Surat Parsi Hospital Revival

Surat Parsi Hospital Revival Sheth Rustomajee Dhanjibhai Tarachand Surat Parsi General Hospital.

શું કોઈક નિષ્ણાત ડોક્ટર આ લક્ષણો (The Last Trustee symptoms) નું સાચું નિદાન કરી તે બીમારી સંપૂર્ણ સાજી કરી શકશે?
20/03/2026

શું કોઈક નિષ્ણાત ડોક્ટર આ લક્ષણો (The Last Trustee symptoms) નું સાચું નિદાન કરી તે બીમારી સંપૂર્ણ સાજી કરી શકશે?

એ એક ગંભીર વાસ્તવિકતા છે કે ભારતના નાના શહેરો અને ગામડાઓમાં પારસી ઝોરોસ્ટ્રિયન વસ્તી ઘટતી ગઈ છે, તેમ તેમ તેમના દ્વ...

https://youtu.be/1bI2xowzzX4?si=BzAiheQdrFX7t9tZJust imagine an open heart surgery in India in 1961 with these procedure...
18/02/2026

https://youtu.be/1bI2xowzzX4?si=BzAiheQdrFX7t9tZ

Just imagine an open heart surgery in India in 1961 with these procedures!

Step 1 : ❤️ Detour - Blood is routed from the human body to the heart and lung machines, not manufactured or marketed by any multinational company, but developed by the Surgeon himself in a National Steel Factory at Mumbai!

Step 2 - ❤️ Stop : The human heart is safely stopped!

Step 3 - ❤️‍🩹 Repair: The Surgeon operates on the still heart!

Step 4 - ❤️ Restart : The heart is restarted and takes over just as we start a 🚗 by an ignition! 🤔

Dr. Kersi N. Dastur
(1917 - 2010)
❤️💜🪔🌷🌹
a figure of immense pride for Surat's Parsi community.

Dr. Kersi Nusserwanji Dastur (1917–2010) was a distinguished cardiac surgeon and a figure of immense pride for the Surat Parsi community. Dr. Kersi Dast...

સુરત શહેરની મધ્યમાં એક સદી પહેલાં પારસીઓ દ્વારા આપેલ વિશાળ દાનના કુશળ ઉપયોગથી સ્થાપિત (૧) બાઈ ગુલબાઈ નશરવાનજી મહેતા પારસ...
15/02/2026

સુરત શહેરની મધ્યમાં એક સદી પહેલાં પારસીઓ દ્વારા આપેલ વિશાળ દાનના કુશળ ઉપયોગથી સ્થાપિત (૧) બાઈ ગુલબાઈ નશરવાનજી મહેતા પારસી સુવાવડખાનું (૧૯૧૬) અને શેઠ રૂસ્તમજી ધનજીભાઈ તારાચંદ સુરત પારસી જનરલ હોસ્પિટલ (૧૯૨૦) બંને વિશાળ હોસ્પિટલો, જે સંસ્થાઓએ પારસી સમુદાયની તબીબી સારવાર અને કાળજીમાં કોઈ કમી રાખી ન હતી.
આ બંને પારસી હોસ્પિટલો સ્થાપિત થઈ ત્યારનો સમય એક વિશ્વ વ્યાપક મહામારી - "સ્પેનિશ ફલૂ" ના આતંકથી વિશ્વ એક આપત્તિ સામે લડી રહ્યું હતું. તેવા કપરા સમયમાં ઉદાર પારસી દાતાઓ દ્વારા સ્થાપિત આ હોસ્પિટલો માનવતા નું એક શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.
આ પારસી હોસ્પીટલોએ પારસીઓની સારવાર અને સુશ્રુષામાં જે કાળજી લીધી હતી તે પારસીઓ આજે ત્રણ દાયકાથી વધુ ને વધુ ખંડેર બનતી જતી આ પારસી હોસ્પિટલો સામે જોવાની પણ તસ્દી લેતા જણાતા નથી. તેનાથી વિશેષ કરુણતા શું હોઈ શકે?
કુદરતનો ન્યાય હંમેશ સત્યની સાથે હોય છે. આ પારસી હોસ્પિટલોએ ૨૦૧૯ ના અંતિમ દિવસો અને ૨૦૨૦ ના પ્રથમ માસમાં શતાબ્દી (૧૦૦ વર્ષ) પૂર્ણ કર્યા તેની ઉજવણી થઈ. આ ઉજવણીનો આશય પણ મુખ્યત્વે આ નિષ્ક્રીય થઈ રહેલ હોસ્પિટલોના પુન:નિર્માણના પ્રયાસો માટે સમાજમાં જાગૃતિ અને એકતા આવે તે જ હતો. પરંતુ સમાજની ઉદાસીનતામાં કોઈ સુધારો જણાયો નહીં .
કુદરતનો ન્યાય કહીએ તો તેમ, શતાબ્દી ઉજવણીમાં જે પારસી મહાનુભાવો આ હોસ્પિટલોના પુન:નિર્માણ પરત્વે સકારાત્મક સહકાર ને બદલે, નકારાત્મક નિરાશાજનક વલણ દાખવી રહ્યા હતા. તેના બે માસ કરતા પણ ઓછા સમયમાં વિશ્વ સદીની બીજી મહામારી - "કોરોના વાયરસ" Covid-19 ના સકંજા માં લોકડાઉન હેઠળ હતું!
કોરોના વાયરસથી અસંખ્ય લોકો અવસાન પામી રહ્યા હતા અને વિશ્વમાં એક ગંભીર ડરનો માહોલ છવાઈ ગયો હતો. સતત એક થી દોઢ વર્ષ સુધી કોરોના વાયરસનો આતંક ચાલુ રહ્યો હતો અને તે સમયે વિશ્વમાં અને "વિશ્વમાં જ સમાવિત સુરત શહેર" માં દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા મળી રહી ન હતી. તેવા સમયે સુરતની આ પારસી હોસ્પિટલો સંપૂર્ણ બંધ કરી દેવી પડી હતી કેમકે આ પારસી હોસ્પિટલોમાં જે આધુનિક તબીબી સારવાર, ICU, ઓકસીજન/મોનીટરીંગ વ્યવસ્થા માટે સ્થાનિક પારસીઓ અવાજ ઉઠાવી હતા તેના સંપૂર્ણ અભાવે પારસીઓ માટે પણ કોરોના વાયરસ કે તે સિવાયની અન્ય કોઈ માંદગીની સારવાર પણ આ હોસ્પિટલોમાં બંધ હતી.
૫૦૦૦ થી ૧૦૦૦૦ ચો.મી. જેટલી વિશાળ હોસ્પિટલોના સંકુલ તબીબી સારવાર ને બદલે સ્મશાનવત ભાસતા હતા.
કોરોના વાયરસ ગયો અને ફરી જેવા હતા તેવા.
મહામારીનો ડર લોકો એટલી ઝડપથી ભૂલી જાય છે કે આજે ફરી એ જ કરુણ સ્થિતી જોવા મળે છે. વિશ્વ વ્યાપ્ત પારસીઓ, પારસી મહાનુભાવો પૈકીના ઘણાના જન્મ, ઉછેર આ હોસ્પિટલ સંકુલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં કે નગરો, ગામોમાં થયા છે અને આજે તેઓ પૈકીના કેટલાયે પારસીઓ "દેશના સૌથી ધનિક નાગરિકોના લિસ્ટ" માં સમાવિષ્ટ થયા છે. 🎉 અભિનંદન 🎉
પરંતુ કુદરતના ન્યાયના સિદ્ધાંતને ફરી અવગણી આજે પારસીઓ ફરી સુરતની આ ખંડેર બનતી જતી પારસી હોસ્પિટલો તરફ આંખ ઊંચી કરી જોવા પણ તૈયાર નથી, તો આ હોસ્પિટલોના પુન:નિર્માણમાં પેલી જુની પારસી ઓળખ "Parsi, The Name is Charity" યાદ કરીને શું કરી શકાય?
🌿 🌷 🏥 🌹 🍀

સુરત શહેરની મધ્યમાં એક સદી પહેલાં પારસીઓ દ્વારા આપેલ વિશાળ દાનના કુશળ ઉપયોગથી સ્થાપિત (૧) બાઈ ગુલબાઈ નશરવાનજી મહે....

07/02/2026

Sardar Vallabhbhai Patel 's vision of administrative strength is often missing in the management of decaying
community assets of Parsis in India.
While global conferences often project a polished image of "Majja ni Life" (celebrating life), the ground reality in India's
old Parsi Mohallas is often one of institutional neglect and physical decay.
To honor Sardar Patel’s legacy, community leaders are being called to
look beyond the "festive veneer" and perform a rigorous audit of
community assets.
True unity cannot be achieved at a dinner table if
the very institutions that define the community's 1,400-year history are
being sold off or left to ruin.

28/01/2026

Hoard or Rebuild?
Choice, not Fate!

Address

Shahpore, Opp. Sir J.J. Mishra Shala
Surat
395003

Alerts

Be the first to know and let us send you an email when Surat Parsi Hospital Revival posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surat Parsi Hospital Revival:

Shortcuts

Share

Category