Shree Vivekanand School- Bokhira

Shree Vivekanand School- Bokhira MANAGED BY DIVINE PUBLIC SCHOOL

11/12/2024

શ્રી ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત
શ્રી વિવેકાનંદ સ્કુલ જયુબેલી માં બાળકોમાં યાદ શક્તિ વધે તે હેતુથી મેમરી ગેમ સાથે ભણતરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની એક ઝલક ....💡

11/12/2024

શ્રી ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત
શ્રી વિવેકાનંદ સ્કુલ જયુબેલી માં બાળકોમાં ઇંગ્લીશ પ્રત્યેનો ડર દુર થાય તેમજ ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે હેતુથી ગ્રામર શીખવાની સાથે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની એક ઝલક ....💡

ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત શ્રી વિવેકાનંદ સ્કુલ બોખીરા માં ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ પછી શું ? તે વિષય પર વિદ્યાર્થીઓને પ...
25/09/2024

ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત
શ્રી વિવેકાનંદ સ્કુલ બોખીરા માં ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ પછી શું ? તે વિષય પર વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ,પોરબંદરના સહકારથી " કારકિર્દી સેમીનાર " નું આયોજન કરવામાં આવ્યું હતું . જિલ્લા રોજગાર કચેરી માંથી માર્ગદર્શન માટે શ્રી ચિરાગભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ તકે સ્કુલના સંચાલકો તેમજ શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત શ્રી વિવેકાનંદ સ્કુલ બોખીરા માં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ આરોગ્યની તપાસ કરવામાં આવી અ...
25/09/2024

ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત
શ્રી વિવેકાનંદ સ્કુલ બોખીરા માં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ આરોગ્યની તપાસ કરવામાં આવી અને આરોગ્યને કેમ સારું રાખવું તેના વિષે માહિતી આપવામાં આવી .

ડિવાઇન પબ્લિક સ્કૂલ સંચાલિત શ્રી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં તથા કલા ઉત્સવ ક્...
21/09/2024

ડિવાઇન પબ્લિક સ્કૂલ સંચાલિત શ્રી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં તથા કલા ઉત્સવ ક્ષેત્રે ભાગ લીધેલ હતો. આ તકે બાળ વૈજ્ઞાનિક મેળામાં ગણિતની જાદુઈ ચાર્ટની કૃતિ મૂકવામાં આવી હતી તેમજ કલા ઉત્સવ ક્ષેત્રે ગાયન સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તેઓએ ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું હતું અને કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં ત્રીજા ક્રમાંકે દીકરીએ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. આ તકે શાળાના સંચાલક મંડળ તેમજ પ્રિન્સિપાલશ્રીઓ અને તમામ સ્ટાફ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. તેમજ તેઓને શાળા દ્વારા પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
આ કલા ઉત્સવ ની અંદર ચિત્ર સ્પર્ધામાં ઓડેદરા વૈશાલીબેન રણજીતભાઈએ ભાગ લીધો હતો તેમજ ગાયન સ્પર્ધામાં સોમૈયા હર્ષિદાબેન રામજીભાઈ ભાગ લીધો હતો તેમજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ની અંદર સોલંકી કોમલબેન સંજયભાઈ અને ગોંડલીયા મિતવાબેન વિશાલભાઈ દ્વારા ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક ચિંતન અંગેનો પ્રોજેક્ટ જાદુય ચાર્ટ સી.આર.સી. કક્ષાએ પ્રથમ ક્રમાંકે રહ્યો હતો અને હવે આગળ બ્લોક કક્ષાએ રજૂ કરવામાં આવશે.
તમામ ટીમને ખુબ ખુબ અભિનંદન 👏💐

17/08/2024

ડિવાઈન પબ્લિક સ્કુલ સંચાલિત શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના બાળકો દ્વારા હર ઘર તિરંગા યાત્રાના ભાગ રૂપે ચિત્રો દ્વારા પોતાની અંદર રહેલી શક્તિઓના વિકાસની સાથે સાથે દેશપ્રેમ જાગૃત કર્યો હતો. જેની એક ઝલક .....🇮🇳

Address

At Jubeli Bokhira
Port Porbandar
360579

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vivekanand School- Bokhira posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share