Roshni Eye Hospital

Roshni Eye Hospital Dr Rutvi Patel [ M.B.B.S. , DNB , Ophthal Surgeon ]
Subhadranagar | Patan - 384265

આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ ...
28/06/2024

આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ તકલીફોને લીધે આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગમાં પાંપણ ઉપર, અંદર કે બહારની તરફ દાણા જેવી ગાંઠ જોવા મળે છે જેને લીધે આંખમાં દુઃખાવો, સોજો,બળતરા, પાણી પડવું, રસી આવવી,.

ખંજવાળ આવવી, દૃષ્ટિમાં ઝાંખપ આવવી જેવા ચિહ્નો જોવા મળે છે. ઘરેલુ ઉપચારમાં ગરમ શેક કરવો તથા વારંવાર આંખો ચોખ્ખા પાણીથી સાફ કરવી. જો દુઃખાવો કે સોજો વધી જાય, રસી આવતી હોય, તાવ આવતો હોય, દૃષ્ટિમાં ઝાંખપ આવે તથા અવારનવાર આંજણી થતી હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

❤️ ...

*આંખો આવવી* કન્જક્ટિવાઈટીસ (Conjunctivitis) શું છે?કન્જક્ટિવાઈટીસ એ અંગ્રેજી શબ્દ છે અને એને સામાન્ય ભાષામાં “આંખો આવવી”...
19/06/2024

*આંખો આવવી* કન્જક્ટિવાઈટીસ (Conjunctivitis) શું છે?

કન્જક્ટિવાઈટીસ એ અંગ્રેજી શબ્દ છે અને એને સામાન્ય ભાષામાં “આંખો આવવી” એમ કહેવામાં આવે છે. એ આંખની કીકીની ફરતે આવેલી પારદર્ષક ચામડીનો એક પ્રકારનો સોજો છે. તે એક આંખ અથવા બંને આંખમાં થાય છે.

*લક્ષણોઃ
આંખની લાલાશ
આંખમાંથી સ્રાવ
આંખ બળતી હોવાનો ભાસ
ખંજવાળ આવવી
પ્રકાશથી સંવેદનશીલતા*

*કન્જક્ટિવાઈટીસ કેમ થાય છે?*

>> કન્જક્ટિવાઈટીસ નું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. અન્ય કારણોમાં મોસમી એલર્જી, બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.

*કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે?*

>> વાઈરલ કન્જક્ટિવાઈટીસ (Viral Conjunctivitis)– એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા, ટુવાલ અથવા ઓશીકા ધ્વારા, ચહેરાના સંપર્ક, અથવા કોસ્મેટિક ધ્વારા ફેલાય છે.તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલાં,દરમિયાન કે પછી પણ થઈ શકે છે.

>> એલર્જીક કન્જક્ટિવાઈટીસ (Allergic Conjunctivitis)- તે સામાન્ય રીતે વસંત ૠતુ તથા ઉનાળામાં જોવા મળે છે અને ચેપી નથી. તેનું મુખ્ય લક્ષણ ખંજવાળ છે. તે પરાગરજ ની એલર્જીથી થાય છે.
>> બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટીસ (Bacterial Conjunctivitis)-વાઈરલ કન્જક્ટિવાઈટીસની જેમ તે પણ ચેપી છે. તે મુખ્યત્વે શુષ્ક આંખો (Dry Eyes) તથા આંખની પાંપણોના સોજા (Blepharitis) સાથે વધુ જોવા મળે છે.

*કન્જક્ટિવાઈટીસમાં શું સાવચેતી લેવી જોઈએ?*

સૌથી મહત્વપૂર્ણ સાવચેતી હાથ ધોવાની છે. હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ ખાસ કરીને આંખોના સ્પર્શ પહેલાં અને આંખો સ્પર્શ પછી.
અન્ય લોકો સાથે કોઇ પણ પ્રકારનો ચહેરાનો સંપર્ક ટાળો.
અન્ય લોકો ને તમારી વ્યક્તિગત વસ્તુઅઓ જેવા કે ટુવાલ, ગાદલા, અથવા કોસ્મેટિક ઉપયોગ કરવા દેવા નહી.
તમે કોન્ટેક્ટ લેન્સની પહેરતા હોય તો તમારે મર્યાદીત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ.
જે લોકો હેલ્થકેર, ખાદ્ય સેવાઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલ છે તેમણે મર્યાદીત સમય માટે ફરજ પર રજા લેવી જોઈએ જેથી અન્ય લોકોને આ રોગ ફેલતો અટકાવી શકાય;

રોશની આંખ ની હોસ્પિટલ
ડો ઋત્વીબેન પટેલ [ M.B.B.S. | DNB | Ophthalmology | FIIOL [ ફેકો સર્જન ]
સુભદ્રાનગર , સ્ટેશન રોડ - પાટણ । 384265
સંપર્ક ફોન નંબર : 7736691172 - 9727000456
www.roshnieyehospital.in

❤️ ...

13/02/2024

રોશની આંખની હોસ્પિટલ પાટણ
નીચે મુજબની કંપનીમાં કેસલેસ ફ્રી મોતિયા તથા વેલ ના ઓપરેશન થશે.
સંપર્ક માટે 7636691172.

SBI જનરલ ઇન્શ્યોરન્સ કંપની
મેડી આસિસ્ટ ટીપીએ
ઇફકો ટોકીયો જનરલ ઇન્શ્યોરન્સ
આદિત્ય બિરલા
કેર હેલ્થ ઇન્સ્યોરન્સ
પેરામાઉન્ટ ટીપીએ
બજાજ એલિયન્સ
HDFC અર્ગો
ICICI લોમ્બાર્ડ

Address

Subhdranagar
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Roshni Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Roshni Eye Hospital:

Shortcuts

Share

Category