SHIV Hospital & ICU

SHIV Hospital & ICU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHIV Hospital & ICU, Family doctor, opposite to meghaji petharaj chhatralay, near Ahir smaj, Jadeshwar Road, Khambhalia.

24/11/2023
successfully completed 3 years of shiv hospital and icu.....Thanks to all friends for your support....jay shree krishna
02/12/2021

successfully completed 3 years of shiv hospital and icu.....Thanks to all friends for your support....
jay shree krishna

World COPD Day
17/11/2021

World COPD Day

06/11/2021

Diwali n New year celebration.....

Happy new year to all friends.....
16/11/2020

Happy new year to all friends.....

Happy diwali to all friends....
14/11/2020

Happy diwali to all friends....

Happy Diwali to all friends.....
14/11/2020

Happy Diwali to all friends.....

16/09/2020

કોરોના ટેસ્ટની વિશ્વસનીયતા :-

(1) રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT ) :-

જે ગળા અને નાક માંથી સ્વેબ વાટે સેમ્પલ લઇ રેપિડ ટેસ્ટ કીટ પર મૂકી પરિણામ 10 થી 15 મિનિટ માં આપે છૅ તેની સેન્સિટિવિટી 40% અને સ્પેસીફીસીટી 99% છૅ એટલે કે પોઝિટિવ ટેસ્ટ આવે તો કોરોના કન્ફ્રર્મ ગણાય પણ નેગેટિવ ટેસ્ટ આવે તો 100 માંથી 60 લોકો એવા હશે જેને સંક્ર્મણ હોવા છતાં આ ટેસ્ટ માં ના પકડાણુ હોય આથી લક્ષણો હોય તો આગળ બીજા ટેસ્ટ કરાવવા જરૂરી. ટેસ્ટ કીટ ની બહોળી ઉપલબ્ધી અને પરિણામ મળવામાં લાગતો ઓછો સમય આ બે કારણે આ ટેસ્ટ કોમ્યુનિટી સ્ક્રીનિંગ માં વપરાય છૅ

(2) RT PCR:-

આ ટેસ્ટ પણ ગળા અને નાક માંથી સ્વેબ લઇ કરવામાં આવે છૅ. પોલિમરેઝ ચેન રીકેકશન ટેસ્ટ માં વાઇરસ ના એક નાનકડા ભાગ ને અનેક ગણું મોટી સાંકળ જેવા સ્વરૂપ આપી ઓળખી શકાય આ ટેસ્ટ માં CT વેલ્યુ પર થી શરીર માં વાયરસ ચેપ ની માત્રા (વાયરલ લોડ) જાણી શકાય. આ ટેસ્ટ ની સેન્સિટિવિટી 70 થી 75% અને સ્પેસીફીસીટી 99% છૅ એટલકે આ ટેસ્ટ પોંઝોટિવ હોય તો કોરોના હોય જ પણ 100 માંથી 30 લોકો સંક્રમિત હોવા છતાં આ ટેસ્ટ નેગેટિવ આવી શકે. આ ટેસ્ટ નું પરિણામ લગભગ 24 કલાકે મળે અને ટેસ્ટ ખર્ચાળ હોવાથી કોમ્યુનિટી સ્ક્રીનિંગ માં ઉપયોગી નથી. ખાસ તો દાખલ દર્દીઓ અથવા ગંભીર દર્દીઓ માં આ ટેસ્ટ કરવામાં આવે છૅ

(3) ફેફસા નું સીટી સ્કેન :-

સીટી સ્કેન મશીન માં ફેફસા માં કોરોના ના ચેપ થી થતા ખાસ ફેરફાર થી કોરોના હોવા નું નિદાન થઇ શકે. કોરોના કે અન્ય કોઈ વાયરસ ના ચેપ થી ફેફસા ના સીટીસ્કેન માં દુધિયા કાચ અપારદર્શક સંક્ર્મણ દેખાય (ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી ) જેની તીવ્રતા અને લાક્ષણિકતા પ્રમાણે તેને કોરેડ ગ્રેડ આપવામાં આવે. જેમ ગ્રેડ વધુ તેમ કોરોના હોવાની શક્યતા વધુ. ગ્રેડ 1 કે 2 એ કોરોના હોવાની સંભાવના ઓછી છૅ એવુ દર્શાવે જયારે ગ્રેડ 3 થી 5 કોરોના હોવા ની ઉંચી સંભાવના બતાવે. આ સાથે સીટી સ્કેન એ પણ બતાવે કે ફેફસા નો કયો અને કેટલા ટકા ભાગ સંક્રમિત છૅ એ પણ જાણી શકાય. 30 કે 40% ફેફસા સઁકર્મિત હોય તેના કરતા 70 કે 80% સંક્ર્મણ હોય એ રોગ ની ગંભીરતા વધુ ગણાય.
આ ટેસ્ટ ની સેન્સિટિવિટી 95% થી વધુ છૅ (જો ટેસ્ટ લક્ષણો દેખાય તેના 72 કલાક પછી કરાય તો ) અને સ્પેસીફીસીટી 50% જેટલી છૅ એટલે કે સીટી સ્કેન માં સંક્ર્મણ દેખાય તો કોરોના હોવાની શક્યતા વધુ પણ બીજા વાયરસ જેમ કે સ્વાઈન ફલૂ માં પણ સીટી સ્કેન માં આવોજ રિપોર્ટ આવે એટલે 100 માંથી 90 થી વધુ સઁકર્મિત દર્દીઓ ને શંકાસ્પદ કોરોના ગણીએ તો તેમાંથી 10 કે 15 ને બીજા વાયરસ ના ચેપ ને કારણે પણ સીટી સ્કેન માં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી દેખાતી હોય. સીટી સ્કેન સચોટ નિદાન માટે ચોક્કસ છૅ જો એ યોગ્ય સમયે (બહુ વહેલા નહી ) કરવામાં આવે. જો કે સરકારી ધારાધોરણ પ્રમાણે ફક્ત સીટી સ્કેન માં આવે એવા દર્દીઓ ને remdesivir ઇન્જેક્શન નથી આપી શકતા જયારે વિષમતા ઉદભવે ત્યારે અને એમનો RTPcR રિપોર્ટ પોઝિટિવ હોવો જરૂરી છૅ ઇન્જેક્શન માટે

આશા છૅ આ પોસ્ટથી લોકોમાં જુદા જુદા ટેસ્ટ, સારવાર વિશેની શંકાઓ ગેર માન્યતાઓ દૂર થશે-

સ્વસ્થ રહો-સુરક્ષિત રહો-

*-ડૉ પ્રદીપ બી જોશી*
*-એમડી*
*-ભાવનગર*

ડોક્ટર સીટી સ્કેન પર વધારે આધાર રાખે છે કારણ કે તેમાં માનવ સર્જિત ભૂલ થવાની શકયતા નહિવત હોય છે.. RTPCR અને RAT માં સૅમ્પલ લેવામાં ભૂલ થાય તો રિપોર્ટ નેગેટિવ આવી શકે.. એટલે જ્યારે દર્દીમાં CT સ્કેન POSITIVE અને નાક નો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે ડોક્ટર અને દર્દી વચ્ચે ઘર્ષણ થતું હોય છે. તેમજ તેના લીધે આંકડામાં વિસંગતતા જોવા મળે છે અને દર્દી રોગ ની ગંભીરતા સમજી શકતા નથી.

(ડો. મિતેન મહેતા, જામનગરનાં સૌજન્યથી)

Start from 03/09/2020
02/09/2020

Start from 03/09/2020

29/08/2020

ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના ના દર્દીઓ ના લીધે જિલ્લા આરોગ્ય વિભાગ ને મદદરૂપ થઈ શકાય અને આપણા જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓને જિલ્લા ની અંદર જ તમામ પ્રકારની સારવાર મળી રહે તે હેતુથી તાત્કાલિક ધોરણે તારીખ 03/09/2020 થી કોરોના હૉસ્પિટલ ચાલુ કરવાં મા આવી રહી છે. ખંભાળિયાની વિવિધ પ્રાઇવેટ હોસ્પિટલના નિષ્ણાત તબીબો આ હોસ્પિટલમાં કાર્ય કરશે તથા કોરોના ના રોગ સામે લડતાં દર્દીઓ નું સ્વાસ્થ્ય પુનઃ સ્થાપિત થાય તે માટે તમામ માપદંડો સાથે એક યુનિટ ઉભુ કરવામા આવેલ છે જેમાં સામાન્ય તકલીફ વાળા દર્દીઓથી લઈ ને અતિ ગંભીર તકલીફ વાળા દર્દીઓ ની તમામ સારવાર પુરી પાડવામાં આવશે.....આપણા જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ ને ઉત્કૃષ્ટ સારવાર આપણા જિલ્લામાં મળી રહે તે માટે નો આ એક પ્રયાસ છે.....આ હોસ્પિટલ જિલ્લામાં જ્યાં સુધી કોરોના રોગ નું સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી કાર્યરત રહેશે......આભાર સાથે.

સૌરાષ્ટ્ર કોરોના હોસ્પિટલ,
રેલ્વે સ્ટેશન પાસે,
કે. કે. મોલ ની પાછળ,
જામ ખંભાળિયા

ડો.વી.ડી.કાંબરીયા-શિવ હોસ્પિટલ
ડો.તેજસ પટેલ- શુભમ હોસ્પિટલ
ડો.સોમાત ચેતરીયા-સાકેત હોસ્પિટલ
ડો.ધવલ રાબડીયા- રાબડીયા હોસ્પિટલ
ડો.હિરેન પટેલ

Address

Opposite To Meghaji Petharaj Chhatralay, Near Ahir Smaj, Jadeshwar Road
Khambhalia
361305

Telephone

+919327318155

Website

Alerts

Be the first to know and let us send you an email when SHIV Hospital & ICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category