Dr Divya Krishnani

Dr Divya Krishnani Dr. Divya's Diabetes & Thyroid Clinic
Expert Care for Diabetes and Thyroid Health.

શું તમે પણ ડાયાબિટીસમાં આ ભૂલો કરી રહ્યા છો? 🚨​ઘણા લોકો ખાંડ બંધ કરી દે છે, પણ રોટલી, ભાત કે ફળો અનલિમિટેડ ખાવાનું ચાલુ ...
30/07/2026

શું તમે પણ ડાયાબિટીસમાં આ ભૂલો કરી રહ્યા છો? 🚨

​ઘણા લોકો ખાંડ બંધ કરી દે છે, પણ રોટલી, ભાત કે ફળો અનલિમિટેડ ખાવાનું ચાલુ રાખે છે! ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે માત્ર શુગર બંધ કરવી પૂરતી નથી, પરંતુ ખોરાકનું પ્રમાણ અને યોગ્ય ટાઇમિંગ પણ ખૂબ જ જરૂરી છે.
​આ પોસ્ટમાં જુઓ ડાયાબિટીસના દર્દીઓ રોજ કરતા 5 સામાન્ય ભૂલો:

1️⃣ ખાંડ બંધ કરવી પણ કાર્બોહાઇડ્રેટ્સ વધારે ખાવા.
2️⃣ એકસાથે વધુ પડતાં ફળો ખાઈ લેવા.
3️⃣ ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું.
4️⃣ સવારનો બ્રેકફાસ્ટ સ્કીપ કરવો.
5️⃣ વીકેન્ડ ચીટ મિલને આખા "ચીટ ડે"માં ફેરવી નાખવું.

​સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી અને યોગ્ય માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો: 9265629375 / 8297822222

શું તમને પણ ડાયાબિટીસ, થાઇરોઇડ કે મેટાબોલિક હેલ્થ અંગે ઘણા પ્રશ્નો છે જેના સાચા જવાબ Google પર નથી મળતા?તો જોડાઓ મારી સા...
24/07/2026

શું તમને પણ ડાયાબિટીસ, થાઇરોઇડ કે મેટાબોલિક હેલ્થ અંગે ઘણા પ્રશ્નો છે જેના સાચા જવાબ Google પર નથી મળતા?

તો જોડાઓ મારી સાથે આ ખાસ INSTA LIVE સેશનમાં, જ્યાં આપણે ચર્ચા કરીશું તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર!

📅 તારીખ: 28મી જુલાઈ, મંગળવાર

⏰ સમય: સાંજે 6:30 વાગ્યે

તમારા પ્રશ્નો નીચે કોમેન્ટમાં અથવા લાઈવ સેશનમાં સીધા જ પૂછી શકો છો. પોસ્ટ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં! 💙

આપણું વજન એકસરખું હોય તો પણ એક વ્યક્તિ ફીટ અને બીજી અસ્વસ્થ કેમ હોઈ શકે? 🤔💭ઘણા લોકો માને છે કે માત્ર BMI સારું હોય એટલે ...
23/07/2026

આપણું વજન એકસરખું હોય તો પણ એક વ્યક્તિ ફીટ અને બીજી અસ્વસ્થ કેમ હોઈ શકે? 🤔💭

ઘણા લોકો માને છે કે માત્ર BMI સારું હોય એટલે શરીર સ્વસ્થ જ હોય, પણ એવું નથી! BMI માત્ર તમારું વજન અને હાઇટ દર્શાવે છે, પણ શરીરમાં કેટલી ચરબી અને કેટલા મસલ્સ છે એ જણાવતું નથી.

તમારું વજન ઓછું કે સામાન્ય હોવા છતાં જો બોડી ફેટ વધારે હોય તો ડાયાબિટીસ, ફેટી લિવર, હાઇ કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધી શકે છે! ⚠️

માત્ર વજન ઘટાડવા પાછળ ન ભાગો, બોડી ફેટ ઘટાડવા અને હેલ્ધી મસલ્સ મેળવવા પર ધ્યાન આપો! 💪✨

શું વજન ઘટાડવાના ઇન્જેક્શન બંધ કર્યા પછી વજન ફરી વધી જાય છે? 🛑🤔​ઘણા લોકો વજન ઘટાડવા માટે ઇન્જેક્શનની મદદ લે છે, પણ સૌથી ...
20/07/2026

શું વજન ઘટાડવાના ઇન્જેક્શન બંધ કર્યા પછી વજન ફરી વધી જાય છે? 🛑🤔

​ઘણા લોકો વજન ઘટાડવા માટે ઇન્જેક્શનની મદદ લે છે, પણ સૌથી મોટો ડર એ જ હોય છે કે ઇન્જેક્શન બંધ કર્યા પછી શું થશે?

​જ્યારે તમે આ ટ્રીટમેન્ટ બંધ કરો છો, ત્યારે ભૂખ ફરી સામાન્ય થઈ જાય છે. જો આપણે આપણી જૂની ખાવાની આદતો અને બેઠાડુ લાઈફસ્ટાઈલ પર પાછા ફરી જઈએ, તો વજન પણ ધીમે-ધીમે પાછું વધી શકે છે. આ કોઈ ટ્રીટમેન્ટની નિષ્ફળતા નથી, પણ આપણા શરીરની એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે!

​લાંબા ગાળાના પરિણામો માટે શું કરવું?
✅ નિયમિત એક્સરસાઇઝ કે વોકિંગ ચાલુ રાખો 🏃‍♀️
✅ હાઈ પ્રોટીન અને હેલ્ધી ડાયેટ લો 🥗
✅ લાઈફસ્ટાઈલમાં કાયમી સકારાત્મક બદલાવ લાવો ✨

​યાદ રાખો, વેઇટ લોસ એ માત્ર થોડા દિવસોની પ્રોસેસ નથી, પણ એક લાંબા ગાળાનું મેનેજમેન્ટ છે. 🩺

ફ્રિજમાં મૂકેલો વાસી ખોરાક સુરક્ષિત છે? જાણો ક્યારે અને કેવી રીતે ખાવો જોઈએ... વાંચો આ આર્ટિકલ....
18/07/2026

ફ્રિજમાં મૂકેલો વાસી ખોરાક સુરક્ષિત છે? જાણો ક્યારે અને કેવી રીતે ખાવો જોઈએ... વાંચો આ આર્ટિકલ....

પેટની ચરબી કેમ નથી ઘટતી? આ 5 ભૂલો તો નથી કરતા ને?ઘણા લોકો કલાકો સુધી કસરત કરે છે અને ડાયેટિંગ પણ કરે છે, છતાં પેટની ચરબી...
16/07/2026

પેટની ચરબી કેમ નથી ઘટતી? આ 5 ભૂલો તો નથી કરતા ને?

ઘણા લોકો કલાકો સુધી કસરત કરે છે અને ડાયેટિંગ પણ કરે છે, છતાં પેટની ચરબી ઘટવાનું નામ નથી લેતી! 🤷‍♂️

કારણ કે વજન ઘટાડવા પાછળ માત્ર મહેનત નહીં, સાચી રીત જરૂરી છે. આ પોસ્ટમાં અમે એવી 5 સામાન્ય ભૂલો વિશે વાત કરી છે જે કદાચ તમારા ફિટનેસ ગોલ્સને રોકી રહી છે:
1️⃣ માત્ર પેટની એક્સરસાઇઝ કરવી
2️⃣ Healthy સમજીને વધુ કેલરી ખાઈ લેવી.
3️⃣ ખોરાકમાં પ્રોટીન ઓછું લેવું.
4️⃣ પૂરતી ઊંઘ ન લેવી.
5️⃣ સ્ટ્રેસને સામાન્ય ગણવો.

યાદ રાખો, કોઈ જાદુઈ ડ્રિંક કે 7 દિવસની ચેલેન્જથી ચરબી નહીં ઘટે. તમારે તમારી લાઇફસ્ટાઇલ બદલવી પડશે!

✨ નિયમિત એક્સરસાઇઝ, હેલ્ધી ડાયેટ અને સાચી ગાઇડન્સ માટે આજે જ અમારો સંપર્ક કરો: 9265629375 / 8297822222

14/07/2026

શું તમને પણ રાત્રે જ Dessert ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે? 🍨✨

ઘણીવાર આપણે આખો દિવસ ડાયેટ પર પૂરો કંટ્રોલ રાખીએ છીએ, પણ રાત પડતા જ ગળી વસ્તુઓ ખાવાનું મન રોકી શકતા નથી. પણ શું તમે જાણો છો કે આ માત્ર એક સામાન્ય લાલચ નથી?

🔹 આવું કેમ થાય છે?
દિવસ દરમિયાન જો આપણો ખોરાક યોગ્ય રીતે સંતુલિત ન હોય, તો સાંજ પડતા જ શરીરમાં શુગર લેવલ ડાઉન થવા લાગે છે. આ ક્રેવિંગ્સ એ તમારા મેટાબોલિઝમ તરફથી મળતું એક નોટિફિકેશન હોઈ શકે છે કે તમારા શરીરને કંઈક ખૂટી રહ્યું છે!
જો તમે વારંવાર આવી ક્રેવિંગ્સનો અનુભવ કરતા હોવ, તો તેને નજરઅંદાજ ન કરો. યોગ્ય માર્ગદર્શન માટે કોઈ એન્ડોક્રિનોલોજિસ્ટનો સંપર્ક જરૂર કરો.

વધુ માહિતી માટે આખો વિડિયો જુઓ અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો! 👇

રોજ-રોજ ઇન્જેક્શન લેવાની કંટાળાજનક દિનચર્યામાંથી હવે મળશે રાહત! 😍ભારતમાં હવે Awiqli® (Insulin Icodec) નામનું વીકલી બેઝલ ...
10/07/2026

રોજ-રોજ ઇન્જેક્શન લેવાની કંટાળાજનક દિનચર્યામાંથી હવે મળશે રાહત! 😍

ભારતમાં હવે Awiqli® (Insulin Icodec) નામનું વીકલી બેઝલ ઇન્સ્યુલિન ઉપલબ્ધ છે, જે દરરોજ લેવાની જગ્યાએ અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું રહેશે.

​શું આ ઇન્સ્યુલિન તમારા માટે યોગ્ય છે? તે કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી છે? આ બધી જ વિગતો જાણવા માટે પોસ્ટ Swipe કરો.

​💡 મુખ્ય વાતો:
👉​અઠવાડિયામાં એક જ વાર: રોજ ઇન્જેક્શન લેવાની ઝંઝટમાંથી રાહત.
👉​ટાઈપ-2 ડાયાબિટીસ: ખાસ કરીને એવા દર્દીઓ માટે જેમના બ્લડ સુગર ગોળીઓથી કંટ્રોલ નથી થતા.

👉​મહત્વની સૂચના: આ એક નવી સારવારનો વિકલ્પ છે, પરંતુ દરેક ડાયાબિટીસના દર્દી માટે આ યોગ્ય હોય તે જરૂરી નથી. ઇન્સ્યુલિન ક્યારેય પોતાની જાતે શરૂ કે બદલવું નહીં. હંમેશા તમારા એન્ડોક્રિનોલોજિસ્ટની સલાહ લો.

​🩺 વધુ માહિતી અને સાચી સલાહ માટે આજે જ સંપર્ક કરો: 9265629375 / 8297822222

શું તમે પણ 40 વર્ષની ઉંમર પછી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? ઘણીવાર ડાયેટિંગ કરવા છતાં અને વજન ઓછું થવા છતાં પણ પેટની ચર...
09/07/2026

શું તમે પણ 40 વર્ષની ઉંમર પછી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? ઘણીવાર ડાયેટિંગ કરવા છતાં અને વજન ઓછું થવા છતાં પણ પેટની ચરબી ઘટવાનું નામ નથી લેતી.

આવું કેમ થાય છે? 🤔
👉ધીમો મેટાબોલિઝમ (BMR): ઉંમર વધવાની સાથે શરીર આરામની સ્થિતિમાં ઓછી કેલરી બાળે છે.
👉મસલ્સ માસમાં ઘટાડો: સ્નાયુઓ ધીમે-ધીમે નબળા પડવા લાગે છે.
👉હોર્મોનલ ફેરફારો: હોર્મોન્સમાં આવતા બદલાવ ચરબીને પેટની આસપાસ જમા કરે છે.
👉અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ: આ બંને પરિબળો પણ વજન ઘટાડવામાં અવરોધ બને છે.

ઉકેલ શું છે? 💡
માત્ર કેલરી ઓછી કરવી પૂરતી નથી! તમારે જરૂર છે એક યોગ્ય સંતુલિત આહાર, નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને હોર્મોનલ હેલ્થ પર ધ્યાન આપવાની.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે જ નિષ્ણાતની સલાહ લો.
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📱 9265629375 / 8297822222

07/07/2026

સ્ટ્રેસ વધતાં જ ગળ્યું કે જંક ફૂડ ખાવાની ઇચ્છા કેમ વધી જાય છે?

શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ તમે કોઈ વાતની ચિંતામાં હોવ અથવા કામનું ટેન્શન વધારે હોય, ત્યારે આપોઆપ તમારો હાથ ચોકલેટ, પેસ્ટ્રી, બર્ગર કે વેફર્સ તરફ જ વધે છે?

આ કોઈ સામાન્ય ખરાબ આદત નથી, પણ તબીબી ભાષામાં આને 'Emotional Eating' કહેવાય છે.

તેની પાછળનું સાયન્સ શું છે?
👉સ્ટ્રેસ હોર્મોન્સ: જ્યારે બોડીમાં સ્ટ્રેસ લેવલ વધે છે, ત્યારે 'Cortisol' અને 'Ghrelin' જેવા હોર્મોન્સ રિલિઝ થાય છે.
👉એનર્જી સ્ટોરેજ: આ હોર્મોન્સના કારણે આપણી બોડીમાં એનર્જી સ્ટોર કરવાની કેપેસિટી વધી જાય છે, જેથી શરીર હાઈ-કેલરી અને સુગર વાળી વસ્તુઓની ડિમાન્ડ કરે છે.
👉સુગર ક્રેવિંગ્સ: આ જ કારણ છે કે આપણને તણાવના સમયે કંઈક ગળ્યું કે ચટાકેદાર ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે.

✨ ખાસ યાદ રાખો: દરેક ભૂખ ખોરાકની જરૂરિયાત નથી હોતી! ઘણીવાર આપણી બોડી ખોરાક નથી માંગતી હોતી, પણ એને યોગ્ય આરામ, ઊંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની જરૂર હોય છે.

નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી ક્રેવિંગ થાય, ત્યારે થોડીવાર ઊંડા શ્વાસ લો, પાણી પીઓ અથવા થોડો આરામ કરો!

Address

UniSN, 2nd Floor, CK Tower, Near Sargam Shopping Centre, Athwa
Surat

Opening Hours

Monday 3pm - 8pm
Tuesday 3pm - 8pm
Wednesday 3pm - 8pm
Thursday 3pm - 8pm
Friday 3pm - 8pm
Saturday 3pm - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Dr Divya Krishnani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category