવાથી તણાવ, નીંદ ન આવવી, હાય બ્લડ પ્રેશર, અધ્યાત્મિક અધોગતિ, આત્મ ગ્લાનિ જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે.
ડીસ્ટન્સ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, જાંબલી રંગના ક્રિસ્ટલ પિરામિડ વડે હિલિંગ અથવા ગુરુજીના સાનિધ્યમાં પ્રત્યક્ષ (અથવા સ્પર્શ) હિલિંગ વડે સહસ્ત્રાર ચક્રને શુદ્ધ કરીને ઉપરોક્ત સમસ્યાઓ દૂર કરી શકાય છે.
💢 ભાવ કરો: "હું આનંદ સ્વરૂપ આત્મા છું."
આદ્યશક્તિ હિલિંગ સેન્ટર જૂનાગઢ પર ડીવાઇન શોપ માં વિવિધ ક્રિસ્ટલ ટ્રી, 7 ચક્ર ક્રિસ્ટલ પિરામિડ ઉપલબ્ધ છે. ક્રિસ્ટલ હિલિંગ અને ક્રિસ્ટલ પિરામિડ હિલિંગ નો સેમિનાર દરેક યોગ થેરાપી અને હિલિંગ થેરાપીના નિઃશુલ્ક કેમ્પ પછીના શનિવારે રાખવામાં આવે છે. આ સેમિનારમાં ભાગ લઈને તમે સ્વયંને થતા બીજાને ક્રિસ્ટલ હિલિંગ વડે સાજા કરવાનું જ્ઞાન લઈ શકો છો. આ સેમિનારમાં શક્તિપાત ધ્યાન પણ શામેલ છે.
નેક્સ્ટ સેમિનાર: 26-5-18
સવારે 9 થી 11:30
પ્રવેશ શુલ્ક- 200/-
જો તમે લાંબા સમયથી શારીરિક/માનસિક/આર્થિક અથવા ભાવનાત્મક સમસ્યાઓ થી ઘેરાયેલા હોવ તો સ્વામી મિલન ગુરુજી ના સાનિધ્યમાં સ્પેશિલ હિલિંગ શિબિરમાં ભાગ લઈ શકો છો. આ સ્પેશિલ શિબિરમાં પરસનલી હિલિંગ આપવામાં આવે છે, કુંડલિની યોગની ક્રિયાઓ વડે ઉર્જા ચક્રોને જાગ્રત કરીને શુદ્ધ કરવામાં આવે છે.
સાથે દિવ્ય મંત્રો ની અમોઘ શક્તિ પણ આપવામાં આવે છે.
નેક્સ્ટ સ્પેશિલ શિબિર:
28 મે થી 1 જૂન 2018
સમય: સવારે 9 થી 11:30
ગુરુજીના સાનિધ્યમાં
યોગ, હિલિંગ અને મંત્ર શક્તિના સમન્વય વડે સંજીવની વિદ્યા પ્રદાન કરવામાં આવે છે.
આ વિદ્યા વડે તમે કોઈપણ રોગ, દુઃખ, ભય, સંકટ, ગ્રહદોષ, પિતૃદોષ, કુંડલીના શાપિત દોષ, ભાગ્યદોષને દૂર કરીને નવું સુખી સમૃદ્ધ જીવન બનાવી શકો છો.
જો આપ બિલકુલ સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ છો અને ઉપરોક્ત વિદ્યા પ્રાપ્ત કરીને યોગ, હિલિંગ, હેલ્થ, એજ્યુકેશન અને ઓર્ગેનિક ફાર્મિંગ માં સેવા આપવા ઈચ્છો છો તો તો આ શિબિરો અવશ્ય એટેન્ડ કરો.
મંગલ કામનાઓ સહ...
🌀 આદ્યશક્તિ હીલિંગ સેન્ટર
આનંદમ્ યોગ સાયન્સ ફાઉન્ડેશન
50. શુભમ્, ગોકુલધામ સોસાયટી, સિદ્ધનાથ મહાદેવ મંદિર પાછળ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ
78743 92999, 94264 51 8 59,
Facebook: swami milan, YouTube: swami milan