Kuber drashti

Kuber drashti Astrology and religion news

જય જય કુબેર હર હર મહાદેવ
04/12/2021

જય જય કુબેર હર હર મહાદેવ

16/09/2021
16/03/2021

શિવલિંગનું જ પુજન શા માટે ? હિતેશ ભટ્ટ [૯૮૨૫૮૨૨૩૪૪] પાદરા બરોડા

ભગવાન શિવની પુજા લિંગસ્વરુપે કેમ કરવામાં આવે છે? આ ક્રિયા પાછળ અનેક ધારણાઓ જોડાયેલી છે. શિવપુરાણના આધારે એવુ માનવામાં આવે છે કે સૌ પ્રથમ શિવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ્યા હતા ત્યારથી જ તેમની પૂજા લિંગસ્વરૂપે કરવામાં આવે છે.

આપણા શાસ્ત્રોના વર્ણન પ્રમાણે સંસાર પાંચ તત્વો અગ્નિ,પાણી,વાયુ, આકાશ અને પૃથ્વીથી બનેલો છે. આમાંથી પૃથ્વીના ભગવાન શિવને માનવામાં આવે છે. માટે જ માટીથી અને પથ્થરથી બનેલ શિવલીંગની પૂજા લાભદાયી તથા ફળદાયી નીવડે છે. શિવની પત્ની દેવી ભગવતી અગ્નિતત્વની સ્વામીની છે. તેમના પુત્ર ગણેશ જળતત્વના દેવતા છે. શિવલિંગ પૂજાનું બીજુ કારણ એ પણ છે કે શિવ સર્જનહાર છે. માટે જ તેમના લિંગ સ્વરૂપને સૃષ્ટિના સર્જનકર્તા માનવામાં આવે છે.

25/01/2021

જાણો પાવનકારી પાવાગઢ વિશેની કેટલીક અજાણી વાતો

અહીં લોકવાયકા એવી છે કે આ ડુંગર જેટલો દેખાય છે તેનાં કરતાં જમીનની અંદર ઘણો છે એટલે કે ‘પા’ ભાગ જ બહાર છે તેથી તેનું નામ ‘પા-વાગઢ’ પડ્યું.

મા પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે...પુરાણ અનુસાર વિશ્વામિત્ર ઋષિ પર મહાકાળી માતા સાક્ષાત્ પ્રસન્ન થયાં ત્યારે આ મંદિર અહીં નિર્માણ થયું! મંદિરમાં માતાજીની નેત્ર-પ્રતિમા ઘણી વિશાળ છે. બે ફૂટની આ નેત્ર-પ્રતિમા સ્વયંભૂ છે તેમ ભાવિકો માને છે. માર્ગશીર્ષ માસને પવિત્ર માસ કહ્યો છે. માગશર વદ અમાસે પાવાગઢની યાત્રાનો મહિમા છે, તેવી જ રીતે પોષ વદ અમાસ દર્શ-અમાસનું પણ મહત્વ છે.

આ દિવસે પાવાગઢની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા ભાવિક ભકતોનો મહાસાગર છલકાય છે. માંચી-ચાંપાનેરની તળેટીથી આ યાત્રાનો શુભારંભ થાય છે. વહેલી સવારથી જ યાત્રાના માર્ગમાં માતાજીના ગરબાની રમઝટની સાથે ભકતજનો માતાજીની ધજા સાથે ગુલાલના ગુબ્બાર ઉડાડીને વાજતે-ગાજતે યાત્રા કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે.

હજારો વર્ષ પહેલાં થયેલા ધરતીકંપ અને જવાળામુખી ફાટવાના કારણે કાળા પથ્થરનો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. રસપ્રદ વાત એ છે કે અહીં લોકવાયકા એવી છે કે આ ડુંગર જેટલો દેખાય છે તેનાં કરતાં જમીનની અંદર ઘણો છે એટલે કે ‘પા’ ભાગ જ બહાર છે તેથી તેનું નામ ‘પા-વાગઢ’ પડ્યું. આ ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવે છે. ગુજરાતની ત્રણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં તે અનન્ય છે. સતી પાર્વતીના જમણા પગની આંગળી અહીં પડી હતી. શંકુ આકાર ધરાવતો આ ડુંગર હજારો વર્ષોથી મહાકાળીનું પવિત્ર યાત્રાધામ છે. આજે જે જગપ્રસિદ્ધ છે.

પાવાગઢની તળેટીમાંથી માંચી અને દૂધિયું તળાવ એમ બે સ્થળે સમથળ ભૂમિ આવે છે. માંચીથી પાવાગઢ ચાર કિ.મી. છે. અહીંથી મંદિર સુધી ઉડન ખટોલા રોપ-વેની સગવડ છે. અશકત ભાવિકો તેમજ સહેલાણીઓ તેની સફર માણે છે. પગપાળા મંદિર સુધી પહોંચવામાં અનેરો આનંદ છે. પ્રકૃતિનું સૌંદર્ય, પૌરાણિક ખંડરો તેમજ રસ્તે છાશ-શરબત, નાસ્તો તેમજ ચાની મોજ માણતાં તમે દૂધિયા તળાવ સુધી પહોંચી અહીં સ્નાન કરી પ્રસન્નતા અનુભવી શકો છો.

અહીંથી માતાજીનાં દર્શન કરવા મંદિર સુધી પહોંચવા પગથિયાં છે. આ મંદિર અહીં આસપાસના પથ્થરોમાંથી નિર્માણ પામ્યું છે અને તેનું પ્રાંગણ પણ છે. મંદિરના મધ્યે મહાકાળીની સ્વયંભૂ નેત્ર-પ્રતિમાનાં દર્શન થાય છે. જોકે મંદિરમાં ઘણી સંકડાશ હોવા છતાં દર્શનનો લહાવો મળે છે. પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચરાજીમાની પ્રતિમાઓ દર્શનીય છે. ત્રણેય દેવ-દેવીઓની ઉપસ્થિતિમાં સહેલાણીઓ ભાવવિભોર બની ઊઠે છે.

મહાકાળી માતાની નેત્ર-પ્રતિમા ભૂગર્ભમાં વિકરાળ સ્વરૂપ રચે છે. નેત્ર-પ્રતિમાના ઘુમ્મટ પર ધજા છે ને બાજુમાં એક દરગાહ છે. આ પર્વતની ટોચ પરથી છાશિયું તળાવ ર્દશ્યમાન થાય છે. શ્વેતછાંય ધરાવતું આ તળાવનું નૈસિર્ગક ર્દશ્ય મનોહરી છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ રમણીય દર્શનીય પર્વત અતિ પવિત્ર ધામ એટલે કે ‘સિદ્ધક્ષેત્ર તીર્થ’ તરીકે પૂજાય છે. કારણ કે જે જે પવિત્ર સ્થળોએ તીર્થંકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાધ્યાયો કે ગણધર નિવૉણ-મોનીગતિને પામ્યા તે સઘળાં સ્થળ અતિ પવિત્ર તીર્થધામ બની રહ્યાં છે.

અહીં પાવાગઢ પર દિગમ્બર જૈન સંપ્રદાયનાં કુલ નવ પવિત્ર મંદિરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ પામેલાં છે. જેમાંનાં સાત મંદિરો પહાડની સૌથી ઊંચી મૌલિયા ટૂંક પર નિર્માણ પામ્યાં છે. આ મંદિરોમાંથી ત્રણ મંદિર દૂધિયા સરોવરના કિનારે છે. સાતમા તીર્થંકર પ્રભુ ૧૦૦૮ શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું દગિંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે. જેમાં મૂળનાયક તરીકે સાતમા તીર્થકર ૧૦૦૮ સુપાશ્વgનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂવૉભિમુખ છે. મૂળ બાવન જિનાલય અને બાંધણીનો આકાર ધરાવતું વર્ષો પુરાણું આ જિનાલય અનેક સમયે જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દૂધિયા તળાવે સ્થિત છે.

લવકુશની ચરણ પાદુકાનું દગિમ્બર જૈન મંદિર દેરી જે ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ યાને અનંગલવણ અને મદનકુશ દીક્ષા ગ્રહણ કરીને આ સ્થળે મોક્ષગતિને પામ્યા હોઇ તેમની ચરણ પાદુકાઓને આ નાનકડા મંદિર દેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. તો અહીંની નવલખી ખીણની સૌંદર્યછટા અનેરી છે. તેની ધાર પર નવલખા કોઠાર નામની પ્રાચીન ઇમારત છે જે વિશાળ ગુંબજ અને સાત ખંડની બનેલી છે. જેમાં અખૂટ અનાજનો સંગ્રહ થતો હતો. તેની ઉત્તર તરફ ત્રણ કુંડ છે. જે ગંગા, યમુના અને સરસ્વતીના નામે જાણીતા છે.

પાવાગઢ પર ભદ્રકાળી માતાના શિખર પર રાજા પતાઇનો મહેલ તેની જાહોજલાલીની યાદ સાથે ખંડેર હાલતમાં આજેય ઊભો છે. અહીંથી ભદ્રકાળી માતાના મંદિરે સુંદર પગદંડી પર સાત કમાનોની હારમાળા જોતાં યાત્રાળુઓને પુરાણા સમયની ઝાંખી થાય છે. તો અહીંના કિલ્લાથી બહારના ભાગમાં શ્વેતાંબર જૈન મંદિર પાસે ગેબનશાહ વાવ જે પ્રાચીન અવાવરું ઇમારત છે. તેમજ માંચીથી ઊતરતાં ઉત્તર દિશાએ અહીંના તપસ્વી મહાકાળીના ભકત વિશ્વામિત્ર ઋષિની ગુફા તેમજ વિશ્વામિત્રી નામનું ઝરણું છે. જે નદી બનીને વહેતી વડોદરા સુધી આવે છે. સમયની સાથે વહેતી આ જળધારામાં કંઇ કેટલાય અતિતના સમયખંડ વહેતા રહ્યા છે. પરંતુ શાશ્વત છે એક મહાશક્તિ મહાકાળી... જે સમયાતીત છે અને કાળની પણ પાર છે અને આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે.

હેપ્પી ફેમિલી' માટે ઘરમાં આવી તસ્વીરો રાખો, પરિવારમાં ખુશીઓ વધશે- ઘરમાં લગાડેલા શ્રૃંગાર, હાસ્ય અને શાંત રસને ઉત્પન્ન કર...
26/12/2020

હેપ્પી ફેમિલી' માટે ઘરમાં આવી તસ્વીરો રાખો, પરિવારમાં ખુશીઓ વધશે
- ઘરમાં લગાડેલા શ્રૃંગાર, હાસ્ય અને શાંત રસને ઉત્પન્ન કરનારી તસ્વીરો કે ફોટાઓ આપણી અંદર પોઝિટિવ એનર્જી લાવે છે.

- આ પોઝિટિવ એનર્જી આપણા પારિવારિક અને આર્થિક જીવન પર સકારાત્મક પ્રભાવ નાખે છે.

1- ફળ – ફૂલ અને હસતા બાળકોની તસ્વીરો જીવન શક્તિનું પ્રતીક છે. તેમને પુર્વી કે ઉત્તર દિશામાં રહેલી દિવાલ પર લગાડો.

2 – લક્ષ્મી અને કુબેરની તસ્વીરો પણ ઉત્તર દિશામાં લગાડવી જોઇએ. આમ કરવાથી ધન લાભ થવાની સંભાવના છે.

3 – પર્વત વગેરે પ્રાકૃતિક દ્રશ્યોને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગાડવી જોઇએ.

4 – નદીઓ- ઝરણાઓની તસ્વીરો ઉત્તર અને પૂર્વ દિશામાં લગાડી શકો છો.

5 – ઉજ્જડ શહેરો, ખંડેરો, વીરાન દ્રશ્ય, સુકી નદીઓ, સુકી ઝીલ, હિંસક યુદ્ધ, અસ્ત્ર – શસ્ત્ર, વાઘ, સિંહ, કાગડો, ઘુવડ, રીંછ, ગીધ જેવા પશુપક્ષીના ચિત્રો કે રણનું ચિત્ર ઘરમાં લગાડવું જોઇએ નતેનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે તથા પરિવારના સભ્યોમાં મતભેદ થાય છે

मासानां मार्गशीर्षो ऽहं। 🙏🙏भगवान श्रीकृष्ण गीता में कहते है की *मासो में मार्गशीर्ष मैं हूँ। *🙏🙏🙏१५-१२-२०२० मंगलवार से म...
15/12/2020

मासानां मार्गशीर्षो ऽहं। 🙏🙏
भगवान श्रीकृष्ण गीता में कहते है की *मासो में मार्गशीर्ष मैं हूँ। *🙏🙏🙏

१५-१२-२०२० मंगलवार से मार्गशीर्ष मास प्रारंभ होता है। भगवान विष्णु की उपासना विशेष लाभदायक है।
🙏
ॐ नमो भगवते वासुदेवाय। 🙏
ॐ नमो नारायणाय।
ॐ क्लीं कृष्णाय नम:।
या गुरुदेव का दिया मंत्र का अनुष्ठान करें। 🙏🌺

🌼श्रीसूक्त /लक्ष्मी स्तोत्र के पाठ करें। 🌼

🙏शालिग्राम की पूजा करें। 🙏

श्रीविष्णुर्दिव्यसहस्त्रनामस्तोत्र के १२५१ पाठ करें या ब्राह्मण द्वारा करवायें। 🙏
श्री सत्यनारायण भगवान की पूजा- कथा करवायें।

विष्णुयाग करवायें। 🙏

ब्राह्मणों की पूजा करें। 🙏

ब्रह्मभोजन करवायें। 😋

गौदान- (घास)करें। 🍀
वस्त्रों का/ गर्म वस्त्र का दान करें। 🙏💐

अन्नदान करें। 🙏

🙏🌹 जय भगवान 🌹🙏

12/11/2020

Address

Padra
391440

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuber drashti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share