B M C R I & G H Info

B M C R I  & G H Info Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from B M C R I & G H Info, Hospital, Banas Civil Hospital , Shimla Gate, Palanpur.

B M C R I STAND For Banas Medical Collage & Research Institute located in palanpur.B M C R I & G H is handle by Galbabhai Nanjibhai Patel Charitable trust.Chairman of this trust is Shri P J Chaudhary.

Today’s Newspaper..
30/07/2026

Today’s Newspaper..

📌- માત્ર 700 ગ્રામના અધૂરા માસે જન્મેલા નવજાતને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICUમાં મળ્યું નવજીવન..📌બનાસકાંઠા જિલ્લાના પા...
30/07/2026

📌- માત્ર 700 ગ્રામના અધૂરા માસે જન્મેલા નવજાતને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICUમાં મળ્યું નવજીવન..

📌બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની 20 વર્ષીય ભુરીબેન ખરાડીના અધૂરા માસે જન્મેલા માત્ર 700 ગ્રામ વજનના નવજાત બાળકને બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુરના NICU વિભાગે સફળ સારવાર આપી નવજીવન આપ્યું છે.

પ્રસૂતિ બાદ બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બાળકને તા. 18 મે, ના રોજ સાંજે બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિફર કરવામાં આવ્યું.

દાખલ થતાં જ નિષ્ણાત તબીબોની ટીમે બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ, IV ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક્સ અને અન્ય જરૂરી સારવાર શરૂ કરી. તપાસ દરમિયાન બાળકમાં E. coli બેક્ટેરિયાનો ગંભીર ચેપ તેમજ પ્લેટલેટ્સનું પ્રમાણ ખૂબ ઓછું હોવાનું સામે આવ્યું. જેના આધારે સઘન સારવાર શરૂ કરવામાં આવી.
બાળકને લગભગ 10 દિવસ સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું. ત્યારબાદ સતત પોષણ, કેલરી મોનિટરિંગ, માતાના દૂધ સાથે કાંગારૂ મધર કેર (Kangaroo Mother Care - KMC) થેરાપી તેમજ 24 કલાક સતત મોનિટરિંગ હેઠળ સારવાર આપવામાં આવી.

સારવાર દરમિયાન 25મા દિવસે રૂટીન આંખની તપાસમાં ROP (Retinopathy of Prematurity) ની સમસ્યા જોવા મળતા સમયસર જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા. ત્યારબાદની તપાસમાં બાળકની આંખો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાયું.

આખરે 65 દિવસની સતત સારવાર, નિષ્ણાત તબીબોની મહેનત અને નર્સિંગ સ્ટાફની સઘન દેખરેખ બાદ બાળકનું વજન અને સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સુધરતાં તેને માતાના દૂધ પર સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં ઘરે રજા આપવામાં આવી.

સિવિલ હોસ્પિટલના ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ NICU વિભાગના ડૉ. અજીત શ્રીવાસ્તવ, ડૉ. આશા પટેલ, ડૉ. હર્ષિદા પટેલ, ડૉ. એકતા પટેલ, ડૉ. વિક્રમ ચૌધરી, ડૉ. નિરાલી પટેલ, ડૉ. વરુણ માળી સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફે દિવસ-રાત ખડેપગે રહી બાળકની સારવાર કરી અને તેને નવજીવન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સુવિધાઓ અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બની રહી છે, જેના કારણે ગંભીર અને જટિલ કેસોમાં પણ દર્દીઓને સફળ સારવાર મળી રહી છે.

આ પ્રસંગે પરિવારજનોએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો, NICU ટીમ, નર્સિંગ સ્ટાફ તથા સમગ્ર હોસ્પિટલ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

35 ગુજરાત બટાલિયન NCC, પાલનપુરના આયોજન હેઠળ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ...
27/07/2026

35 ગુજરાત બટાલિયન NCC, પાલનપુરના આયોજન હેઠળ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં NCC કેડેટ્સ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું..

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, "રક્તદાન એ મહાદાન છે, જે અનેક દર્દીઓને નવું જીવન આપી શકે છે." તેમણે યુવાનોને નિયમિત રક્તદાન માટે પ્રેરિત કર્યા..

શિબિરમાં એકત્રિત કરવામાં આવેલું રક્ત બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યાંથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે..

_પેટનો દુખાવો, પેશાબમાં અવરોધ, અનિયંત્રિત ડાયાબિટીસ અને ગંભીર ચેપ વચ્ચે બનાસ જનરલ સિવિલની ટીમે બચાવ્યો દર્દીનો જીવ_બનાસક...
25/07/2026

_પેટનો દુખાવો, પેશાબમાં અવરોધ, અનિયંત્રિત ડાયાબિટીસ અને ગંભીર ચેપ વચ્ચે બનાસ જનરલ સિવિલની ટીમે બચાવ્યો દર્દીનો જીવ_

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોરી ગામના 56 વર્ષીય સોનસિંહ ડાભી છેલ્લા બે વર્ષથી પેટમાં દુખાવો, પેશાબની ગંભીર તકલીફ તથા અન્ય આરોગ્ય સમસ્યાઓથી પીડાતા હતા.
આ સમયગાળા દરમિયાન તેમણે અન્યત્ર સારવાર અને વિવિધ તપાસો કરાવી હતી, છતાં તેમની તકલીફમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો.

ગત તા. 18 જૂનના રોજ અચાનક પેશાબનો ભરાવો, કબજિયાત અને અનિયંત્રિત ડાયાબિટીસને કારણે તેમની સ્થિતિ ગંભીર બનતા પરિવારજનો તેમને પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લાવ્યા હતા.

ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર આપ્યા બાદ દર્દીને મેલ સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ કરાવેલા તમામ રિપોર્ટનું મૂલ્યાંકન કરીને હોસ્પિટલમાં લોહી, ડાયાબિટીસ સહિતની જરૂરી તપાસો કરવામાં આવી હતી. તપાસમાં ડાયાબિટીસનું પ્રમાણ અત્યંત ઊંચું હોવાનું સામે આવતાં તબીબોએ તાત્કાલિક જરૂરી દવાઓ અને ઇન્સ્યુલિન દ્વારા સારવાર શરૂ કરી દર્દીની સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેશાબની ગંભીર તકલીફને કારણે નીચેના ભાગમાં ભારે સોજો, ગંભીર ચેપ તથા પરું ભરાઈ ગયું હતું. સર્જરી કરીને ભરાયેલું પરું અને ખરાબ પાણી બહાર કાઢવામાં આવ્યું તેમજ ચેપગ્રસ્ત અને મૃત થઈ ગયેલી ચામડી દૂર કરવામાં આવી હતી.

આગળની તપાસમાં કબજિયાતનું મૂળ કારણ પરુંનો માર્ગ (ફિસ્ટુલા) હોવાનું સામે આવતાં તેનું પણ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચેપને નિયંત્રિત કરવા માટે જરૂરી એન્ટીબાયોટિક્સ તથા અન્ય દવાઓ શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન દર્દીના હાથમાં પણ સોજો અને પરું જોવા મળતાં બીજી સર્જરી કરીને ચીરો મૂકી ભરાયેલું પરું બહાર કાઢવામાં આવ્યું હતું.

બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. રાજેશ મજેઠીયા, ડૉ. ફોરમ મોઢ, ડૉ. જીનલ, ડૉ. શૈલેષ, ડૉ. પાર્થ અને ડૉ. દીપિકા તેમજ એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.

દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતાં તેમને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી આઠ દિવસની લાંબી સારવારના અંતે રજા આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ સફળ સારવાર બદલ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સમગ્ર આરોગ્ય પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

📌બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી; 58 વર્ષીય મહિલાને મળ્યો કાયમી ઉકેલ📌બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ...
18/07/2026

📌બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી; 58 વર્ષીય મહિલાને મળ્યો કાયમી ઉકેલ

📌બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં આધુનિક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી સફળ, દર્દીને મળી રાહત.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ગામના 58 વર્ષીય પ્રજાપતિ જીવતબેન છેલ્લા પાંચ વર્ષથી મોઢામાં ચાંદા પડવા અને સતત બળતરા રહેવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. આ કારણે તેમને ખોરાક લેવામાં ભારે તકલીફ પડતી હતી અને દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું હતું.

અગાઉ તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જ્યાં મોઢાના ઉપર તથા નીચેના તમામ દાંત કાઢી ચોકઠું (ડેન્ચર) ફિટ કરવામાં આવ્યું હતું. જોકે, ચોકઠું અનુકૂળ ન આવતા અને માત્ર એકાદ વર્ષ સુધી જ ઉપયોગ કરી શકાતા તેમણે તેનો ઉપયોગ બંધ કરી દીધો હતો.

પરિવારના સ્નેહીજનોની સલાહથી તેઓ પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. અહીં ડેન્ટલ નિષ્ણાતોએ તેમની વિગતવાર તપાસ કરી અને જડબાના હાડકાંની સ્થિતિ જાણવા માટે CBCT તપાસ કરાવી હતી.

રિપોર્ટના આધારે અગાઉનું ચોકઠું દૂર કરી દર્દીના જડબાના હાડકામાં ટાઇટેનિયમના વિશેષ સ્ક્રૂ (ડેન્ટલ ઇમ્પ્લાન્ટ) સફળતાપૂર્વક બેસાડીને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. સ્વાતિ સાઠે ડૉ. સુનીલ શ્રોફ અને ડેન્ટલ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ઇમ્પ્લાન્ટ દ્વારા ભવિષ્યમાં કાયમી દાંત ફિટ કરવામાં આવશે, જેના કારણે દર્દીને ફરીથી સરળતાથી ખોરાક ચાવવામાં અને બોલવામાં સુવિધા મળશે તેમજ જીવનની ગુણવત્તામાં સુધારો થશે.

ઉલ્લેખનીય છે કે બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં હવે આધુનિક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જેવી વિશિષ્ટ સારવાર પણ ઉપલબ્ધ છે, જેના કારણે બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાના દર્દીઓને આવી સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર રહેતી નથી.

🩸 ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન મહાયજ્ઞ 🩸ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ....
14/07/2026

🩸 ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન મહાયજ્ઞ 🩸

ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અને સેવા પખવાડિયા નિમિત્તે દાંતીવાડા તાલુકા યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહભેર એકત્રિત કરવામાં આવેલું તમામ રક્ત બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે

હોસ્પિટલ ખાતે અકસ્માત, પ્રસૂતિ, સર્જરી, થેલેસેમિયા તેમજ અન્ય ગંભીર દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને કોઈપણ દર્દીને રક્તના અભાવે મુશ્કેલી ન પડે તેવા સેવાભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

"એક યુનિટ રક્ત – અનેક જિંદગીઓને નવજીવન."
રક્તદાન એ મહાદાન છે, જે કોઈ અજાણ્યા વ્યક્તિને જીવનની નવી આશા આપે છે.

🩸 રક્તદાન કરો... જીવન બચાવો... માનવતાની સેવા કરો.❤️

🚭 ગુટખા અને તમાકુનું વ્યસન બની શકે છે મોઢાના કેન્સરનું કારણ! મોઢું પૂરું ન ખુલવું, ચાવવામાં તકલીફ થવી અથવા મોઢામાં લાંબા...
13/07/2026

🚭 ગુટખા અને તમાકુનું વ્યસન બની શકે છે મોઢાના કેન્સરનું કારણ!

મોઢું પૂરું ન ખુલવું, ચાવવામાં તકલીફ થવી અથવા મોઢામાં લાંબા સમયથી ઘા રહેવા જેવી સમસ્યાઓને અવગણશો નહીં. સમયસર સારવારથી ગંભીર બીમારીથી બચી શકાય છે.

🏥 બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર ખાતે હવે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત એડવાન્સ લેસર ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.

✅ ઓછી પીડા સાથે આધુનિક સારવાર
✅ ઝડપથી સાજા થવામાં મદદરૂપ
✅ અનુભવી તબીબોની સેવા
✅ GNPC ટ્રસ્ટ સંચાલિત વિશ્વસનીય સારવાર

📍 સ્થળ: F-બ્લોક, બીજો માળ, ડેન્ટલ વિભાગ
બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર

🙏 વ્યસન છોડો, સ્વસ્થ જીવન અપનાવો. સમયસર તપાસ કરાવો અને કેન્સર સામે જાગૃત બનો.

🦷 હવે બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર ખાતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર ઉપલબ્ધ! 🏥શું તમે... 🔹 દાંત ગુમાવ્યો છે? 🔹 ચાવવામાં તકલીફ...
13/07/2026

🦷 હવે બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર ખાતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર ઉપલબ્ધ! 🏥

શું તમે... 🔹 દાંત ગુમાવ્યો છે?
🔹 ચાવવામાં તકલીફ અનુભવો છો?
🔹 નકલી દાંત (ડેન્ચર)ના બદલે કાયમી અને મજબૂત ઉપાય ઇચ્છો છો?
તો હવે ચિંતા છોડો!
✅ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા કુદરતી દેખાવ અને મજબૂત દાંત મેળવો.
✅ લાંબા સમય સુધી ટકાઉ સારવાર.
✅ ચાવવાની ક્ષમતામાં સુધારો.
✅ બાજુના દાંતને નુકસાન કર્યા વગર આધુનિક સારવાર.

📍 સ્થળ: F-બ્લોક, બીજો માળ, ડેન્ટલ વિભાગ
બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,
બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુર.

જેના દાંત સબૂત, તેનું જીવન સબૂત..!

Address

Banas Civil Hospital , Shimla Gate
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when B M C R I & G H Info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category