30/05/2020
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે
આપની સલામતી માટે આટલું અવશ્ય કરો.
(1) અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને જ આવો. (ઈમરજન્સીમાં પણ.)
(2) તમને કોરોનાને મળતા કોઇ લક્ષણો હોય, ટ્રાવેલ હીસ્ટ્રી, ફેમિલી હીસ્ટ્રી કે કોઈ કોરોના દર્દી સાથે કોન્ટેક હીસ્ટ્રી હોય તો અગાઉ જાણ કરો.
(3) હોસ્પિટલમાં બને ત્યાં સુધી એકલા અથવા એકજ વ્યક્તિને લઈને આવો. બાળકો, વૃધ્ધ વ્યક્તિ કે બિમાર વ્યક્તિને સાથે ન લાવો.
(4) રૂમાલ, દુપટ્ટા કે બજારુ ચાલુ માસ્ક કરતા નવું ટ્રીપલ લેયર અથવા N95 માસ્ક પહેરો. બને ત્યાં સુધી ફેશ સિલ્ડ પહેરો.
(5) બને ત્યાં સુધી આપની પોતાની સેનેટાઈઝરની બોટલ સાથે રાખો અને હોસ્પિટલમાં આવતા અને જતા બંને સમયે હાથ સેનેટાઈઝ કરો.
(6) આરોગ્ય સેતુ એપ ઓન રાખો. (મોબાઈલ માં ઈન્ટરનેટ, બ્લુટુથ અને લોકેશન ઓન રાખવા.)
(7) બીનજરૂરી વસ્તુઓ લાવવાનુ ટાળો. ફાઇલ, કાગળ, મોબાઈલ કે પસઁ કયાય મુકશો નહી.
(8) તમને આપેલા સમયે જરૂરી પેપર, અગાઉની દવા, પાણીની બોટલ સાથે પહોંચો.
(9) હોસ્પિટલમાં જતાં બને ત્યાં સુધી કોઇ વસ્તુઓ અડશો નહી દા.ત. સીડીની ગ્રીલ, હેન્ડલ, વેઈટીંગ રૂમમાં પડેલા ન્યૂઝ પેપર, મેગેઝીન કે અન્ય હોસ્પિટલની વસ્તુ.
(10) હોસ્પિટલમાં આવતા કે જતા કોઈ પણ અન્ય ખરીદી કરવાનુ કે કોઈને મળવાનુ ટાળો.
(11) સામાજિક દુરીનુ પાલન કરો. (બાજુ બાજુમાં ના બેસવું.)
(12) મોબાઈલ ને વારંવાર અડવા નુ ટાળો. તમારો મોબાઈલ કોઈને હાથમા ન આપો. વોટ્સએપથી રીપોર્ટ અથવા જુના કન્સલ્ટીંગ પેપર બતાવો.
(13) માસ્કને વારંવાર અડશો નહી. ડોક્ટર કહે તોજ માસ્ક કે ફેશ સિલ્ડ કાઠો. માસ્ક કાઠતા, પહેરતા કે ઠીક કરતી વખતે માસ્ક ના મધ્ય ભાગ ને અડશો નહી. દોરીવાળા ભાગને પકડી શકો.
(14) ડોક્ટરના કન્સલ્ટીંગ ટેબલ કે કાઉન્ટર ટેબલને અડશો નહી કે તેના ઉપર કઈ મુકશો નહી.
(15) ડોક્ટર સાથે બીનજરૂરી વાત ટાળો જેથી તમારો એક્શપોઝર ટાઈમ ધટે.
(16) બીનજરૂરી તાવ, બી.પી. મપાવવાનુ, સ્ટેથોસ્કોપથી તપાસ કરાવવાનુ, વજન કરાવવાનુ ટાળો. ડોક્ટર કહે તો જ કરો.
(17) બહાર જતાં પહેલાં જરૂરી સલાહ સુચન સમજી લેવા.
(18) રીપોર્ટ બતાવવા, દવા બતાવવા કે સમજવા ફરી મળવા જવા કરતા ફોન નો ઉપયોગ કરો.
(19) ઘેર જઇ મોબાઈલ, ચાવી, પસઁ સેનેટાઈઝ કરો. સાબુ કે હેન્ડવોશથી 20 સેકન્ડ હાથ ધુઓ. સ્નાન કરી લો.
(20) હોસ્પિટલના સ્ટાફને સંપૂર્ણ સહકાર આપો.
(21) શુઝ કે ચંપલ સલામત જગ્યાએ કાઠો.
સમજો અને સાચવો.
"સાવચેતી એજ સારવાર