Govt Ayurveda dispensary Mevli

Govt Ayurveda dispensary Mevli govt ayurved dispensary mevli, ta.savli ,di.vadodara

29/09/2023

દંતધાવન

દાતણ–દંતધાવન એ દિનચર્યાનું પ્રથમ કાર્ય છે, માનવજીવનમાં એની એકેએક ક્રિયાની પાછળ શુદ્ધ અને ઉદાત્ત આરાગ્યપ્રાપ્તિની ભાવના રહી છે. અને આ આરેાગ્યદ્રષ્ટિને નજર સામે રાખીને જ દિનચર્યાની દરેક પ્રવૃત્તિની રચના કરવામાં આવી છે.

દંતધાવનથી દાંત, જીભ અને મોઢાની આંતરિક કફજ કળાઓ ઉપર જે વિજાતીય દ્રવ્યો રાત દરમિયાન ભેળાં થયાં હોય તે દૂર કરવામાં આવે છે અને એ માટે આમરોધક અને પાચક, રસોત્પાદક ગુણધર્મવાળી વનસ્પતિઓ અને દ્રવ્યોનો ઉપયોગ સ્વીકારાયો છે.
રોજિંદા જીવનમાં દાતણ કરવું જ જોઈએ એવો આગ્રહ રાખતું આયુર્વેદ કેટલીક સ્થિતિમાં દાતણ ન જ કરવું જોઈએ એવી પણ ભલામણ કરે છે. પ્રાચીન આચાર્યો કહે છે કે ગળાનાં, તાળવાનાં, હોઠનાં, જીભનાં અને મોં અવિયું હોય તેવા દરદમાં દાતણ ન કરવું જોઈએ. દમ ઊપડિયો હેાય ત્યારે, તેમ જ ખાંસી, હેડકી અને ઊલટીના દર્દમાં પણ દાતણ ન કરવું જોઈએ. અજીણઁ થયુ હોય છતાંય જેણે ખાધુ હોય, મૂર્છાથી પીડાયેલા હોય એવા મંદપીડિત મનુષ્યોએ દાતણ ન કરવું જોઈએ. માથાની વેદના હોય, ખુબ જ તરસ લાગી હોય, ખૂબ જ થાકી ગયા હોય તેમ જ અડદીયો વા (મોંઢાનો પક્ષઘાત –લકવા) થયો હોય તેમ જ તાવ આવ્યો હોય તેવા રોગી માટે પણ દાતણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
દાતણ એ એક એવી ક્રિયા છે કે જેમાં દાતણનો તૂરા, કડવો રસ આમનુ શોધન, દીપન અને પાચન કરે છે. પરંતુ આ દીપન અને પાચનની ક્રિયા—રોગાવસ્થામાં જ્યારે આમ વિકૃત સ્વરૂપમાં હોય છે ત્યારે જ્યાં સુધી એ પરિપક્વ થઈને સહેલાઈથી શરીરમાંથી છૂટો પડે નહિ ત્યાં સુધી થઈ શકે નહિ જો એને બળપૂર્વક દૂર કરવામાં આવે તો આમની સાથે જીભ કે મેઢાની આંતરત્વચાને પણ ઘસારો લાગે છે અને પરિણામે આંતરિક રોગજન્ય સ્થિતિ પ્રગટે છે. આથી, તાવ જેવા દરદમાં કે જેમાં આમજ દોષ રહ્યો હોય છે તેમાં પણ આ આમને દૂર કરવા માટે કાઈ પણ ઔષધીય માર્ગનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે. આવતા તાવમાં ત્રણથી ચાર દિવસ સુધી દવા જ ન આપવાનો અને ઉપવાસ દ્વારા જ એની સારવાર કરવાના જે આગ્રહ રાખવામાં આવે છે. તેની પાછળ આ દિષ્ટ પડી છે.

૨ . નીરાગી રહેવા માટે દાતણ કેમ કરવું ?

સામાન્ય રીતે આપણો સમાજ દાતણુ તરીકે મોંટા ભાગે બાવળનો ઉપયાગ કરે છે. જ્યારે કેટલાક લેાકેા લીંબડાનું દાતણ પણ અવારનવાર વાપરે છે. ભારતીય આયુર્વેદમાં દંતધાવનની ક્રિયા માટે બીજી અનેક વનસ્પતિઓનો ઉપયોગ સૂચવાયેા છે અને એમાંય ચોક્કસ પ્રકારના રાગેામાં ચોક્કસ પ્રકારની વનસ્પતિનું દાતણ કરવું જોઈએ એવું પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.
રોગને નજર સામે રાખીને જે જે વનસ્પતિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે:
આવતા તાવમાં દાતણ કરવાની મનાઈ છે, આથી તાવ ઊતરી ગયા પછી અને દોષો પરિપકવ થઈ ગયા પછી દેષોનું પાચન-શોધન કરવા માટે આયુર્વેદશાસ્ત્રમાં કડવા અને તીખા રસ–સ્વાદવાળી વન- સ્પતિઓનાં દાતણ કરવાની ભલામણ કરવામાં આવી છે અને એ દૃષ્ટિએ લીંબડો , કણઝી, ઈંદ્રજવ, અધેડો વગેરેનો ઉપયોગ થઈ શકે છે.
ઝાડા, મરડો , સંગ્રહણી જેવાં દર્દોમાં સંગ્રાહી તાકાત પેદા કરે તેવાં તૂરા રસવાળાં ગ્રાહી દ્રવ્યો વાપરવાનાં હોય છે. અને એ દૃષ્ટિએ બીલી, ઉંબરેા, બાવળ, ખેર, બહેડાં, દાડમડી, ધેાળા ફૂલનો ચિત્રક વગેરે લેવાની ભલામણ કરવામાં આવી છે.
રક્તપિત્ત જેવા કોઈ ને કોઈ જગ્યાએથી લોહી પડતું હોય તેવા દર્દમાં પણ આંબળા , આંબો , ખેર, આવળ-બાવળ તથા ઉંબરાનું દાતણુ કરી શકાય છે.
વારવાર માટું આવી જતું હોય તેવા મુખ્યપાકના વ્યાધિમાં પણ દાતણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એમાં ખેર,ઉંબરૉ , વડ અને આવળનું દાતણ હિતકર માનય છે.
શરીરમાં લેાહી ઓછું હાય એવા પાંડુરેાગમાં ચિત્રક, વડ , બાવળ અને ખેરનુ` દાતણ ઉપયાગી બને છે.
આંતરડાની પાચનશક્તિ મંદ પડી હોય, ખેરાક ન પચે ત્યારે ગેસ થતે। હોય એવા મંદાગ્નિ અને વાતજન્ય વ્યાધિમાં લીંબડો, સરસડો , ચ'પક, ઇંદ્રજવ, ચિત્રક અને જૂઈનું દાતણ હિતકર બનશે.

આંતરડાંમાં કૃમિ પેદા થતાં હોય એવા લોકો માટે લીંબડો, દાડમ, ખાખરો વગેરેનાં દાતણ કરવાથી કૃમિજન્ય દોષો ! દૂર થાય છે અને આંતરડાંમાં કૃમિ પેદા થતાં અટકે છે,
હરસ જેવા દરદમાં ખેરડી, ઇંદ્રજવ, ચિત્રકનું દાતણ કરવાથી સારા ફાયદા થાય છે. ક્ષયજન્ય દરદોમાં કે ધાતુક્ષયને કારણે આવેલી નબળાઈમાં વડની વડવાઈ કે પીપળાની વડવાઈનું દાતણ કરવાથી બળ, બુદ્ધિ અને મેધા વધે છે.
હૃદયરોગમાં અર્જુન સાજડથી હૃદયની વિષમ ગતિ, તીવ્ર-ઝડપી ધબકારા અને ગભરામણ દૂર થાય છે એવા નિર્દેશ છે.
કેાઈ એમ કહેશે કે માત્ર દાતણ દાંતે ઘસીને દંતધાવનની ક્રિયા પતાવી લેવાથી શુ જે ફ્લશ્રુતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ મળે ખરી ? આ પ્રશ્ન ખૂબ જ આવશ્યક અને મહત્ત્વનો પણ છે. આજે જે રીતે આપણો સમાજ દાતણ કરે છે, એ કેવળ મુખશુદ્ધિ માટે જ કરે છે, રોગશુદ્ધિ માટે નથી કરતો , રોગશુદ્ધિ માટે આજે જે રીતે દાતણ કરવામાં આવે છે એથી ફાયદો થવાનો સંભવ નથી.
સાચી રીતે આ દંતધાવનની ક્રિયાના બે ભાગ પાડવા જોઈએ : એક મુખશુદ્ધિ અને બીજી રોગશુદ્ધિ. પ્રથમ ભાગમાં આજે જે રીતે દાતણ કરવાની પ્રથા છે એ કરી લીધા પછી બીજા ભાગમાં દાતણને ખૂબ ચાવીને એમાંથી જે રસ છૂટે એ રસ ગળે ઉતારતાં જવો જોઈએ. અને એનો કૂચો ફેંકતાં જવા જોઈએ. જે વનસ્પતિનું દાતણ કરવાનું હોય એ વનસ્પતિને આ રીતે ખૂબ જ ચાવીને એનો રસ ઉતારવાથી એની ગુણશક્તિ સીધેસીધી લોહી ઉપર અસર કરે છે; કારણ કે ચાવવાની ક્રિયાથી મેાઢાના પાચક રસો પુષ્કળ પ્રમાણમાં છૂટે છે અને સાથે જ વનસ્પતિની ગુણશક્તિને વધારે બળવત્તર બનાવે છે.
આપણો સમાજ જો કેવળ દાતણની આ બે પ્રકારની ક્રિયા જ ચીવટ,. ધીરજ અને સમજણપૂર્વક કરશે તોય દવા વિના નીરોગી રહેવાનું બળ મેળવશે
૩ . મુખશુદ્ધિ અને ટુથ-પેસ્ટ
જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો જાય છે તેમ તેમ માણસ વધારે ને વધારે અસહાય, અજ્ઞાન અને ભ્રમિત બનતા જાય છે અને કેટલીક વખત તેા સાદી એવી સમજણ તરફ પણ એ ઉપેક્ષા કરે છે.
દાખલા તરીકે જ્યારથી આપણે ત્યાં પરદેશી સંસ્કૃત્તિનુ આગમન થયું છે ત્યારથી આપણા સમાજમાં લીલાં, તાજા દાતણ કરવાને બદલે સવારના પેસ્ટ અને બ્રશ તરફનું વલણ વધી રહ્યું છે. વિજ્ઞાને એમ સમજાવ્યું છે કે એથી દાંત સાફ થાય છે, જંતુઓ નાસ પામે છે અને એની તાકાત-શક્તિ વધે છે. પરંતુ આ વાત સાચી છે કે ખોટી તેનો આપણે વિચાર કરતા નથી.
મુખશુદ્ધિ એ રાગમુક્ત રહેવાનો માર્ગ છે. અને આથી જ દિનચર્યાના પ્રથમ કાર્ય તરીકે એનુ મહત્ત્વ સ્વીકારાયું છે. આ મુખશુદ્ધિ માટે આટલી સમજણુ મહત્ત્વની બને છે.
રાત્રિ દરમિયાન મેાઢામાં અને જીભ ઉપર જામેલી આમજન્ય ચીકાશના લેપનને દૂર કરવા માટે જ આપણા પ્રાચીન આચાર્યોએ તૂરા, કડવા, તીખા રસપ્રધાન દાતણનો નિર્દેશ કર્યાં છે; કારણ કે તૂરો - રસ કફ-આમનું શોષણ
કરે છે, પેઢાનુ` સંકેાચન કરે છે અને સાથે જ રોગોત્પાદક જંતુઓનું મારણ કરે છે. આમ છતાંય દાતણના મધ્યવર્તી વિચારમાં મેઢાની ચીકાશ દૂર કરવી એ જ એનો અંતિમ હેતુ છે.
આ દંતધાવનની ક્રિયા સાથે એક બીજી વિગત પણ વિચારવાની રહે છે. માઢૂ એક એવું અવયવ છે કે જેમાં રસેાત્પાદક ગ્રંથિઓ આવી છે. સેલાઈવા નામના રસો છોડનારી આ ગ્રંથિઓ જો કામ કરતી અટકી જાય તો અપચન, અજીણઁ વધે અને આથી જ એને શુદ્ધ -સાફ રાખવાની રહે છે.
કોઈ પણ સમજુ માણસ જરા સ્થિરચિત્તે વિચારશે તો એને લાગરો કે કોઈ પણ ગ્રંથિને સાફ્ કરવા માટે એની ઉપર જામેલી ચીકાશ દુર કરવી જોઈએ . આાવી સ્પષ્ટ સ્થિતિમાં આપણાં ટૂથ –પેસ્ટો પોતે જ ચીકણાં હાવાથી આ ચીકાશ દૂર કરી શકશે ખરાં ?
આરોગ્યશાસ્ત્રના પંડિતો તેા કહે છે કે આ ગ્રંથિઓને કાર્યરત રાખવા માટે એક તો એના ઉપરની ચીકાશ દૂર થાય અને બીજું આ અવયવો ઉત્તેજિત બની એમાંથી પાચક રસો છૂટે તેવાં સ્ત્રાવવર્ધક દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ
આજે જે હજારો પ્રકારનાં ચીકાશદાર પેસ્ટઓ જોવા મળે છે તેમાં આ શક્તિ દેખાય છે? એમાંનાં થોડાં સુગધી દ્રવ્યથી પ્રસન્નતા જરૂર આવે છે, પણ આરોગ્યની દૃષ્ટિએ હેતુ સરતો હોય એવું દેખાતું નથી.
મારા આ વિચારને દંતરોગના પ્રથમ કોટિના નિષ્ણાત ડૉ. જે. જે. મોંદી, કે જેઓ મુબઈની ગ્રાંટ મેડિકલ કોલેજના દંતવિદ્યા વિભાગના આચાર્યપદે છે, એમનું સમર્થન મળે છે,
તેઓ કહે છે કે ' મારા મત પ્રમાણે તે ટ્રૂથ-પેસ્ટો તદ્દન નકામા છે. ટૂથ-પેસ્ટો માં માટે ભાગે લેનોલીન તેલ, ગ્લિસરીન અને સાબુ- આટલી ચીજો મુખ્ય હોય છે. એટલે, ખરી રીતે આ ટૂથ-પેસ્ટો દાંતને સ્નિગ્ધ ( Lubricants) રાખે છે-દંતમંજનોની માફક દંતશુદ્ધિકર નથી. વળી આ ટ્રૂથ-પેસ્ટોનાં દ્રવ્યો એવાં છે કે જેમાં સહેલાઈથી ઉત્સેચન ક્રિયા ( Fcrmentation ) થાય છે. અને આથી દાંતના સંસર્ગમાં તે કદી ન આવવાં જોઈએ. આ સ્નિગ્ધ દ્રવ્યો દાંત સાથે ચોટી રહે છે અને પછી ત્યાં ઉભરાણુની ક્રિયા ઉત્પન્ન થાય છે. લાંબા વખતના ઉપયાગથી દાંતનાં પેઢાં અને દાંત ઉપરનું પડ (ઇને- મલ ) બન્ને નરમ પડે છે. દાંતનાં પેઢાં આખરે ફુલે છે અને એમાંથી લોહી અને પરુ વહેવા માંડે છે,
આ નિર્ણય વધુ આકરો તો છે જ, પરંતુ અનેક અખતરાઓ અને નિરીક્ષણો પછી જ તે ઉચ્ચારેલો છે. જો આમ છે તો પછી મને કોઈ પૂછશે, “ તો પછી લોકો ટુથ-પેસ્ટો વાપરતા કેમ થઈ ગયા ? ” હું કહું છું કે ભભકભરી ભાષામાં છપાતી મોંહક જાહેરખબરોથી જ અંધશ્રદ્ધાળુ લોકો આજે ટૂથ-પેસ્ટ વાપરતા થઈ ગયા છે. ઈટાલીના વિશ્વવિખ્યાત દતશાસ્ત્રી ડો. લારબો કહે છે કે “Tooth-pastes are snare and a delusion ” (ટુથ -પેસ્ટો જાળ અને ભ્રમ છે.)

આ નિર્દેશન ખૂબ જ સ્પષ્ટ અને આપણી ભ્રમણાઓને દૂર કરનારુ' છે. આથી જ દંતરોગોમાં દંતમંજનને સ્થાન આપવામાં આવ્યુ છે. આયુર્વેદના પંડિતો કહે છે કે મુખસ્રાવ વધારનારાં દ્રવ્યો માં સિંધવ, સૂંઠ, મરી, પીપર, લવિંગ, કપૂર, તેજબળ અક્કલકરો વગેરે ગરમ સુગંધયુક્ત ઔષધો મેળવેલ મંજનનો ઉપયેાગ કરવો અને મેઢાનાં કલેદ, ભીનાશ શેાષી લેવા માટે ચોક, કેાલસા, ફટકડી, માયાં, બદામના છોડાંની રાખ વગેરે વાપરવાં જોઇએ.

07/06/2023

14 days to go for international yoga day
Be ready











06/06/2023

15 days to go for international yoga day
Be ready









Address

Savli
391770

Website

Alerts

Be the first to know and let us send you an email when Govt Ayurveda dispensary Mevli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Govt Ayurveda dispensary Mevli:

Shortcuts

Share

Category