02/05/2026
હોસ્પિટલ – જ્યાં જીવન ફરીથી જીતે છે ❤️
ગામ કેલાડીકેમાળ નિવાસી લોકેશભાઈ રાઠવાની દીકરી મહિમા કે જે 4 વર્ષની છે તેને સતત ખેંચ આવતી હતી તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેથી બાળકીને તાત્કાલિક ધોરણે બેભાન હાલત માં યોગેશ્વર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ડૉક્ટર ઉન્નતિ પંડ્યા અને તેમના સ્ટાફ દ્વારા બાળકીને યોગ્ય સારવાર તેમજ સતત દેખરેખ હેઠળ રાખીને નવજીવન આપવામાં આવ્યું છે. બાળકીને 4 દિવસ માટે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીના માતાપિતાએ બાળકીને નવજીવન આપવા બદલ ડૉક્ટર તેમની ટીમ તેમજ હોસ્પિટલનો ખુબજ આભાર વ્યક્ત કર્યો છે